ધંધેકા ફંડા

ગતાંકમાં આપણે  હવે પછી શું ?ની આપણી યાત્રામાં Think for yourself!તિજોરીનો નિયમ – વ્યક્તિગત ચઢિયાતાપણાની સ્થાપત્યશૈલી કંડારવીપર આવીને અટક્યાં હતાં. હવે એ માર્ગે વિચાર કરવાનું શરૂ કરવાના બીજા પડાવ વિશે વિચાર કરીએ ….

ઉત્પલ વૈશ્નવ

આપણી રોજબરોજની દુનિયામાં આપણે મોટા ભાગે ‘એ તો કરવું જ પડે’ જેવાં અનેક “દબાણ હેઠળ” બધી પ્રવૃતિઓ કરતાં રહેતાં રહીએ છીએ. આપણે ખરાબ દેખાવાના કે પાછળ પડી જવાના ડરથી કાર્યક્રમોમાં હાજરી આપીએ છીએ, મહત્વની કામગીરીઓનાં લક્ષ્યાંકોનાં સૂચકો (KPIs) પૂરાં કરીએ છીએ અને અનેક સામાજિક જવાબદારીઓનું વહન કરીએ છીએ.

આપણે દાવો કરતાં રહી છીએ કે આપણી પાસે મોટાં, વ્યૂહાત્મક, પગલાં માટે “સમય નથી” કારણ કે આપણું દૈનિક સમય પત્રક નાનાં નાનાં, ફરજિયાત લેવાનાં હોય એવી પ્રવૃતિઓથી ભરેલું છે. આ એક ભાડૂઆતની માનસિકતાને છાજે એવું સમયપત્રક છે – એક એવું જીવન જ્યાં તમારું ધ્યાન બાહ્ય અપેક્ષાઓ અને સામાજિક કોલાહલ પર કેન્દ્રિત છે.

સાર્વભૌમ સ્થપતિ જાણે છે કે “સમય ક્યાં છે” એ એક પ્રણાલીગત જૂઠાણું છે.

જ્યારે આપણે કહીએ છીએ કે આપણી પાસે સમય નથી, ત્યારે આપણે ખરેખર સ્વીકારીએ છીએ કે આપણે સમય ક્યાં વાપરીએ છીએ તે જોઈ શકતા નથી.

આપણે પ્રાથમિકતાઓ જોઈ શકતા નથી, આપણે આપની ક્રિયા-પ્રક્રિયાઓ અસર જોઈ શકતા નથી, અને આપણે નેતૃત્વ કરવાની તક જોઈ શકતા નથી. ઉચ્ચ-નિર્ધાર પ્રેરિત પારિસ્થિતિકી તંત્રવ્યવસ્થા બનાવવા માટે, આપણે બહાનાઓને દૂર કરવાં જોઈશે અને આપણી પસંદગીની શક્તિથી કાર્ય કરવું જોઈએ.

અમલીકરણનું બંધારણશાસ્ત્ર 

અમલીકરણથી દૂર રહેવું એ એક નિષ્ક્રિય સ્થિતિ છે જે આપણી ચયાપચય ઊર્જાને ખાલી કરી નાખે છે:

  • સામાજિક મહોરું: આપણે પડોશીઓના સંબંધીઓના અંતિમ સંસ્કારમાં હાજરી આપીએ છીએ અથવા તેમના ડિજિટલ સંદેશાઓ પર કલાકો બગાડીએ છીએ કારણ કે આપણા વિશે બીજાં શું માનશે આપણને એ વાતનો ડર છે. આપણે બાહ્ય પરિબળો દ્વારા “ધકેલાતાં” રહીએ છીએ.
  • KPIનું છટકું: આપણે પરિણામ ને બદલે, આપણને અપાયેલી “સૂચના” અને “જે કામનો હિસાબ લેવાશે” પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. આપણે અગ્રણીની ભૂમિકામાં આવવા માટે પહેલાં ધક્કો વાગે તેની રાહ જોઈએ છીએ.
  • બહાનાંઓની દોરવણીઓની તાકાત: “હું ખૂબ વ્યસ્ત છું” એ પ્રતિકાર માટેનું પ્રિય શસ્ત્ર છે. તે વાસ્તવિકતા જેવું લાગે છે, પરંતુ તે સામાન્ય રીતે નબળા સ્વ-સંગઠન અને “ના” કહેવાની અસમર્થતા માટે માત્ર એક મહોરું છે.

પસંદગીનું શસ્ત્ર

આપણી પસંદગીઓની બાબતે આપણું સાર્વભૌમત્વ એ આપણી પસંદગીઓને પ્રણાલીગત વિકાસ માટેનાં શસ્ત્રોમાં ફેરવવાની આદત છે.

૧. પહેલાં આપણી જાતને દોરી જઈએ: જો આપણે નેતૃત્વની ભૂમિકામાં હોઈએ, તો આપણું એકમાત્ર કર્તવ્ય નેતૃત્વ પુરું પાડવાનું છે. કોઈપણ બહાનું જે તમને ઉચ્ચ-કક્ષાના પરિણામોથી દૂર રાખે છે તે વ્યય છે. પસંદગી કરવી એ સમયની મર્યાદાઓ કે સામાજિક દબાણ છતાં પણ પોતાને (પોતે નિશ્ચિત કરેલ દિશામાં) દોરી જવાનો નિર્ણય છે.

