વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

શિક્ષણ

વિદ્યાર્થીઓ માટે : ગીતાનાં શાશ્વત સૂત્રો – [૩] – धिरस्तत्र न मुह्यति

પ્રકાશકઃ જોય એન્ટરપ્રાઇઝ,
જી૫,શક્તિ સ્ક્વેર, મૅનેજમૅન્ટ એન્ક્લેવ સામે,  નેહરૂ પાર્ક  રોડ, અમદાવાદ  ૩૮૦૦૧૫
ISBN: 978-93-48694-79-9    કિંમતઃ રૂ. ૨૫૦/-

હરેશ ધોળકિયા

અહી ગીતા કહે છે કે “ ધીર વ્યક્તિ મોહ પામતી નથી.

મોહ પામવું એટલે શું ? એનો અર્થ થાય છે કે કોઈ ઘટના બને ત્યારે તેને તાર્કિક રીતે સમજવા બદલે આવેશથી સમજવાનો પ્રયાસ કરવો એને  મોહ કહે છે. મોહ એટલે સત્યને ખોટી રીતે સમજવું. પણ ધીર વ્યક્તિ આ મોહમાં નથી ફસાતી.

ધીર વ્યક્તિ એટલે જે ધૈર્યવાન છે. જેનામાં સત્ય સમજવાની અને અપનાવવાની શક્તિ છે. તે સત્યને સત્યની રીતે જ જોઈ શકે છે. તે જાણે છે કે બધું જ પરિવર્તનશીલ છે. જે આવશે, તે જાશે પણ. જે જન્મ લેશે, તે મ્રત્યુ પણ પામશે. એ અનિવાર્ય છે.

ભગવાન બુદ્ધ પાસે કિસા ગોતમી નામની એક મહિલા આવી. તેનો એકનો એક પુત્ર મરી ગયો હતો અને તે બહુ જ શોકમાં હતી. બધાને તેણે  વિનંતી કરી કે તેઓ  તેના પુત્રને  જીવતો કરી દે, પણ કોઈ ન કરી શક્યું. બધાએ સમજાવવાનો પ્રયાસ કર્યો કે બધા મરે છે, પણ તે શોક અને મોહમાં હોવાથી ન સમજી. છેવટે તે બુદ્ધ પાસે ગઈ. બુદ્ધે તેને ઉપદેશ ન આપ્યો, પણ કહ્યું કે તે ગામમાં જઈ જેના ઘેર કોઈ મ્રત્યુ ન પામ્યું હોય તેના પાસેથી એક મુઠ્ઠી રાઈ લઇ આવે. તે ગામના બધા ઘરો પાસે ગઈ અને રાઈ માગી, પણ બધાએ કહ્યું કે તેમના ઘરમાં કોઈને કોઈ તો મરી જ ગયું હતું. આખા ગામમાં ફર્યા પછી કિસા ગોતમી  સમજી ગઈ કે માત્ર તેનો પુત્ર જ નથી મર્યો. બધા મરે જ છે. માટે મરણ અનિવાર્ય છે. હવે તે સમજી ગઈ અને તે પણ ધીર બની ગઈ અને તેનામાં  રહેલ મોહ દૂર થઇ ગયો.

અહી એ જોવા મળશે કે તે કિસા ગોતમીએ  બુદ્ધનું શિષ્યત્વ સ્વીકાર્યું એટલે તેને ધૈર્ય પ્રાપ્ત થયું. ગુરુ હંમેશા વ્યક્તિને સ્વસ્થ અને ધૈર્યવાન બનાવે છે.


હરેશ ધોળકિયા : ન્યુ મિન્ટ  રોડ, પેરીસ બેકરી પાસે, ભુજ-કચ્છ ( ૩૭૦૦૦૧) | ઈ-મેલ : dholakiahc@gmail.com

One thought on “વિદ્યાર્થીઓ માટે : ગીતાનાં શાશ્વત સૂત્રો – [૩] – धिरस्तत्र न मुह्यति”

  1. કોઈ ઘટના બને ત્યારે તેને તાર્કિક રીતે સમજવા બદલે આવેશથી સમજવાનો પ્રયાસ કરવો એને મોહ કહે છે. મોહ એટલે સત્યને ખોટી રીતે સમજવું. પણ ધીર વ્યક્તિ આ મોહમાં નથી ફસાતી…saras article.

    Like

Leave a Reply