લતા હિરાણી
એક હતું મોટું જંગલ. એમાં જાતજાતનાં પ્રાણીઓ રહે. છેક ગીચ જંગલમાં હાથીનું કુટુંબ વસે. મમ્મી હાથી, પપ્પા હાથી અને બેબી હાથી. બેબી હાથીનું નામ બબલુ.
બબલુ એક વાર ફરતાં ફરતાં સિંહરાજાના લગ્નમાં જઈ ચડ્યો. ત્યાં તો જોયું બધા નાચે ! સિંહ નાચે, વાઘ નાચે, સાપ નાચે, શિયાળ અને વરુયે નાચે. વાંદરા તો એય મસ્તીથી ખૂબ નાચે. બધા લગ્નની પાર્ટીમાં આવ્યાં હતાં એટલે કોઈને બીક નહોતી..
બબલુને થયું ચાલ હું યે નાચું. એણે તો પોતાનો પગ ઊંચો કર્યો પણ માથું ! ત્યાં તો લટકે આવડી મોટી સૂંઢ.. આડી જ આવે. એક તો ભારે શરીર ને વળી આવડી મોટી સૂંઢ…એણે બહુ ટ્રાય કરી પણ સૂંઢને લીધે માથું ડોલાવવાની મજા જ ના આવે ! નીચી મૂંડી રાખીને નાચવાની થોડી મજા આવે !!
બબલુ પોતાના ઘરે જતો રહ્યો. મમ્મી કહે,
બબલુએ બધી વાત કરી.
મમ્મી હસવા માંડી, “આટલા માટે તું રડે છે ! વેરી બેડ બેટા. સૂંઢ તો આપણી શાન છે. આ તો ભગવાને આપણને સ્પેશ્યલ ગીફ્ટ આપી છે. તું કેવો સરસ લાગે છે દીકરા !”
”પણ મારાથી ડાન્સ નથી થતો, એનું શું ?”
”જો બેટા, ડાન્સ કરવા માટે બસ ઇચ્છા જોઈએ. તારે નાચવું છે ને! તારું મન હોય તો તું નાચી જ શકીશ..જો, પહાડીની પાસે એક મોટા વડદાદા છે. એની પાસે જા. એ તને કહેશે કેમ કરવું.”
બબલુ દોડતો દોડતો વડદાદા પાસે ગયો.
“કેમ આમ વીલું મોં છે બબલુ ?”
”વડદાદા, બધા ડાન્સ કરે છે ને મારાથી ડાન્સ નથી થતો. આ સૂંઢ આડી આવે છે.”
”અરે ગાંડા બબલુ, આપણી ઇચ્છા હોય ને તો કંઈ આડું ન આવે. પહેલાં આ તારી રોતી સુરત બદલ જોઉં. મને રડતા બાળકો ન ગમે. તારી તાકાત તો રડવામાં વપરાઈ જાય પછી તું શું કરી શકે ?”
બબલુએ હસવા ટ્રાય કરી.
”જો, આ પાંદડા અને ડાળીને પૂછ કે ડાન્સ કેમ કરાય!”
પાંદડુ કહે, “એમ તો વડદાદાએ અમારા પગ પકડી રાખ્યા છે કેમ કે અમે પડી ન જઈએ. તોયે અમે ડાન્સ તો કરીએ જ..”
ડાળી કહે, “ભલેને વડદાદા અમને પકડી રાખે. પણ જેવા પવન અંકલ આવે ને અમે મસ્તીથી ડાન્સ કરવા માંડીએ.”
બબલુ આશ્ચર્યથી જોઈ રહ્યો.
ડાળી કહે, “તને કોઈ ગીત આવડે છે ? બબલુએ સૂંઢ હલાવી.
”બોલ, કયું ગીત આવડે છે? ગા જોઈએ”
”મારી મમ્મીએ શીખવાડ્યું છે.” કહેતાં બબલુએ શરુ કર્યું,
બબલુએ નાચવાની ટ્રાય કરી.
”એમ નહીં એકદમ મસ્તીથી.. તારી સૂંઢ પણ નાચશે” વડાદાદાએ તાળી આપી તાલ પુરાવ્યો..
બબલુ એકદમ ખુશ.. એણે જેવું આવડે એવું નાચવાનું શરુ કર્યું અને બધી ડાળીઓ, પાંદડા એમાં જોડાયા.
પપ્પા કહે, ”જોયું, થોડી હિંમત કરી નાખી તો કેવી મજા પડી.. હવે તને સૂંઢ ક્યાં નડે છે ? ખરું ને ?”
મમ્મી કહે, “આપણે જે ધારીએ એ કરી જ શકીએ.. સૂંઢ તો શું કંઈ ન નડે..”
અને બધા પ્રાણીઓ હાથમાં હાથ પકડીને બબલુની સાથે નાચવા લાગ્યા..
લતા હિરાણી * એક હતી વાર્તા (બાળવાર્તાસંગ્રહમાંથી) * સ્વયં પ્રકાશન ૨૦૨૧