૨. વ્યૂહાત્મક “ના”: એક સ્થપતિ જાણે છે કે બિનમહત્વપૂર્ણ કામ / સુઝાવને “ના” કેવી રીતે કહેવી જેથી તે મહત્વપૂર્ણ કાર્યને ઉચ્ચ-નિષ્ઠાથી “હા” કહી શકે. ખોટી જગ્યાએ હાજરી પુરાવવી એ યથોચિત ઉદ્દેશ્ય સિદ્ધિ પરનો કર છે.

૩. ‘હવે પછી’ પર માલિકી: પસંદગીનો નિર્ણય એ અનિશ્ચિત “આગળ શું છે” સામે આપણું વલણ છે. જ્યારે અન્ય લોકો શું કરવું તે કહેવાવાની રાહ જોતાં હોય ત્યારે આપણે કરેલી પસંદગી ઇરાદાપૂર્વકની ઇચ્છા છે જે આપણને ધ્યેય તરફ આગળ વધતા રાખે છે, .

રૂપરેખા: કાર્યસૂચિનું ઑડિટ

કાર્ય આયોજન અને અમલીકરણ તરફનો સંધિકાળ પોતાની પસંદગી દ્વારા સંચાલિત થઈ રહ્યો છે તેની ખાતરી કરવા માટે, કાર્યસૂચિની રૂપરેખા (Agenda Protocol) લાગુ કરો:

૧. (બિનમહત્વની બાબતોની) “અમલીકરણ”માંથી છટણી

આવતા અઠવાડિયાના આપણા સમયપત્રક પર નજર કરીએ. કમસે કમ એવી ત્રણ વસ્તુઓને ઓળખી કાઢીએ જે ફક્ત “ફરજીયાત” અથવા ખરાબ દેખાવાના ડરથી છે. તેમને રદ કરીએ. એમ કરવાથી જે સમય-શક્તિ-(શારીરિક – માનસિક) ઉર્જા બચે તેને “બ્લુપ્રિન્ટ” અથવા “સિગ્નલ્સ” ન્યૂઝલેટર માટે વાળીએ.

૨. “ન પળાયેલાં વચન” ને અલગ કરીએ

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

 “સમય નથી” નો અર્થ ઘણીવાર એ થાય છે કે આપણે એવું વચન આપ્યું હતું જે આપણે જાણતા હતા કે પાળી નહીં શકાય. આજે જ આવું એક માથે લીધેલું ‘વચન’ ખોળી કાઢીએ. ભૂલ સ્વીકારીએ; કાર્યના અમલ માટેની સમયરેખા વિશે ફરીથી વાટાઘાટો કરીએ; અને નહીં તો છેલ્લે , એવાં કાર્યને સંપૂર્ણપણે નકારી કાઢીએ. એક નનૈયો સો બહાનાંમાંથી બચાવે છે. કડવી લાગતી સ્પષ્ટતા વિલંબ સ્વરૂપે થતી નિષ્ફળતા કરતાં મીઠી પરવડી શકે છે.

૩.  “સાર્વભૌમ પસંદગી” ની આદત પાડીએ

આગામી મીટિંગ અથવા પ્રોજેક્ટના તબક્કામાં, આપણી જાતને પૂછીએ: “મારા પર દબાણ છે માટે હું અહીં છું; કે મેં મારા લક્ષ્યોને આગળ વધારવા માટે આ માર્ગ પસંદ કર્યો છે?”  જો દબાણ હોય તો તેનો પ્રતિકાર કરીએ.  આપણી “પસંદગી”ને રજૂ કરીએ. અને તે શક્ય ન હોય તો વિનયપૂર્વક એ કામમાંથી થોડો સમય માગી લઇએ. તમારું ધ્યાન અમલીકરણ પર કેન્દ્રિત રહે તે વધારે મહત્વનું છે.

#DhandheKaFunda: જો નેતૃત્વની ભુમિકા અદા કરવા માટે બાહ્ય દબાણની જરૂર પડતી હોય, તો આપણે ‘અગ્રણી’ કહેવડાવવા પાત્ર નથી; આપણે ‘મુસાફર’ છીએ. ફરજિયાત અમલીકરણ ભાડેદારો માટે છે; સ્વૈચ્છિક પરંદગી માલિકો માટે છે. આપણા આડૉશી પડોશીઓને અને આપણા KPI ને આપણું સમયપત્રક લખવા દેવાનું બંધ કરીએ. આપણી પસંદગી પર આપણો પ્રભાવ ફરીથી મેળવીએ, તેને તીક્ષ્ણ હથિયાર બનાવીએ. એક એવી કાર્યસૂચિ બનાવીએ જે આપણૉ આગવો મુદ્રાલેખ બની રહે. સમય એ એકમાત્ર સંસાધન છે જે આપણે પાછું ખરીદી શકતા નથી – તેને એક સાર્વભૌમ વ્યક્તિ તરીકે ખર્ચ કરીએ.


હવે પછી શું ? ની આપણી યાત્રાના બીજા પડાવ Think for yourself! : The Sovereign Strategy Stack: Architecting the Board  વિશે હવે પછી


આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me  વીજાણુ સરનામે થઇ શકે છે.