સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
શ્રી સુબ્રોતો બાગચીએ તાજેતરમાં એમ્પ્લોઇ ગ્લોબલ ન્યૂઝલેટરમાં એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. તેમાં તેમણે કેટલીક ખૂબ જ રસપ્રદ (અને ગહન) મર્મસ્પર્શી સૂઝ વિશે વાત કરી હતી..
તે ઇન્ટરવ્યુના કેટલાક મનનીય અંશો અહીં રજૂ કરેલ છે:
સેવક નેતૃત્વ પર
સેવક ધર્મ નેતૃત્વની વિભાવના સ્પષ્ટ છે કે “તે ફક્ત એક સાધન છે; સાધ્ય હેતુ નથી, તે વાહનવ્યવહારનું માધ્યમ છે; મ્યુનિસિપલ પાણીની પાઇપની જેમ, તેનું કામ પાણી પહોંચાડવાનું છે અને પોતાની તરસ છીપાવવાનું નથી.”
નેતા તરીકે ગ્રહણશીલતા વિશે
“જાપાનીઓ કહે છે કે મન પર્વત કે ખીણ જેવું હોઈ શકે છે. પર્વત ગમે તેટલો ઊંચો હોય, અને તેના પર ગમે તેટલો મુશળધાર વરસાદ પડે, તે પાણીને રોકી શકતો નથી. પાણીને રોકી રાખવા માટે, તમારે તમારા મનને ખીણ બનાવવાની જરૂર છે.”
માળી બનવા વિશે
“વરિષ્ઠ નેતૃત્વનું કામ નવા અગ્રણીઓ ઘડવાનું છે. છે. “જેમ માળી તેના એક-એક-એક છોડની અલગ અલગ રીતે સંભાળ રાખે છે તેમ નવા અગ્રણીઓનું ઘડતર એક એક વ્યક્તિની અલગ અલગ માવજત દ્વારા થવું જોઈએ. દરેક છોડની અલગ અલગ સમયે અલગ અલગ જરૂરિયાતો હોય છે અને માળીને તેનો અંદાજ હોવો જોઈએ અને તે માટે તેણે પહેલેથી સક્રિય રહેવું જોઈએ. છોડ માળી પાસે આવતા નથી; માળીએ ત્યાં જવું જોઈએ જ્યાં છોડ હોઈ શકે છે.”
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
