નિરંજન મહેતા

કિશોરકુમાર, એક અદ્વિતીય કલાકાર. ન કેવળ ગાયક પણ ગીતકાર, નિર્માતા. નિર્દેશક અને એક અદાકાર પણ. સ્વાભાવિક છે કે જે ફિલ્મોમાં તેમણે અદાકારી કરી હોય તે ફિલ્મમાં તેમના પર રચાયેલ ગીતો તેમણે ખુદ ગાયા હોય. પણ આ હકીકતમાં પણ અપવાદ છે અને તેવા ગીતો આ લેખમાં પ્રસ્તુત છે.

સૌ પ્રથમ છે ૧૯૫૪ની ફિલ્મ ‘નૌકરી’ ફિલ્મનું નીચેનું ગીત જે એકદમ પ્રખ્યાત છે.

छोटा सा घर होगा बादलों की छाँव में
आशा दीवानी मन में बंसुरी बजाये
हम ही हम चमकेंगे तारो के उस गाँव में
आँखों की रौशनी हर दम ये समझाये

કિશોરકુમાર સાથે છે શિલા રામાની.

આ જ ગીત એક પાર્શ્વગીત તરીકે આવે છે જે હેમંતકુમારના સ્વરમાં છે.

બંને ગીતના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે સલીલ ચૌધરીએ.

૧૯૫૬ની ફિલ્મ ‘ભાગમભાગ’ એક રમુજી ફિલ્મ છે જેનું આ ગીત એક નોકઝોક પ્રકારનું ગીત છે.

है हमें कोई ग़म है
तुम्हे कोई ग़म है
मोहब्बत कर जरा नहीं
दर किसे कल की खबर

ગીતમાં કિશોરકુમાર સાથે છે શશીકલા. અન્ય કલાકાર છે ભગવાનદાદા. ગાયકો છે રફીસાહેબ આશા ભોસલે.

આ ફિલ્મનું અન્ય ગીત છે જે એક પાર્ટી ગીત છે

ए बाबू ये है ज़माना तेरा
हे बाबू गा ले तू ख़ुशी का राग दुनिया है भागम भाग
ए बाबू ये है ज़माना तेरा
हे बाबू गा ले तू ख़ुशी का राग दुनिया है भागम भाग
ए बाबू ये है ज़माना तेरा

ગીતના કલાકરો છે કિશોરકુમાર અને ભગવાનદાદા જેમને સ્વર આપ્યો છે રફીસાહેબ અને કિશોરકુમારે.

બંને ગીતોના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત છે ઓ.પી.નય્યરનું.

૧૯૫૮ની ફિલ્મ ‘રાગીની’નું ગીત જે ધિક્કાર દર્શાવતું ગીત છે તે કિશોરકુમારનાં સ્વરમાં છે. નશામાં ધૂત કિશોરકુમાર એક નાટ્યગૃહમાં પ્રવેશે ત્યારે આ ગીત ગવાયું છે.

मुझको बार बार
मुझको बार बार याद न आ
बेवफा ओ बेवफा
मुझको बार बार याद न आ

સાથે છે પદ્મિની.

અન્ય ગીત છે જે કિશોરકુમારની વ્યથાને દર્શાવે છે.

मन मोरा बावरा
निष् दिन गाये गीत मिलन के
निष् दिन गाये गीत मिलन के
मन मोरा बावरा

આ ગીત માટે કિશોરકુમારને સ્વર આપ્યો છે રફીસાહેબે.

બંને ગીતના શબ્દો છે કમર જલાલાબાદીના અને સંગીત છે ઓ.પી. નય્યરનું.

૧૯૫૯ની ફિલ્મ ‘શરારત’નું ગીત છે જે રસ્તા પર ગવાયું છે

हम मतवाले नौजवान
मंजिलो के उजाले
लोग करे बदनामी
कैसे ये दुनिया वाले
करे भले हम
बुरे बने हर दम

સ્વર છે કિશોરકુમાર

બીજું ગીત એક ફિલસુફીભર્યું ગીત છે.

अजब है दास्ताँ तेरी ऐ ज़िन्दगी
कभी हँसा दिया रूला दिया कभी
अजब है दास्ताँ तेरी ऐ ज़िन्दगी
कभी हँसा दिया रूला दिया कभी

પથારીવશ મીનાકુમારીને ઉદ્દેશીને કિશોરકુમાર પર આ ગીત રચાયું છે પણ સ્વર છે રફીસાહેબનો.

બંને ગીતના ગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર છે શંકર જયકિસન

૧૯૬૦ની ફિલ્મ ‘બેવકૂફ’નું આ ગીત હેલનનું નૃત્યગીત છે જેમાં કિશોરકુમારનો સાથ છે પણ સ્વર છે મન્નાડેનો. સાથે છે આશા ભોસલેનો સ્વર.

धड़का दिल धक् से देखा है जबसे
मर गए हम तबसे तौबा तौबा हो

तौबा तौबा

 

અન્ય ગીત એક રમુજી ગીત છે

माइकल है तो साइकिल है
माइकल जो नहीं साइकिल भी नहीं
अरे माइकल है तो साइकिल है
माइकल जो नहीं साइकिल भी नहीं

 

दिल है तो दिलदार भी है
दिलदार नहीं तो दिल भी नहीं
दिल है तो दिलदार भी है
दिलदार नहीं तो दिल भी नहीं

કિશોરકુમાર અને અન્ય કલાકાર પર આ ગીત રચાયું છે જેને સ્વર આપ્યો છે કિશોરકુમાર અને આશા ભોસલેએ.

બંને ગીતના રચયિતા છે મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર છે સચિન દેવ બર્મન.

 

બને તેટલુ સંશોધન કર્યા બાદ આટલા ગીતોની નોંધ મળી છે. આશા છે રસિકોને તે પસંદ પડશે.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. +91 22 28339258/ 91 9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com