નિરંજન મહેતા

આ લેખમાળાના અગાઉ બે ભાગમાં ૧૯૬૬ સુધીના ગીતો મુક્યા હતા. આ ભાગમાં ૧૯૭૨ સુધીના ગીતો આવરી લેવાયા છે

સૌ પ્રથમ ૧૯૬૭ની ફિલ્મ ‘મિલન’નુ ગીત છે જે એક ઓડીઓ છે.

आज दिल पे कोई  जोर चलता नहीं
मुस्कुराने लगे थे मगर रो पड़े

નૂતન અને સુનીલ દત્ત ફિલ્મના કલાકારો છે પણ ઓદીઓને કારણે કોના પર રચાયું છે ટે જણાતું નથી. કદાચ આ પાર્શ્વગીત તરીકે હશે એમ લાગે છે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. સ્વર છે લતાજીનો

૧૯૬૭ની બીજી ફિલ્મ છે ‘ઉપકાર’ જેનુ આ ગીત એક ફિલસુફીભર્યું ગીત છે.

कोई किसी का नहीं ये जूठे
नाते है नातो का क्या
कसमे वादे प्यार वफ़ा सब
बाते है बातो का क्या

સંસારના સંબંધોનું કોઈ મહતવ નથી એવું આડકતરી રીતે આ ગીતમાં પ્રાણ કહી જાય છે. ઇન્દીવર રચિત આ ગીતના સંગીતકાર છે કલ્યાણજી આણંદજી જેને સ્વર મળ્યો છે મન્નાડેનો.

૧૯૬૭ની અન્ય ફિલ્મ ‘તકદીર’નુ આ ગીત એક પાર્ટી ગીત છે.

जब जब बहार आइ और फुल मुस्कुराये
……….
अपना कोई तराना मैंने नहीं बनाया
तुमने मेरे लबो पे हर एक सुर सजाया

ફરીદા જલાલ અને અન્ય કલાકારો પર રચાયેલ આ ગીતના શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીત છે  લક્ષ્મીકાંત પ્યારેલાલનું. ગાયક કલાકારો ઉષા મંગેશકર, ઉષા તિમોથી અને મહેન્દ્ર કપૂર.

૧૯૬૭ની વધુ એક ફિલ્મ ‘રાત ઔર દિન’નુ ગીત પણ પાર્ટી ગીત  છે.

दिल की गिरह खोल दो चुप ना बैठो कोई गीत गाओ
मेहफिल में अब कोन है अजनबी तुम मेरे पास आओ

આ ફિલ્મમાં નરગીસ બે વ્યક્તિત્વ ધરાવે છે. દિવસે એક અને રાતે જુદા સ્વરૂપમાં હોય છે. તેના આ બીજા સ્વરૂપને ઉજાગર કરે છે આ ગીત જેમાં સહ કલાકાર છે ફિરોઝખાન. ગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર શંકર જયકિસન. મન્નાડે અને લતાજી આ ગીતના ગાયકો.

૧૯૬૮ની ફિલ્મ ‘પત્થર કે સનમ’નુ ગીત એક પ્રેમિકાની આતુરતાને ઉજાગર કરે છે.

कोई नहीं है फिर भी है मुज़ को
क्या जाने किस का इन्तजार

પ્રકૃતિના સૌન્દર્ય વચ્ચે રહેલી કોઈનો ઈન્તેજાર કરતી વહીદા રહેમાન પોતાના મનના ભાવ આ ગીતમાં દર્શાવે છે. શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. મધુર સ્વર છે  લતાજીનો.

૧૯૬૮ની અન્ય ફિલ્મ ‘આદમી’નુ ગીત એક દર્દભર્યું ગીત છે

आज पुरानी राहो से कोई मुज़े आवाज़ न दे
दर्द में डूबे गीत न दे गम का सिसकता साज़ न दे

સંજોગોને કારણે હતાશ દિલીપકુમાર પોતાના દર્દભર્યા ભાવો આ ગીતમાં રજુ કરે છે. ગીતકાર છે શકીલ બદાયુની અને સંગીતકાર છે નૌશાદ. ગાયક કલાકાર રફીસાહેબ.

૧૯૭૦ની ફિલ્મ ‘દસ્તક’નુ આ ગીત એક તડપ અનુભવતી પ્રેમિકાનું છે.

माई री मै कासे कहू पीर अपने जिया की
…..
तन मन भिगो दे आके ऐसी घटा कोई
…..
कोई जो देखे मैया प्रीत का वासे कहू माजरा

આમ તો આ ગીત પાર્શ્વગીત રૂપે છે પણ તે રેહાના સુલતાન પર ફિલ્માવાયું છે. ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આપ્યું છે મદનમોહને. દર્દભર્યો અવાજ છે લતાજીનો

આ ગીત મદનમોહનના સ્વરમાં પણ છે જે એક સાંભળવા લાયક ઓડીઓ છે.

૧૯૭૧ની ફિલ્મ ‘મેરે અપને’નુ આ ગીત એક દર્દભર્યા ભાવો દર્શાવે છે.

