ધંધેકા ફંડા
ગતાંકમાં આપણે હવે પછી શું ?ની આપણી યાત્રામાં Think for yourself! – સાર્વભૌમ કાર્યસૂચિ – દબાણ હેઠળનાં અમલીકરણથી સ્વેચ્છાપૂર્વકનો અમલ પર આવીને અટક્યાં હતાં. હવે એ માર્ગે વિચાર કરવાનું શરૂ કરવાના ત્રીજા પડાવ વિશે વિચાર કરીએ ….
ઉત્પલ વૈશ્નવ
મોટાભાગના લોકોનું ધ્યાન સાધનો પર કેન્દ્રિત રહેતું હોય છે. તેઓ નવાં નવાં સોફ્ટવેર, ઉત્પાદકતા માટેનાં નવીનતમ હેક કે પછી ખોટાં નીવડેલાં કામોના કચરાને સાફ માટેની ઝડપી રીત જેવાં સાધનોની શોધમાં રહેતાં હોય છે. આ બધાં સપાટીના સ્તરનાં કાર્ય છે, જે ખરેખર શક્તિ ઉત્પન્ન કરતા માળખાકીય સ્તરોને નજરઅંદાજ કરતાં રહે છે,
સાર્વભૌમ વ્યૂહરચનાનો ગંજ (The Sovereign Strategy Stack) એ ખેલને ધારી દિશામાં દોરવણી કરવાની વ્યુહરચનાના બોર્ડનું વિવિધ સ્તરનું સ્થાપત્ય છે. તેનો આધાર એક જ , લાગણીહીન, કાયદા પર આધારિત છે: અંદર ® બહાર. તમારા સાધનો (બહાર)ને અપગ્રેડ કરતા પહેલા તમારે તમારી વિચારસરણી (અંદર)ને અપગ્રેડ કરવી આવશ્યક છે.

સ્ટેકનું સ્થાપત્ય:
સ્ટેક એક કેન્દ્રિય પ્રણાલી છે જ્યાં દરેક સ્તર તેની નીચેના સ્તરની અસરકારકતાનો ગુણાકાર કરે છે. જો તમે કોઈ સ્તર છોડી દો, તો તમે હેતુ સિદ્ધ કરવાની લાભદાયક સ્થિતિ પરની પકડ ગુમાવો છો.
સ્તર I: વ્યૂહાત્મક વિચારસરણી (પાયો)
આ સૌથી આંતરિક – હાર્દ સમાન – સ્તર છે. તે ફક્ત ઘટનાઓ જ નહીં, પણ ઘટનાઓ થવાનાં વલણને શોધવાની ક્ષમતા બક્ષે છે.
- નાભિ કેન્દ્ર: બીજા ક્રમની અસરોને સમજવી અને એ અસરો થવા લાગે તે પહેલાં ન ધારેલી બાબતોનું આયોજન કરી રાખવું.
- સ્થપતિની ચાલ: બજારમાં થઈ રહેલાં પરિવર્તનોના ઝુકાવ પર પ્રતિક્રિયા આપવાની જગ્યાએ અંતર્ગત રહેલી તંત્રવ્યવસ્થાનું ફેરઘડતર કરવાની પૂર્વતૈયારી તરફ તૈયાર રહેવું.
સ્તર II: અમલીકરણ પ્રયુક્તિઓ (કૃત્ય)
પ્રયુક્તિઓ વ્યૂહાત્મક આંતરસૂઝને નક્કર ચળવળમાં રૂપાંતરિત કરે છે.
- નાભિ કેન્દ્ર : સરળ, નજર સામે રહે એવાં કાર્યસિદ્ધિ કોષ્ટકો વડે પ્રગતિ પર નજર રાખતા રહેવું અને મહત્તમ અસર માટે સંસાધનોને ઈષ્ટતમ કરતાં રહેવું.
- સ્થપતિની ચાલ : “વ્યસ્તતા” ને અમલીકરણ સાથે ગુંચવાવા ન દેવું. જો પ્રયુક્તિ વ્યૂહાત્મક પ્રવાહને અનુરૂપ ન હોય, તો તે વ્યય છે.
સ્તર III: નિર્ણય માળખાં (ગળણું)
નિર્ણય પ્રક્રિયાનું માળખું જ્ઞાનનો ભાર બન્યા વિના માહિતી સામગ્રી એકઠી કરવા, નિર્ણય લેવા અને યોગ્ય રીતે સુસંગત ગોઠવણી કરવાનું શક્ય બનાવે છે.
- નાભિ કેન્દ્ર : માહિતી સામગ્રી, લોકો અને સમય વચ્ચેનાં ટપકાંઓને એવી રીતે જોડવાં જેથી આંતરસૂઝ અનેકગણી વધે.
- સ્થપતિની ચાલ: બાહ્ય વિચારની શક્તિ કેળવવી. આંતરસૂઝને સુગઠીત રાખવી જેથી વર્તમાનનો દરેક નિર્ણય ભવિષ્યના નિર્ણયને સરળ બનાવે.
સ્તર IV: ધ્યેયો, અમલ અને અનુકૂલન (પુનરાવર્તન)
આ સ્તર ખરેખર થયેલ પ્રગતિનું નિરીક્ષણ કરે છે અને જે અસરકારક નીવડેલ છે તેને નિશ્ચિત ધોરણ તરીકે પ્રમાણિત કરે છે.
