ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
હેમંતકુમારનું નામ પડે એટલે ધીરગંભીર, ઘેરો, અને અત્યંત મધુર સ્વર કાનમાં ગૂંજવા લાગે. ગાયક તરીકે તેમણે ગાયેલાં એકે એક ગીતો મધુરતાની ચરમસીમાએ લઈ જતાં લાગે. રીતસર ભાવસમાધિ લગાડે એવાં. તો સંગીતકાર તરીકે તેમણે સંગીતબદ્ધ કરેલાં ગીતોમાં શાંતરસ પ્રધાન. ગીતકાર શકીલ બદાયૂંની સાથે તેમણે ત્રણેક ફિલ્મો કરી હોવાનું ધ્યાનમાં છે. એ પૈકીની બે ‘બીસ સાલ બાદ’ અને ‘સાહિબ, બીવી ઔર ગુલામ’, અને ત્રીજી ફિલ્મ એટલે ‘બિન બાદલ બરસાત’.

અગાઉની બન્ને ફિલ્મોનું સંગીત યાદગાર બની રહ્યું, તો ‘બિન બાદલ બરસાત’નાં ગીતો પણ લોકપ્રિય થયેલાં. એમાંય હેમંતકુમારના સ્વરે ગવાયેલાં બન્ને ગીતોમાં એમના સ્વરનો જાદુ આજેય અનુભવી શકાય છે.
‘ઉત્તમ ચિત્ર’ નિર્મિત, જ્યોતિ સ્વરૂપ દિગ્દર્શીત ‘બિન બાદલ બરસાત’ની રજૂઆત ૧૯૬૩માં થઈ હતી. આશા પારેખ, બિશ્વજીત, નીશી, મહેમૂદ વગેરે કલાકારોની તેમાં મુખ્ય ભૂમિકા હતી. આ ફિલ્મનાં કુલ નવ ગીતો હતાં, જે શકીલ બદાયૂંનીએ લખેલાં, અને સંગીતકાર હતા હેમંતકુમાર. આ ગીતો પૈકીનાં બે ગીતો ‘જબ જાગ ઉઠે અરમાન તો કૈસે નીંદ આયે’ અને ‘જિંદગી કિતની ખૂબસૂરત હૈ’ હેમંતકુમારના સ્વરે ગવાયેલાં સદાબહાર એકલગીત હતાં, તો ‘એક બાર જરા ફિર કહ દો, મુઝે શરમા કે તુમ દિવાના’ હેમંતકુમાર અને લતાનું યુગલગીત હતું. આ ઉપરાંત મહમ્મદ રફીનું એકલગીત ‘મરીઝે ઈશ્ક હૂં એ જાનેમન મેરી દુઆ કરના’ તેમજ લતાનાં એકલગીત ‘રાત ખામોશી સે આતી હૈ, જાતી હૈ’, ‘દિલ મેં તેરી યાદ સનમ’નો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં બે ગીતો બબ્બે વખત અલગ અલગ ગાયક/ગાયિકાના સ્વરમાં છે. એ પૈકીનું એક ‘જિંદગી કિતની ખૂબસૂરત હૈ’ હેમંતકુમાર ઉપરાંત લતાનું ગાયેલું એકલગીત છે, પણ ક્યાં હેમંતકુમારનું ગાયેલું ગીત અને ક્યાં લતાનું ગાયેલું! કદાચ સ્વતંત્રપણે લતાએ ગાયું હોત તો એ સુંદર જ લાગત, પણ હેમંતકુમારના સ્વરે સાંભળ્યા પછી બીજા કોઈના સ્વરમાં એ ગીત કાનમાં પ્રવેશી શકે નહીં. એ જ રીતે ‘બિન બાદલ બરસાત ન હોગી’ પણ લતા અને આશાના એમ બન્નેના સ્વરે ગવાયેલું એકલગીત છે.
આ પૈકીનું લતા મંગેશકરના સ્વરે ગવાયેલા ગીતનો ઉપયોગ ટાઈટલ સોન્ગ તરીકે કરવામાં આવ્યો છે, જેના શબ્દો આ મુજબ છે.
बिन बादल बरसात न होगी…
बिन बादल बरसात न होगी
ओ नादानों, ओ दीवानों
सुन लो हमारी बात
जालिम दुनियावालों
यूं ना जादू डालो
अपने होश संभालो
देखो जी होशियार
दिल से हमारे टकराये तो,
खाओगे खुद ही मार
बिन बादल बरसात न होगी
ओ नादानों, ओ दीवानों
सुन लो हमारी बात
ટાઈટલ ગીત અહીં સમાપ્ત થાય છે. ગીતનો આટલો ભાગ નીચેની લીન્ક પર સાંભળી શકાશે.
ફિલ્મમાં વચ્ચે આવતું આ જ ગીત આશા ભોંસલેના સ્વરમાં છે. આ ગીતનો લય અને સંગીત ટાઈટલ ગીતની જેમ જ ઝડપી છે, છતાં આશા ભોંસલે દર્દભર્યા સ્વરે એ ગાયેલું છે.
આ ગીતના શબ્દો આ મુજબ છે, જે તેનો ઉદાસ ભાવ સૂચવે છે.
बिन बादल बरसात न होगी
ओ नादानों, ओ दीवानों
सुन लो हमारी बात
बिन बादल बरसात न होगी
ओ नादानों, ओ दीवानों
सुन लो हमारी बात
खुशियों पर ना फूलो
गम को तुम न भूलो
किरणों में ना झूलो,
झूठी है बहार
दुनिया है ये दुनिया इसमें
गम है खुशी के साथ
बिन बादल बरसात न होगी
ओ नादानों ओ दीवानो
सुन लो हमारी बात
मुस्काओ ना मन में
डुबोगे उलझन में
दुख भी है जीवन में
खुशियां है बेकार
दिन बीता तो नागिन बनके
आयेगी काली रात
बिन बादल बरसात ना होगी
ओ नादानों ओ दीवानो
सुन लो हमारी बात
सपना है फिर सपना
छोड़ो ये रंग अपना
उम्मीदें ना रखना
होगी इसमें हार
बीच डगर पे लुट जाएगी
सपनों की बारात
बिन बादल बरसात न होगी
ओ नादानों ओ दीवानो
सुन लो हमारी बात
बिन बादल बरसात न होगी
ओ नादानों ओ दीवानो
सुन लो हमारी बात
ગીતનો આ ભાગ નીચેની લીન્ક પર સાંભળી શકાશે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
