નિરંજન મહેતા
આ શ્રેણીનાં ત્રણ લેખ અગાઉ ૨૫.૦૨.૨૦૨૩, ૨૫.૦૩.૨૦૨૩ અને ૨૨.૦૪.૨૦૨૩ના દિવસે વે.ગુ. પર મુકાયા હતા. આજે આ ચોથો અને છેલ્લો ભાગ રજુ કરૂ છું.
શરૂઆત કરીએ ૧૯૭૧ની ફિલ્મ ‘અધિકાર’નાં ગીતથી.
कोई माने या न माने
हम कल तक थे दीवाने
આ એક છેડછાડભર્યું ગીત છે જે દેવ મુકરજી અને નાઝીમા પર રચાયું છે. ગઈકાલ સુધી જે ‘કોઈ’ હતું તે હવે પોતાનું થઇ ગયું એવા ભાવવાળા આ ગીતના રચયિતા છે રમેશ પંત જેને સંગીત આપ્યું છે આર. ડી. બર્મને. ગાયક કલાકારો આશા ભોસલે અને કિશોરકુમાર.
૧૯૭૩ની ફિલ્મ ‘લોફર’નુ ગીત પણ છેડછાડભર્યું ગીત છે.
कोई सेहरी बाबू दिल लहरी बाबू
पग बांध गया घुंघरू
ફરીદા જલાલની છેડછાડ કરતા આ નૃત્યગીતનાં કલાકાર છે મુમતાઝ. આનદ બક્ષીના શબ્દો અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનુ. કંઠ આપ્યો છે આશા ભોસલેએ.
૧૯૭૩ જ અન્ય ફિલ્મ ‘અભિમાન’નુ ગીત નવદંપતી વચ્ચે થતો પ્રેમાલાપ છે.
लुटे कोई मन का नगर
बन के मेरा साथी
ગીત ગાતા ગાતા એક બીજાની છેડછાડ કરતા અમિતાભ બચ્ચન અને જયા ભાદુરી આ ગીતનાં કલાકારો છે જેના શબ્દો છે સાહિર લુધિયાનવીના. સંગીત છે સચિન દેવ બર્મનનુ અને ગાયકો છે મનહર ઉધાસ અને લતાજી.
૧૯૭૩ની વધુ એક ફિલ્મ ‘ધૂંધ’નુ ગીત છે
उल्ज़न सुलज़े ना रास्ता सूजे ना……….
जो सांस भी आया तन चिर के आया
इस हाल से कोई किस तरह निभाया
……….
रुत गम के चले ना कोई आस पले ना
મૂંઝવણમાં ફસાયેલી ઝીન્નત અમન આ ગીત દ્વારા પોતાની વ્યથા વ્યક્ત કરે છે જેના શબ્દો છે સાહિર લુધિયાનવીનાં અને સંગીત આપ્યું છે રવિએ. સ્વર છે આશા ભોસલેનો. ગીતમાં દેની ડેન્ઝોગપા અને સંજય ખાન પણ દેખાય છે.
૧૯૭૪ની ફિલ ‘ઠોકર’નુ ગીત એક પ્રેમીની વ્યથા રજુ કરે છે.
अपनी आँखों में बसा कर कोई इकरार करूं
जी में आता है की जी भर के तुझे प्यार करूं
બલદેવ ખોસલા આ ગીતના કલાકાર છે. શબ્દો છે સાજન દહેલવીનાં અને સંગીત છે શામજી ઘનશામજીનુ. દર્દભર્યો સ્વર છે રફીસાહેબનો.
૧૯૭૫ની ફિલ્મ ‘શોલે’નુ આ પ્રચલિત ગીત રિસામણા મનામણા પર આધારિત છે
कोई हसीना जब रूठ जाती है तो
तो तो तो और भी हसीन हो जाती है
રૂઠેલી હેમા માલિની જ્યારે પોતાનો ટાંગો લઇ નીકળી પડે છે ત્યારે તેને મનાવવા ધર્મેન્દ્ર તે ટાંગાની ઉપર સવાર થઈને આ ગીત ગાય છે. આનંદ બક્ષીના શબ્દો અને આર. ડી. બર્મનનુ સંગીત. નખરાળો સ્વર કિશોરકુમારનો.
૧૯૭૫ની ફિલ્મ ‘આંધી’નુ આ ગીત એક યુગલ જે વિયોગ અનુભવી રહ્યું છે તેમની ભાવનાઓને વ્યક્ત કરે છે.