- નાભિ કેન્દ્ર : બહુ જ સ્પષ્ટ ઉદ્દેશ્યો પ્રસ્થાપિત કરવા અને પરીક્ષણ, માપન અને અનુકૂલનનાં સમીક્ષા ચક્ર ત્વરિત સમયગાળામાં રહે એ મુજબ ગોઠવવાં.
- સ્થપતિની ચાલ : સફળ નીવડેલ ચાલને નિશ્ચિત ધોરણ તરીકે પ્રમાણિત કરવી; નિષ્ફળતાઓને લાગણીશીલ થયા વિના ઠીક કરવી, કે પછી દૂર કરવી.
સ્તર V: નેતૃત્વ માટેની માનસિકતા (સત્તા)
આ સૌથી બાહ્ય સ્તર છે જ્યાં વ્યૂહરચના જાહેર બને છે. આ તબક્કે વિચારસરણીઓનો મનમેળ અને આપસી ભરોસો મહત્વનાં છે.
- નાભિ કેન્દ્ર : પૂર્વધારણાઓને ચકાસતા પ્રશ્નો કરવા અને સ્પષ્ટ, વિગતવાર વૃતાન્તનાં સ્વરૂપે જણાવાયેલ દૃષ્ટિકોણની સાથે ટીમોને સાંકળવી.
- સ્થપતિની ચાલ: ઠંડા દિમાગ વડે ઘડેલ વિશ્વનીય વ્યૂહરચના ટીમને જણાવવી. જટિલ આંટીઘુંટીઓને બદલે સરળ અભિગમ અપનાવવો જેથી ટીમો એક સંગઠિત એકમ તરીકે આગળ વધે.
ગુણક નિયમ
તમારા નેતૃત્વની અસરકારકતા સીધી લીટીની સંખ્યા નથી; તે આ બધાં સ્તરોનો ગુણાકાર છે.
અંદર® બહાર: જો તમારી વ્યૂહાત્મક વિચારસરણી ખોખલી છે, તો તમારાં નેતૃત્વની માનસિકતા નર્યો ઘોંઘાટ છે. જો તમારા નિર્ણય માળખા તૂટી પડ્યાં છે, તો તમારું અમલીકરણ ફક્ત તીવ્ર વેગ ધરાવતું, પરંતુ, લક્ષ્યહીન તીર છે.
વ્યૂહરચનાનું ઓડિટ :: સ્ટેકની ખામીઓ દૂર કરવી
જ્યારે કોઈ પ્રોજેક્ટ અટકી જાય અથવા કોઈ સાહસ નિષ્ફળ જાય છે, ત્યારે આર્કિટેક્ટ નવા સાધનો શોધતો નથી; તે સૌ પહેલાં તો સ્ટેકની ખામીઓ દૂર કરે છે.
| લક્ષણ | સંભવિત માળખાકીય નિષ્ફળતા |
| ઊંઘતાં ઝડપાવું | સ્તર Iની નિષ્ફળતા દ્વારા પકડાયેલ: ઘટનાઓનાં વલણને બદલે એક એક ઘટના પર ધ્યાન કેન્દ્રિત કરો. |
| ઉચ્ચ કક્ષાના પ્રયાસ, ખાલીખમ કાર્યસિદ્ધિ કોષ્ટક | સ્તર IIની નિષ્ફળતા: કાર્યસિદ્ધિ કોષ્ટક સાથે અસંગત થયેલ પ્રયુક્તિઓ. |
| પુનરાવર્તિત ભૂલો | સ્તર IIIની નિષ્ફળતા: ગુણક કક્ષાના નિર્ણય માળખાનો અભાવ. |
| જડ/બરડ વ્યૂહરચના | સ્તર IVની નિષ્ફળતા: વાસ્તવિક-જાહેર માહિતી સામગ્રી સાથે અનુકૂલન કરવામાં અસમર્થતા. |
| ટીમનું વિખરાયેલાં રહેવું | સ્તર Vની નિષ્ફળતા: સ્પષ્ટ, વિગતવાર વૃતાન્ત અને દીર્ઘદૃષ્ટિ વચ્ચે એકરાગનો અભાવ. |
આ સ્ટેકનો ઉપયોગ કેવી રીતે કરવો
૧. સૌથી નબળા સ્તરને ઓળખો: જ્યાંથી તમને બહુ સહેલું લાગે ત્યાંથી શરૂઆત કરશો નહીં. સ્ટેકનું ઑડિટ કરો અને એ સ્તર શોધો જે હાલમાં સૌથી વધુ લાભદાયક પરિસ્થિતિને નુકસાન પહોંચાડી રહેલ છે.
૨. એક ઊચ્ચ સ્તરની ડિઝાઇન કરો: તે સ્તર માટે એક ચોક્કસ ઉચ્ચ કક્ષા પસંદ કરો (દા.ત., નવું નિર્ણય ફ્રેમવર્ક અથવા વધુ આક્રમક ધ્યેય નક્કી કરવાનાં પુનરાવર્તન ચક્ર).
૩. ચાલ ચાલ્યા પછીની સ્થિતિની સમીક્ષા કરો: દરેક મુખ્ય નિર્ણય અથવા વ્યુહરચનાની ચાલ પછી, સ્ટેકની સમીક્ષા કરો કે કયું સ્તર નિષ્ફળ ગયું કે સફળ થયું.
ધ્યેય વધુ સાધનો રાખવાનું નથી. ધ્યેય બોર્ડને અંદરથી બહારથી દોરી જવાનું છે.
આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me વીજાણુ સરનામે થઇ શકે છે.
