આદિમુદ્રિત ગ્રંથવૈભવ
નડિયાદમાં આવેલા અનન્ય સાહિત્યતીર્થ ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’માં ઓગણીસમી-વીસમી સદીનાં, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષાનાં, આશરે સવાસો વર્ષ જૂનાં અઢી હજાર જેટલાં પુસ્તકો અહીં સૂચિબદ્ધ રીતે ગોઠવાયેલાં છે, આ તમામ પુસ્તકો અને સામયિકોનું ડિજિટાઈઝેશન દિલ્હીના ‘રેખ્તા ફાઉન્ડેશન’ના સહયોગમાં થઈ રહ્યું છે. આ પુસ્તકો વેબસાઈટ પર તબક્કાવાર સુલભ બનાવાઈ રહ્યાં છે. આ આદિમુદ્રિત ગ્રંથો પૈકીનાં ગુજરાતી પુસ્તકોનો સંક્ષિપ્ત પરિચય લખાયેલો છે, જેમાં જે તે પુસ્તકની સ્થૂળ વિગતો અને સામગ્રીનો અંદાજ આવી શકે છે. આ પરિચય ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં બેસીને, એ પુસ્તકોનાં પાનાં ફેરવીને લખાયેલો છે.
‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’ વિશેનો પરિચય લેખ આ લીન્ક પર વાંચી શકાશે.
https://webgurjari.com/2025/12/15/vintage-classic-lierature-preface/
બીરેન કોઠારી

પુસ્તક ક્રમાંક: ત ૨૯/ ૦૧૬૯૬
પુસ્તકનું નામ: છોટમકાવ્ય (વડોદરાનિવાસી કવિશ્રી છોટમલાલ બળદેવજીકૃત)
સંશોધી પ્રસિદ્ધકર્તા: કહાનજી ધર્મસિંહ
છાપનાર: ‘સાક્ષર સહાયક પ્ર.પ્ર. પ્રિંટિંગ પ્રેસ’, મુંબઈ
પ્રકાશન વર્ષ: ઈ.સ.૧૮૯૭
કિંમત: આઠ આના
પૃષ્ઠસંખ્યા: ૭૬
વિગત: કવિ છોટમનાં કુલ ૯૭ કાવ્યોને આ પુસ્તકમાં સમાવવામાં આવેલા છે. આ કાવ્યોને કુલ છ વિભાગમાં વિભાજીત કરાયાં છે: શ્રીશિવ-શક્તિની સ્તુતિ, શ્રીકૃષ્ણકીર્તન, ભક્તિપ્રબોધ, પ્રભુપ્રાર્થના, ભક્તિ-વૈરાગ્ય-જ્ઞાન તેમજ પ્રેમ-ભક્તિ (શૃંગાર) ઈ.
પુસ્તકના અંતે કહાનજી ધર્મસિંહનાં ‘અત્યુત્તમ નવનવીન ગ્રન્થો’ની યાદી તેમજ સંક્ષિપ્ત પરિચય મૂકવામાં આવ્યાં છે.
આ પુસ્તક નીચેની લીન્ક પર વાંચી શકાશે.
https://rekhtagujarati.org/ebooks/chhotamkavya-ebooks
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી
