દેવિકા ધ્રુવ

મારે મનને મંદિરિયે, રૂમઝુમ રૂમઝુમ તું ફરે,
મારે પગને ઝાંઝરિયે, છુમછુમ છુમછુમ તું ફરે.

મા જ્ઞાતા છે સર્વકાલ,
આ દિલડું છે અણજાણ,
રહી મુજમાં તું ક્ષણભર,
પ્રાર્થી લે તને ઘડીભર.
હરપલ ઝંખુ હું સહાય, નિકટ રહેજે તું  સદાય…..મારે મનને મંદિરેયે….

મારે અંતર આકાશે,
ખુશીના પંખી ઊડે,
મારે આતમ આવાસે,
તાળી લઈ રાસ રમે.
મારે આંગણ નવ નવરાત, ખેલે સહુ પૂનમ રાત…મારે મનને મંદિરિયે


સુશ્રી દેવિકાબેન ઘ્રુવનાં સંપર્ક સૂત્રો
ઇ-મેલ ddhruva1948@yahoo.com