तेरे बिना जिन्दगी से कोई शिकवा तो नहीं
शिकवा नहीं शिकवा नहीं शिकवा नहीं
સંજીવકુમાર અને સુચિત્રા સેન પર રચાયેલા આ ગીતના શબ્દકાર છે ગુલઝાર જેને સુંદર સંગીત મળ્યું છે આર. ડી. બર્મન પાસેથી. દર્દભર્યા સ્વર છે કિશોરકુમાર અને લતાજીનાં.
૧૯૭૬ની ફિલ્મ ‘લૈલા મજનુ’નુ આ ગીત પ્રેમીઓના એકબીજા પ્રત્યેના પ્રેમની ભાવનાને ઉજાગર કરે છે.
हुस्न हाजिर है मुहब्बत की सजा पाने को
कोई पत्थर से ना मारो मेरे दीवाने को
મજનુ રિશી કપૂરને લોકો પત્થર મારતા હોય છે ત્યારે લૈલા રંજીતા ત્યાં પહોંચે છે અને લોકોને સંબોધીને આ ગીત ગાય છે. શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત છે મદનમોહનનુ. સ્વર છે લતાજીનો.
૧૯૭૭ની ફિલ્મ ‘પ્રિયતમા’નુ આ ગીત યુવા પેઢીને અનુરૂપ છે.
कोई रोको ना दीवाने को
मन मचल रहा कुछ गाने को
ભેગા થયેલા મિત્રો સાથે રાકેશ રોશન આ ગીત ગાતા દેખાય છે. યોગેશનાં શબ્દોને રાજેશ રોશનનુ સંગીત મળ્યું છે અને તેને સ્વર આપ્યો છે કિશોરકુમારે.
૧૯૭૯ની ફિલ્મ ‘કર્તવ્ય’નુ આ ગીત એક રહસ્યગીત છે.
कोई आएगा कोई आएगा लाएगा दिल का चैन
सखी री मै तो नाचूंगी गाऊँगी दिन रेन
આ ગીત પાર્શ્વગીત તરીકે ધર્મેન્દ્ર પર રચાયું છે જેમાં મહિલા કલાકારને દેખાડી તો છે પણ તે કોણ છે તે જણાતું નથી. જો કે ફિલ્મમાં રેખા છે એટલે તે હોઈ શકે. વર્મા મલિકના શબ્દો છે અને લક્ષ્મીકાંત પ્યારેલાલનુ સંગીત છે જેને કંઠ આપ્યો છે લતાજીએ.
આ જ ફિલ્મનું અન્ય ગીત છે જે રેખા પર રચાયું છે.
दूरी दूरी ना रहे कोई
आज इतने करीब आऊ
ગીતકાર છે કૈફી આઝમી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ. સ્વર છે લતાજીનો.
૧૯૮૦ની ફિલ્મ ‘કુરબાની’નુ આ ગીત એક પ્રેમગીત રૂપમાં છે.
नसीब इंसान का चाहत से ही सवरता है
क्या बुरा इस में किसी पर कोई मरता है
આ ગીતના આગળ ઉપરના શબ્દો અત્યંત પ્રચલિત છે
हम तुम्हे चाहते है ऐसे हम तुम्हे चाहते है ऐसे
मरनेवाला कोई ज़िंदगी चाहता हो जैसे
ગીતના કલાકરો છે વિનોદ ખન્ના અને ઝીનત અમાન. ઇન્દીવરના શબ્દોને કલ્યાણજી આણંદજીએ સંગીત આપ્યું છે જેના ગાયક કલાકારો છે મનહર ઉધાસ, કાંચન અને આનંદકુમાર.
આ જ ફિલ્મનું અન્ય બહુ પ્રચલિત ગીત છે
आप जैसा कोई जिंदगी में आये
तो बात बन जाए
ઝીનત અમાન પર રચિત આ ગીતના ગીતકાર છે બિડુ અને સંગીતકાર છે કલ્યાણજી આણંદજી. સ્વર છે નાઝિયા હસનનો.
૧૯૮૧ની ફિલ્મ ‘લાવારિસ’નુ આ ગીત ફિલસુફીભર્યું છે.
जिस का कोई नहीं
उस का खुदा है यारो
નિરાશ સુરેશ ઓબેરોય અને તેની સાથીદારને ઉદ્દેશીને અમિતાભ બચ્ચન આ ગીત ગાય છે જેના શબ્દો છે અનજાનના અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. સ્વર છે મન્નાડેનો.
૧૯૮૨ની ફિલ્મ ‘નિકાહ’નુ આ ગીત યુગલ વચ્ચેના તણાવને રજુ કરે છે.
दिल की आरज़ू थी के कोई दिलरुबा मिले
રાજ બબ્બર અને સલમા આગા આ ગીતના કલાકારો છે. શબ્દો છે હસન કમાલના અને સંગીત છે રવિનું. મહેન્દ્ર કપૂર અને સલમા આગા ગાયક કલાકારો.
૧૯૮૨ની ફિલ્મ ‘શૌકીન’નુ આ ગીત એક નટખટ પ્રકારનું ગીત છે.
जब भी कोई कंगना बोले
दिल मचल मचल जाए
શરૂઆતમાં ટાઈટલમાં પાર્શ્વગીત તરીકે મુકાયું છે અને પછી અશોકકુમાર પર રચાયું છે આ ગીતની તેઓ જે મજા માણી રહ્યા છે તે જોવાલાયક છે. શબ્દો છે યોગેશનાં અને સંગીત છે આર. ડી. બર્મનનુ. સ્વર છે કિશોરકુમારનો.
૧૯૮૨ની ફિલ્મ ‘સત્તે પે સત્તા’નુ આ સમૂહગીત યુવાનોની પ્રેમવ્યથાને ઉજાગર કરે છે
प्यार हमें किस मोड़ पे ले आया
के दिल करे हाये हाये कोई तो बताये क्या होगा
અમિતાભ અને તેના ભાઈઓ દ્વારા રજુ થતી આ વ્યથાના શબ્દો છે ગુલશન બાવરાના અને સંગીત આપ્યું છે આર. ડી. બર્મને. ગાયકો છે કિશોરકુમાર, સપન ચક્રવર્તી, ગુલશન બાવરા અને આર. ડી. બર્મન.
૧૯૮૩ની ફિલ્મ ‘અર્થ’નું આ ગીત શબાના આઝમીની વ્યથા જોઇને ગવાયું છે.
कोई ये कैसे बताये
की वो तनहा क्यों है
એક પાર્ટીઆ આ ગીત રાજ કિરણ ગાય છે. કૈફી આઝમીના શબ્દોને સંગીત સાંપડ્યું છે કુલદીપ સિંહ પાસેથી જેના ગાયક કલાકાર છે જગજીત સિંહ.
૧૯૮૫ની ફિલ્મ ‘સાહેબ’નુ ગીત એક ફેન્ટસી ગીત કહી શકાય.
प्यार बिना चैन कहा रे ………..
कोई नया सपना निगाहों में तो है
અનીલ કપૂર અને અમૃતા સિંહ પોતાની સમક્ષ અન્યને નાચતા જોઈ તેને સ્થાને પોતાને જોતા હોય છે તેમ દર્શાવાયું છે. શબ્દો છે અનજાનનાં અને સંગીત છે બપ્પી લાહિરીનું. ગાયક કલાકારો છે એસ.જાનકી અને બપ્પી લાહિરી.
૧૯૮૭ની ફિલ્મ ‘કાશ’નાં આ ગીતમાં બે વ્યક્તિઓની વ્યથા દેખાય છે જે પાર્શ્વગીતના રૂપમાં છે.
छोटी सी है बात
कोई ये नहीं जाने
ટ્રેનમાં મુસાફરી કરતા જેકી શ્રોફ અને ડિમ્પલ કાપડિયા પર રચાયેલ આ ગીતના શબ્દો છે ફારુક કૈસરના અને સંગીત છે રાજેશ રોશનનુ. સ્વર છે મોહમ્મદ અઝીઝ અને આશા ભોસલેનાં.
૧૯૯૦ની ફિલ્મ ‘જુર્મ’નું આ ગીત એક પાર્ટી ગીત છે. ગીત એક સંદેશાત્મક ગીત છે.
जब कोई बात बिगड़ जाए
जब कोई मुश्किल पड जाए
तुम देना साथ मेरा हो हमनवा
મીનાક્ષી શેષાદ્રી અને વિનોદ ખન્ના પર રચિત આ ગીતના ગીતકાર છે ઇન્દીવર અને સંગીતકાર છે રાજેશ રોશન. સાધના સરગમ અને કુમાર સાનુ છે ગાયકો.
આશા છે આ શ્રેણી સાથીઓને પસંદ આવી હશે.
Niranjan Mehta