कोई होता जिस को अपना हम अपना ख लेते यारो
पास नहीं तो दूर ही होता लेकिन कोई मेरा अपना

પોતાના જીવનમાં કોઈ ન હોવાનું દુઃખ વિનોદ ખન્ના આ ગીતમાં વર્ણવે છે. ગુલઝારના શબ્દોને સલીલ ચૌધરીએ સંગીતબદ્ધ કર્યું છે જેમાં કિશોરકુમારે પોતાનો દર્દભર્યો અવાજ પ્રસ્તુત કર્યો છે.

૧૯૭૧ની ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમ’નુ આ ગીત પણ એક ફિલસુફીભર્યું ગીત છે.

कोई जब तुम्हारा ह्रदय तोड़ दे
तड़पता हुआ जब कोई छोड़ दे

મનોજકુમાર સાયરાબાનુને ઉદ્દેશીને આ ગીત ગાય છે જેના શબ્દો છે ઇન્દીવરના અને સંગીત છે કલ્યાણજી આણંદજીનુ. ગાયક છે મહેન્દ્ર કપૂર.

https://youtu.be/msHtTPtTmFQ

૧૯૭૧ની ફિલ્મ ‘કટી પતંગ’નુ આ ગીત વધુ એક દર્દભર્યું ગીત છે.

ना कोई उमंग है ना कोई तरंग है
मेरी जिन्दगी है क्या एक कटी पतंग है

જીવનમાં બનેલા બનાવોને કારણે નિરાશ આશા પારેખ પોતાના હૃદયના આક્રોશને આ ગીતમાં વર્ણવે છે જેના શબ્દો છે આનદ બક્ષીના. સંગીત આપ્યું છે આર.ડી.બર્મને અને સ્વર છે લતાજીનો.

https://youtu.be/8WzzJkuva7Q

૧૯૭૧ની ફિલ્મ ‘આન મિલો સજના’નુ ગીત એક છેડછાડ ગીત છે.

फलक से तोड़कर देखो
……….
कोई नजराना लेकर आया हु मै

પાર્ટીમાં વિનોદ ખન્નાની હાજરીમાં રાજેશ ખન્ના આશા પારેખને ઉદ્દેશીને આ ગીત ગાય છે. ગીતના શબ્દો છે આનદ બક્ષીના અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. રફીસાહેબનો સ્વર.

૧૯૭૨ની ફિલ્મ  ‘ગોરા ઔર કાલા’નુ આ ગીત એક પ્રણયગીત છે.

धीरे धीरे बोल कोई सुन ना ले कोई सुन ना ले

હેમામાલીની અને રાજેન્દ્રકુમાર (ડબલ રોલ) પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે આનદ બક્ષીના અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનુ. સ્વર છે લતાજી અને મુકેશના.

૧૯૭૨ની અન્ય ફિલ્મ ‘અનુભવ’નુ આ ગીત જીવનની વાસ્તવિકતા પાર્શ્વગીતનાં રૂપમાં વર્ણવે છે.

फिर कहीं कोई फूल खिला चाहत ना कहो उसको
फिर कहीं कोई दीप जला मंजिल ना कहो उसको

આ ગીતમાં તનુજા અને સંજીવકુમારના જીવનના એક દિવસનુ વર્ણન કરાયું છે જેના શબ્દો છે કપિલ કુમારના અને સંગીત કમલ રોયનુ. મન્નાડેનો સંવેદનશીલ સ્વર. ગીતની શરૂઆત જ માણવાલાયક છે

૧૯૭૨ની અન્ય ફિલ્મ ‘પાકીઝા’નું આ ગીત કોઠાના સંદર્ભમાં મુકાયું છે.

चलते चलते चलते चलते
यूँही कोई मिल गया था सर-ए राह चलते चलते

અતીતની યાદમાં ખોવાયેલી મીનાકુમારી પર આ ગીત ફિલ્માવાયું છે જેના શબ્દો છે કૈફી આઝમીનાં અને સંગીત છે ગુલામ મહંમદનુ. સ્વર છે લતાજીનો.

https://youtu.be/fH73z7rVDqs
૧૯૭૨ની વધુ એક ફિલ્મ ‘અપના દેશ’નુ આ નૃત્યગીત ગામવાસીઓના મહોલ્લામાં ફિલ્માવાયું છે.

सुन चंपा सुन तारा कोई जीता कोई हारा

રાજેશ ખન્ના અને મુમતાઝ આ નૃત્યગીતનાં કલાકારો છે. ગીતના શબ્દો છે આનદ બક્ષીના અને સંગીત છે આર.ડી.બર્મનનુ. ગાયક કલાકારો છે લતાજી અને કિશોરકુમાર.

૧૯૭૨ની એક ઓર ફિલ્મ ‘અમરપ્રેમ’નુ આ ગીત પણ ફિલસુફીભર્યું છે.

चिंगारी कोई भड़के तो सावन उसे बुजाये
सावन को आग लगाए उसे कौन बुजाये

જીવનની વાસ્તવિકતા દર્શાવતું આ ગીત શર્મિલા ટાગોર સાથે હોડીમાં સફર કરતા રાજેશ ખન્ના ગાય છે. આનદ બક્ષીનાં શબ્દોને સંગીત આપ્યું છે આર.ડી.બર્મને. સ્વર કિશોરકુમારનો.

https://youtu.be/gkDBmDuUmh8

૧૯૭૨ પછીના ગીતો હવે પછીના લેખમાં.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com