ભગવતીકુમાર શર્મા

ચોમસાને કાગળ લખ
એ સમજી જાશે..
ના ફાવે તો ઝાકળ લખ,
એ સમજી જાશે..

અડખે – પડખે
લાંબા – ટુંકા મીંડા દોરી..
એની નીચે વાદળ લખ,
એ સમજી જાશે..

અકાદ – બે સર્પાકારી
લીટી દોરી..
એમાં વચ્ચે ખળખળ લખ
એ સમજી જાશે..

તીર જેવું દોરી
એનો છેડો તું લંબાવ..
હળવેથી હળ લખ
એ સમજી જાશે..

જેવી ફાવે એવી
તું બે આંખ ચિતરજે..
પાંપણ નીચે જળ લખ
એ સમજી જાશે..

અગન ઓકતા આભમાં
પંખી જેવી બે લીટી તાણ..
એની નીચે ચાતક લખ
એ સમજી જાશે..

ચોમાસાને કાગળ લખ
એ સમજી જાશે..🌨️💧☔️☂️