આદિમુદ્રિત ગ્રંથવૈભવ
નડિયાદમાં આવેલા અનન્ય સાહિત્યતીર્થ ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’માં ઓગણીસમી-વીસમી સદીનાં, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષાનાં, આશરે સવાસો વર્ષ જૂનાં અઢી હજાર જેટલાં પુસ્તકો અહીં સૂચિબદ્ધ રીતે ગોઠવાયેલાં છે, આ તમામ પુસ્તકો અને સામયિકોનું ડિજિટાઈઝેશન દિલ્હીના ‘રેખ્તા ફાઉન્ડેશન’ના સહયોગમાં થઈ રહ્યું છે. આ પુસ્તકો વેબસાઈટ પર તબક્કાવાર સુલભ બનાવાઈ રહ્યાં છે. આ આદિમુદ્રિત ગ્રંથો પૈકીનાં ગુજરાતી પુસ્તકોનો સંક્ષિપ્ત પરિચય લખાયેલો છે, જેમાં જે તે પુસ્તકની સ્થૂળ વિગતો અને સામગ્રીનો અંદાજ આવી શકે છે. આ પરિચય ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં બેસીને, એ પુસ્તકોનાં પાનાં ફેરવીને લખાયેલો છે.
‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’ વિશેનો પરિચય લેખ આ લીન્ક પર વાંચી શકાશે.
https://webgurjari.com/2025/12/15/vintage-classic-lierature-preface/
બીરેન કોઠારી

પુસ્તક ક્રમાંક: વ ૧
પુસ્તકનું નામ: બેતરીતી
બનાવનાર: મંનસુખ (મંનચેરજી શાપુરજી લંગડાનાં)
છાપનાર: હોરમજજી દાદાભાઈ પરીંટર, જામે જમશેદ છાપાખાનું
પ્રકાશન વર્ષ: ૧૮૬૦
કિંમત: એક રૂપિઓ
પૃષ્ઠસંખ્યા: ૯૧
વિગત: પુસ્તકના ઉઘડતા પાને લખ્યું છે ‘બેતરીતી’ ઈઆને ‘પારસી ગુજરાતી ભાશા મધેનાં કવેતોની એબારત વાંચવા તથા લખવા અને સમજવાનાં કાએદા અને રીતોનો ખોલાસો ઈતીઆદી’. આ પુસ્તકના કુલ પાંચ ‘બાબ’ (ભાગ) છે, જેમાં વિવિધ પ્રકરણો છે. ભાષા એકદમ પારસી ગુજરાતી છે અને જોડાક્ષરો નહીંવત છે.
આ પુસ્તક નીચેની લીન્ક પર વાંચી શકાશે.
https://rekhtagujarati.org/ebooks/mancherji-sapurji-langdana-ebooks-1
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી
