
નીતિન વ્યાસ
રાત્રી ના બીજા પ્રહરમાં ગવાતા રાગ ખમાજ માં ખયાલી ગાયકી હોતી નથી, ઘણી કર્ણપ્રિય ઠૂમરી રાગ ખમાજ માં સાંભળવા મળે છે. તેમાં કોમળ તેમ જ શુદ્ધ નિષાદનો પ્રયોગ થાય છે. તે સિવાય સર્વ શુદ્ધ સ્વરો છે. તેમાં આરોહે રિખબ વર્જ્ય છે. તેનો વાદી સ્વર ગાંધાર અને સંવાદી સ્વર નિષાદ છે. તેમાં કેટલેક સ્થળે તિલંગ અને બિહાગનો ભાસ થાય છે. ગાંધીજી નું પ્રિય ભજન “વૈષ્ણવજન” આજ રાગમાં ગવાય છે.
રાગ ખમાજ માં એક પરંપરાગત રીતે ગવાતી ઠૂમરી, સરળ શબ્દો, “આન મિલો સજના”:
આન મિલો સજના
અખિયો મેં ના આયે નીંદિયા
મોહે ના ભાયે કાજલ બિંદિયા
સુના પડા અંગના
સુના પડા અંગના રે …..
અબ આન મિલો સજના
ચંદા આયે, તારે આયે
આને વાલે સારે આયે….
આયે તુમ્હી સંગના
અબ આન મિલો સજના….
બીતી જાયે યું હી ઉમરીયા
કિસ રંગ સે અબ રંગુ ચુનરિયા
ભાયે ન કોઈ રંગના
ભાયે ન કોઈ રંગના…રે
અબ આન મિલો સજના….
– કવિ શ્રી આનંદ બક્ષી
શરૂઆતમાં માણીએ – ઘરના ઓટલા પર મહેફિલ જામી હોય, કોઈ પેટી વગાડતું હોય, સાથમાં એકાદ જણ ઢોલક પર અને નિજાનંદમાં મસ્તીથી ગાવાનું બજાવવાનું ચાલતું હોય ત્યારે બધું ભુલી જવાય. આ ક્લિપ છે અલ્લાહાબાદ / પ્રયાગરાજ માં જામેલી આવી એક બેઠકની:
કલાકારના નામ છે શ્રી કૃષ્ણદેવ, અર્જુન શુક્લ, રામરાજ અને અવધ રાજ ગુપ્તા.
જ્યારે આવી લોકપ્રિય ઠૂમરી ફિલ્મમાં આવે છે ત્યારે રાગ અને મુખડા ના શબ્દો એજ રહે છે, પણ અંતરામાં શબ્દોમાં અનુરૂપ ફેરફાર કરવામાં આવે છે અને ત્યાર બાદ કવિ તરીકે ફિલ્મમાં જે ગીતકાર હોય તેનું નામ જોડવામાં આવે છે. ફિલ્મ “ગદ્દાર” માં આ ઠૂમરી આવી ત્યારથી ગીતકાર શ્રી આનંદ બક્ષીનું નામ જોડવા માં આવ્યું છે.
૧૯૪૭ માં થયેલા દેશના વિભાજન સમયે એક મુસ્લિમ યુવતી અને એક યુવાન સરદાર (શીખ) ની પ્રેમકથા પર આધારિત ફિલ્મ “ગદ્દાર” નું એક સબળ પાસું એ તેનું નું સંગીત હતું. લોકગીત અને ભારતીય શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીતો બહુ લોકપ્રિય થયેલા. પ્રખ્યાત વાયોલિનવાદક સંગીત શિરોમણી શ્રી ઉત્તમ સિંહ સંગીતકાર સાથે શ્રી અજય ચક્રવર્તી અને બેગમ શ્રી પરવીન સુલતાના ત્રિપુટીએ ઘણું યાદગાર સંગીત આ ફિલ્મમાં પીરસ્યું છે.
ફિલ્મ ગદ્દાર ના દિર્ગદર્શક શ્રી અનિલ શર્મા એ કથ્થક ગુરુ શ્રી બીરજુ મહારાજને નૃત્ય નિર્દેશન માટે સમ્પર્ક કરેલો. પણ નાદુરસ્ત તબિયતને કારણે બીરજુજી અસ્વીકાર કર્યો હતો..
આ ગીતની ફિલ્મ માં રજૂઆત એક અગત્યના દ્રશ્યમાં પાર્શ્વમાં આ ગીત શરુ થાય છે. પહેલા પંડિત શ્રી અજય ચક્રવર્તી ના અવાજમાં અને ત્યાર બાદ શ્રી પરવીન સુલતાના ના કંઠે સંભળાય છે.
પંડિત અજય ચક્રવર્તી આ સંગીત રચના બાબત
એક યુવાન પ્રતિભાશાળી સંગીતકાર અને ગાયક શ્રી પૃથ્વી ગાંધર્વ
જયપુર ના પ્રખ્યાત ઠુમરી અને ગઝલ ગાયક શ્રી સંવરમલ કથક
સાલ 2018 કાર્યક્રમ Indian Idol 10, કલકત્તાના શ્રી સૌમ્ય ચક્રવર્તી ની એક લાજવાબ પેશકશ
મધુબાની, બિહારની સુપ્રસિદ્ધ ગાયિકા શ્રી મૈથિલી ઠાકુર
પંડિત એ. કાનનની શિષ્યા, કલકત્તાનાં શ્રી મૌમિતા મિત્રા
શ્રી આનંદ મોહન પાંડે અને ચંદન સિંહ
શ્રી શાલિની સિંહા
અદાકારા અને ગાયિકા શ્રી સારિકા સિંહ
ઠૂમરી ગાયિકા શ્રી મીનળ જૈન
સુમધુર ગાયિકા શ્રી પ્રતિભા વશિષ્ઠ
દહેરાદૂન નિવાસી ગાયક શ્રી હિમાંશુ દામોર
પાર્શ્વ ગાયિકા શ્રી શીખI જોશી
મંદિરા કથ્થક ગ્રુપ કલાકાર મંદિરા પાલ અને તંદ્રાની બોઝ
નૃત્યાંગના શ્રી મૈત્રી મીદિયા
કથ્થક નૃત્યાંગના શ્રી શાલુ શ્રીવાસ્તવ
પંડિત શ્રી બિરજુ મહારાજની નૃત્ય શાળાની વિદ્યાર્થીનીઓ
ગાયન અને પિયાનો શ્રી અમિત ડે, નૃત્યાંગના શ્રી અતિત્રિ કુંડું
એક આડ વાત:

આ ચિત્રને જોતાં એક લય – Rhythm નો ભાવ આવે છે, અશ્વ ની આંખ અને ઊડતી કેશવાળી સાથે તેના પર સ્વાર કિશોર નાં મોઢા પર દેખાતી ચપળતા ચિત્રને આકર્ષક બનાવે છે. મૂળ કેનવાસ પરનાં આ ચિત્રની સાઈઝ અને કઈ આર્ટ ગેલેરીમાં જોવા મળે તેની માહિતી નથી.પણ ઝીણવટ થી જોશો તો અંગ્રેજી જેને jigsaw puzzle કહે છે તેના નાના નાના ટુકડા – લાદીઓ જોવા મળશે. ૧૮” x ૨૪”ની સાઈઝનું બોર્ડ અને તેના પર આવી ૫૦૦ નાની નાની લાદીઓ જોડો અને આખું ચિત્ર બનાવો.
૨૫મી ડિસેમ્બર ૨૦૨૨થી મને કોરોના થયો એટલે દાક્તરી સલાહ મુજબ દવાની સાથે એકાંતવાસ શરુ થયો. એક શુભચિંતક મિત્રભાવે એક puzzle નું બોક્સ ઘર આંગણે મૂકી ગયો. ચિત્ર પૂરું થતાં દિવસો લાગ્યા. તે સમયમાં કોરોના ગાયબ !!!!
શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક ndvyas2@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
very nice
LikeLike
Very very good as always.
LikeLike
Excellent Bahen.
Jigshaw is my favourite passtime.
My site is JigZone.com
LikeLike
Excellent Bahen.
Pt. Ajay Chakraworty ano Jigshaw puzzles both are my favourite.
My favourite site for puzzles is JigZone.com
LikeLike
શ્રી સરયુબેન, શ્રી દેવિકીબ્ન અને શ્રી ઝવેરીસાહેબ , મને પાનો ચડાવતા આપના પ્રતિભાનો બદલ આભાર. મને તે વાંચવા ગમે છે.
LikeLike
ખુબ સરસ સંકલન. આપની આ મહેનત અને પ્રયાસ ને અનુરૂપ મારો પ્રતિસાદ કદાચ નહિ હોય તો પણ આ પ્રતિસાદ ને હૃદય થી કર્યો છે તેમ માનશો.
LikeLike
Respected Dilipbhai, Thank you very much for your very encouraging response.
LikeLike