દેવિકા રાહુલ ધ્રુવ

‘આઝાદી’ શબ્દની સાથે જ ભારત સ્વતંત્ર થયા પહેલાંનાં ઈતિહાસનાં વાંચેલાં પાનાંઓ નજર સામે ફરફરે છે તો વડિલોના મુખેથી સાંભળેલ કારમા દૄશ્યો પણ ખડાં થાય છે. આઝાદી પછીના ચઢાવ ઉતરાવના તો આપણે પણ સાક્ષી છીએ. એ વિશે ઘણું બધું કહી શકાય. પણ ગૌરવની વાત તો એ છે કે વિશ્વભરમાં, વિવિધ ક્ષેત્રે, વિવિધ રીતે પ્રગતિ કરીને ભારતીયોએ દેશનું નામ રોશન કર્યું છે. અને એ જ સાચો ઉત્સવ છે.

પ્લસ અને માઈનસ તો બધે જ છે, બધામાં જ છે. આમ છતાં આ એક હકીકત છે કે, વિદેશમાંરહેતા અમારા જેવા મૂળ ભારતીયો,સમયનેઅભાવેભલેપીઝા, પીટાકેનાનથીટેવાયાં હોઈએ,ભલે ‘ જેવોદેશતેવોવેશ ’ એન્યાયેપહેરવેશમાંફેરફારકર્યોહોય, પણપ્રત્યેક ભારતીય વ્યક્તિ વતનનીપ્યાસીછે.  પરદેશમાં પણ આજની ઊગતી પેઢીની સાથે રહીને ભારતનાં દરેકતહેવારોમસ્તીથીઉજવેછે. હિંદુસ્તાનનીવાનગીઓમનભરીનેમાણેછે. હા, નવોસમયછે, નવીપાંખછે, નવાઉમંગોછે, નવોમલકાટછે. એટલેરીતોપણ નવી છે, પણકર્મભૂમિનાઆદરસાથેપણદિલતોમાતૃભૂમિને જ નમે છે.

આજે જ્યારે ઠેર ઠેર આઝાદીની ઉજવણી થઈ રહી છે ત્યારે આ ‘આઝાદી’ની પહેલાં અને પછી પણ કુરબાની આપેલ વીરોને તો કેમ ભૂલાય?

એ તમામ શહીદોની યાદમાં પ્રસ્તુત છેઃ

‘ મેરે વતનકે લોગ’ ના નારા, ઊઠ્યા આજે ફરી,
કુરબાની ને શહીદીના, સૂરો ગુંજ્યા આજે ફરી.

રુધિરથી લથબથ થતી લાશો નજર સામે ફરી,
કંકુ લુછાતાં, હાથનાં કંકણ તૂટ્યાં આજે ફરી.

પોતા થકી ગોળી ઝીલી, બીડેલ લોચનની છબી
એ યાદના પડદા હલી, ભીંતે ધ્રૂજ્યા આજે ફરી.

વર્ષો જૂની એ વીરતાને પૂછતી રંગીન ધજા,
ક્યાં કોણ છે આઝાદ? સો પ્રશ્નો ફૂટ્યા આજે ફરી.

રાતો ગઈ, વાતો રહી, જાગો નમો સૌ સાથમાં,
ઝંડા થકી સંદેશ લઈ, સાચું નમ્યાં આજે ફરી.

— આઝાદીના આ પર્વના ગર્વ સાથે સૌ દેશપ્રેમીઓને

જયહિંદ.


Devika Dhruva.
ddhruva1948@yahoo.com