દેવિકા ધ્રુવ
શ્લોકઃ
सत्यं ब्रूयात् प्रियं ब्रूयात् न ब्रूयात् सत्यमप्रियम् ।
प्रियं च नानृतं ब्रूयात् एष धर्मस्सनातनः ॥
સમાસ વિભાજન અને શબ્દશ: ગુજરાતી અર્થ
सत्यं=સાચું, સત્ય, ब्रूयात्= બોલવું જોઈએ. प्रियं= પ્રિય,ગમતું, ब्रूयात्= બોલવું જોઈએ. न=ન, નહિ, ब्रूयात्=બોલવું. सत्यमप्रियम्-सत्यम्+अप्रियम्=અપ્રિય સાચું.
प्रियं=પ્રિય च=અને नानृतं=न+अनृतं, न=નહિ +अनृतं=સાચું નથી તે, જૂઠું, ब्रूयात्=બોલવું, एष=એ જ, धर्मस्सनातनः=धर्म:+सनातनः धर्म=ધર્મ, सनातनः=સાચો.
શ્લોકનું ગુજરાતી ભાષાંતરઃ
સાચું અને પ્રિય (રીતે) બોલવું. અપ્રિય (રીતે) સત્ય ન બોલવું.
પ્રિય અને જૂઠ્ઠું ન બોલવું. એ જ સનાતન ધર્મ છે.
વિચારવિસ્તારઃ
આ શ્લોકમાં શું બોલવું અને કેવું, કેવી રીતે બોલવું, શું ન બોલવું એની મર્મભરી સમજણ આપી છે.
(૧) એક તો સાચું અને પ્રિય બોલવું. એમ પણ કહી શકાય કે, સાચી વાત સારી રીતે કહેવી.
(૨) અપ્રિય સત્ય ન બોલવું. એટલે કે, કોઈને ગમે તો જ અને તે રીતે સત્ય બોલવું.
(૩) પ્રિય બોલવું પણ જૂઠ્ઠું પ્રિય ન બોલવું. કારણ કે, એ જ સાચો અને સદાનો ધર્મ છે.
Sanskrit shlok in English scriptઃ
Satyam Bruyat, Priyam Bruyat, Na Bruyat Satyam Apriyam,
priyaṃ cha naanrutam bruyaat esh dharmassanaatanaḥ.
Word to word meaning in Englis:
Satyam= Truth, Bruyat= to speak.; Priyam=Pleasant, Bruyat=to speak; Na= not, Bruyat=to speak. Satyam=Truth, Apriyam= Not pleasant
priyaṃ= pleasant, good one, cha= and, naanrutam= Na+ anrutam= Na=not, anrutam=not truth= bruyaat=to speak, esh=That is. Dharmassanaatana=dharmaaha+sanaatanam Dharmaha= religion, sanaatan= Forever,eternal.
Translation in Englishઃ
“Speak the truth; speak it in a pleasant manner.
Do not speak the truth in an unpleasant way, nor speak an untruth even if it is pleasant.
This is the eternal dharma.”
Devika Dhruva.
ddhruva1948@yahoo.com
http://devikadhruva.wordpress.com
