આદિમુદ્રિત ગ્રંથવૈભવ
નડિયાદમાં આવેલા અનન્ય સાહિત્યતીર્થ ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’માં ઓગણીસમી-વીસમી સદીનાં, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષાનાં, આશરે સવાસો વર્ષ જૂનાં અઢી હજાર જેટલાં પુસ્તકો અહીં સૂચિબદ્ધ રીતે ગોઠવાયેલાં છે, આ તમામ પુસ્તકો અને સામયિકોનું ડિજિટાઈઝેશન દિલ્હીના ‘રેખ્તા ફાઉન્ડેશન’ના સહયોગમાં થઈ રહ્યું છે. આ પુસ્તકો વેબસાઈટ પર તબક્કાવાર સુલભ બનાવાઈ રહ્યાં છે. આ આદિમુદ્રિત ગ્રંથો પૈકીનાં ગુજરાતી પુસ્તકોનો સંક્ષિપ્ત પરિચય લખાયેલો છે, જેમાં જે તે પુસ્તકની સ્થૂળ વિગતો અને સામગ્રીનો અંદાજ આવી શકે છે. આ પરિચય ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં બેસીને, એ પુસ્તકોનાં પાનાં ફેરવીને લખાયેલો છે.
‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’ વિશેનો પરિચય લેખ આ લીન્ક પર વાંચી શકાશે.
https://webgurjari.com/2025/12/15/vintage-classic-lierature-preface/
બીરેન કોઠારી

પુસ્તક ક્રમાંક: ત ૪૯/૦૧૭૫૪
પુસ્તકનું નામ: ભરુચ જિલ્લાનો કેળવણી ખાતાનો ઈતિહાસ
રચનાર: મેહેતાજી ગણપતરામ રાજારામ
છાપનાર: રણછોડલાલ ગંગારામ
પ્રકાશન વર્ષ: ૧૮૭૭
કિંમત: ૧૨ આના
પૃષ્ઠસંખ્યા: ૧૦૦
વિગત: પુસ્તકના ઉઘડતે પાને લખાયું છે: ‘આ ગ્રંથ છપાવી પ્રસિદ્ધ કરવામાં ભરૂચ જિલ્લાના ઘણાખરા મેહેતાજીઓએ સારી સહાયતા આપી છે.’ ભરૂચ વિભાગના તત્કાલીન ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટર રાવસાહેબ ગોપાળજી ગુલાબભાઈના સૂચનથી આ આખો ઈતિહાસ પદ્યસ્વરૂપે લખવામાં આવ્યો છે.
આરંભે સંક્ષિપ્તમાં ભરુચ જિલ્લાની ભૂગોળ અને તેનો પ્રાચીનથી આજ સુધીનો ઈતિહાસ પણ પદ્યસ્વરૂપે છંદોબદ્ધ અપાયો છે. એ પછી કેળવણીના ઈતિહાસને કુલ છ કાળમાં વિભાજીત કરી દેવામાં આવ્યો છે.
સૌથી છેલ્લે ‘આશીર્વાદાષ્ટક’ છે.
આ પુસ્તક નીચેની લીન્ક પર વાંચી શકાશે.
https://rekhtagujarati.org/ebooks/detail/ganapatram-rajaram-mehetaji-ebooks
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી
