વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

વિવિધ વિષયોના લેખો

અઢાર પુરાણોનાં ઉપપુરાણો કયાં કયાં છે?

રામાયણ – સંશોધકની નજરે

પૂર્વી મોદી મલકાણ

ક્યા ક્યાં પુરાણોમાં કેટલા શ્લોક છે અને આ શ્લોકમાં કેટલા મંત્રો છે તે વિષે જાણ્યાં બાદ હવે એ જોઈએ કે આ અઢાર પુરાણોનાં ઉપપુરાણો ક્યા ક્યા છે.

ઉપપુરાણોની સંખ્યા:-

1. દેવીપુરાણ ભાગવત *

2. બૃહદ વાયુપુરાણ *

3. સનતકુમારા નૃસિંહ પુરાણ *

4. બૃહદ નારદીય પુરાણ *

5. દુર્વાસય પુરાણ *

6. શિવ ધર્મોત્તર *

7. કપિલ પુરાણ *

8. માનવ પુરાણ *

9. ઉષનસ્ પુરાણ *

10. વરુણ પુરાણ *

11. આદિત્ય પુરાણ *

12. કાલિકા પુરાણ *

13. સામ્બ પુરાણ *

14. નંદીકેશ્વર પુરાણ *

15. સૌર પુરાણ *

16. પરાશર પુરાણ *

17. માહેશ્વર પુરાણ *

18. વશિષ્ઠ પુરાણ *

19. ભાર્ગવ પુરાણ *

20. આદી પુરાણ *

21. મુદલ પુરાણ

22. કલ્કિ પુરાણ *

23. મહાભારત પુરાણ *

24. બૃહદધર્મોત્તર પુરાણ *

25. પરાનંદ પુરાણ *

26. પશુપતિ પુરાણ *

27. હરિવંશ પુરાણ *

પુરાણો અને ઉપપુરાણો વિષે જાણ્યાં પછી હવે જાણીએ કે પુરાણોનાં પ્રાગટ્યની શી વ્યાખ્યા છે.

પુરાણોનું પ્રાગટ્યની વ્યાખ્યા:- પુરાણોનાં પ્રાગટ્ય વિશેનો પહેલો મત કહે છે કે, કર્મકાંડ ( વેદ ) થી જ્ઞાન ( ઉપનિષદ ) તરફની વિકાસની પ્રક્રિયામાં બહુદેવવાદ અને નિર્ગુણ બ્રહ્મની સ્વરૂપાત્ત્મક વ્યાખ્યા આવી. જેથી કરીને ધીરે ધીરે ભારતીય માનસ અવતારવાદ યા સગુણ ભક્તિથી પ્રેરિત થયો અને તેને કારણે પુરાણોનું પ્રાગટ્ય થયું. હવે આ મતમતાંતરમાંથી બહાર આવીને જાણીએ કે આચાર્યોએ પુરાણોનો ઉલ્લેખ શી રીતે કર્યો છે તે વિષે જોઈએ.

આચાર્યો દ્વારા પુરાણોનો ઉલ્લેખ:- આચાર્ય યાસ્ક અનુસાર પુરાણની વ્યુત્પતિ સંસ્કૃત વાક્ય “पुरा नवं भवति“ માંથી થયો છે. આ વાક્ય અર્થ થાય થાય છે જે પ્રાચીન હોવા છતાં નવીન છે તે. “નવીન” આ અર્થમાં પુરાણના સમયમાં થતી યતિની સાથે સાથે નવી વાતોનો ય સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ પુરાતનકાળ થી લઈ આજનાં પોતાનાં સમયનો આખા ઇતિહાસ અને અતીતના પ્રસંગોને પોતાની ભીતર રાખી આગળ વધતાં પુરાણની આ લાંબી અવધિ એ અભ્યાસુઓ માટે વિશ્વકોષ બને છે. મહાવ્યાકરણ શાસ્ત્રી પાણિનિ અનુસાર પુરાણ શબ્દની ઉત્પતિ એ “पुरा भवं “ શબ્દમાંથી થઈ છે. આ શબ્દનો અર્થ પ્રાચીન સમયમાં “જે થયેલું” તેવો થાય છે. પાણિનિ સૂત્ર ४, ३, २३ માં “सायं चिरं प्राह्र्र्गे-प्रगेडव्ययेभ्यष्टयु टुलौ तुट् च એમ ઉચ્ચારતાં કહ્યું છે કે, પુરા શબ્દથી ટ્યુ પ્રત્યય થાય છે ત્યારે तुट् શબ્દનાં આગમનથી પુરાતન શબ્દ બને છે. આ નવો શબ્દ બનાવ્યાં છતાં યે મહર્ષિ પાણિનિએ પોતાનાં અન્ય બે સૂત્ર “पूर्वकालैक -सर्व -जरत्-पुराण नव केवला समानाधिकरणेन ( २, १, ४६ ) માં અને पुराणप्रोकतेषु ब्राह्मणकल्पेषु ( ४,३, १०५ )“ માં અને શબ્દपुराभवम् કહી પુરાણ શબ્દનો પ્રયોગ કર્યો છે. ભગવન પાણિનીના દ્વારા ઉચ્ચારેલ આ શબ્દને કારણે એ વાત પ્રત્યક્ષ થાય છે કે પુરાણ શબ્દ એ ખરેખર ઐતિહાસિક શબ્દ છે જે પોતાનાં ત્રણ અક્ષરમાં અનંતકાળના યુગને લઈને ચાલે છે. મહર્ષિ વાત્સાયને પોતાનાં ગ્રંથ ન્યાય ભાષ્યનાં ૪,૧, ૬૧ માં ઇતિહાસ અને પુરાણનો સ્વીકાર કરતાં ( “लोकवृत्तमितिहासपुराणस्य विषयः। इतिहासपुराणानि भिद्यन्ते लोकगौरवात् ।“ ) બે વાક્ય દર્શાવેલ છે.

પુરાણોમાં પુરાણનો ઉલ્લેખ:- આતો જે તે સમયનાં વિદ્વાનોની વાત થઈ, પણ ખુદ પુરાણોએ પોતાનાં આ શબ્દની વ્યાખ્યા આપી છે. દા.ખ પદ્મપુરાણમાં કહ્યું છે કે; “पुरा परम्परा वष्टि कामयते “ અર્થાત્ જે પરંપરાની કામના કરે છે તેને પુરાણ કહે છે, જ્યારે બ્રહ્માંડપુરાણ કહે છે કે; “पुरा एतत् अभूत्” અર્થાત્ પ્રાચીનકાળમાં આવું થયું હતું. આમ આ સર્વે વ્યુત્પતિઓથી જાણવા મળે છે કે, પુરાણનો પ્રતિપદ્ય વિષય એ અતીતકાળની વાતો, ઘટનાઓ અને પ્રસંગો થકી છે. સ્કંદ પુરાણમાં પુરાણનો અર્થ પરંપરા તરીકે કરેલો છે. મત્સ્ય પુરાણમાં “पुराणं पुरा नव भवति “ ( અધ્યાય ૫૩/ -૩-૭ ) અને માર્ક્ન્ડેય પુરાણમાં ”पुराणं जगृहुस्वाधा मुनयस्त्स्य मानसाः” ( અધ્યાય ૪૫/ -૪૦-૨૩ ) કહી વ્યાખ્યા કરી છે.

વેદોમાં પુરાણોનો ઉલ્લેખ:- પુરાણો સિવાય ઋગ્વેદની ઘણી ઋચાઓમાં પણ પુરાણ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે દા.ખ ઋગ્વેદમાં કહ્યું છે કે; ( सना पुराण मध्येभि ) પરંતુ ત્યાં આ શબ્દ એ પ્રાચીનતાનું બોધક માત્ર છે. ઋગ્વેદમાં એવું એકપણ સ્થળ નથી જેના આધાર પર પુરાણોની સત્તા નિર્વિવાદરૂપથી સ્વીકૃત કરી શકાય. અર્થવવેદમાં પુરાણ શબ્દ ઇતિહાસ, ગાથા અને વિદ્યા સાથે સંકળાયેલ છે. અર્થવવેદ અનુસાર ઋક્, સામ, છંદ અને યજુર્વેદની સાથે પુરાણનો જન્મ પણ પરમાત્માના અવશેષરૂપ યજ્ઞમાંથી થયો હોવો જોઈએ.

બ્રાહ્મણસાહિત્યોમાં પુરાણોનો ઉલ્લેખ:- વેદોને બાદ કરતાં હવે બ્રાહ્મણ સાહિત્ય તરફ જઈએ. વૈદિક કાળ દરમ્યાન બ્રાહ્મણયુગ વિકસિત પામ્યો હતો, તે વાત ગોપથ બ્રાહ્મણ અને શતપથ બ્રાહ્મણનાં ગ્રંથોમાં જોવા મળે છે. ગોપથ બ્રાહ્મણનું કથન છે કે, કલ્પ, રહસ્ય, ઉપનિષદ, ઇતિહાસ અને પુરાણોની સાથે વેદો નિર્મિત થયેલાં. આ બાબતથી જાણવા મળે છે કે, ઇતિહાસ, પુરાણોનો સંબંધ વેદો સાથે છે તેથી જેટલું મહત્ત્વ વેદોનું છે તેટલું જ મહત્ત્વ ઇતિહાસ અને પુરાણોનું પણ છે. આરણ્યક અને ઉપનિષદમાં જે રીતે પુરાણોનો ઉલ્લેખ જોવા મળે છે, તે જોતાં ખ્યાલ આવે છે કે, આ યુગમાં ઇતિહાસ પુરાણ પૂર્વપેક્ષાથી અધિક જનપ્રિય અને પ્રચલિત થઈ ચૂક્યાં હશે. કારણ કે વેદોની ભાંતિ આ ગ્રંથોમાં પણ ઈશ્વર અને ઈશ્વરીય શક્તિ વસેલ હતી. આ ઉપરાંત તૈત્તરીય આરણ્યક ( ૨ અને ૬ ), બૃહદારણ્યક ઉપનિષદનાં ૨,૪,૧૧ તેમજ છાંદોગ્ય ઉપનિષદમાં પણ ઇતિહાસ પુરાણનો બહોળો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સૂત્રગ્રંથોમાં પુરાણોનો ઉલ્લેખ:- વેદો, ઉપનિષદ, આરણ્યક પછી પુરાણોનો ઉલ્લેખ સૂત્રગ્રંથોમાં પણ જોવા મળે છે. જેમાં સર્વ પ્રથમ ગંગાસૂત્ર છે. આપસ્તમ્બ સૂત્ર ૨,૬, ૨૩, ૩-૬ માં ભવિષ્યપુરાણનાં બે શ્લોક આપવામાં આવ્યાં છે. આ બાબત એ એ સમયે થયેલો ભવિષ્યપુરાણનો વ્યાપ દર્શાવે છે.

સ્મૃતિ શાસ્ત્રોમાં પુરાણોનો ઉલ્લેખ:- સ્મૃતિશાસ્ત્રોમાં પુરાણોનું સ્વરૂપ વધુ વિશાળ અને સ્પષ્ટ થયું છે, તેથી તેની મહત્તા પણ વધુ થયેલ છે. આ ગ્રંથમાં કહ્યું છે કે પુરાણોનો વ્યાપ શનૈ શનૈ થયો હોય જનસમુદાયને આ ગ્રંથને સમજવા માટે તેમજ તેમાં રહેલ સરળ કથા-ગાથાઓને હૃદયારૂઢ કરવા માટે પૂરતો સમય મળ્યો છે. સ્મૃતિશાસ્ત્રોની આ વાત પૂર્ણ સત્ય હોઈ આજે આપણે અન્ય શાસ્ત્રીય ગ્રંથો કરતાં પુરાણોની વધુ નજીક છીએ.

રામાયણ, મહાભારત અને અન્ય વાઙ્ગ્મય ગ્રંથોમાં પુરાણોનો ઉલ્લેખ:- રામાયણમાં પુરાણોનો કેવળ નામઉલ્લેખ જ જોવામાં આવે છે ત્યાં મહાભારતમાં રહેલ અનુશીલનથી એ જાણ થાય છે કે, આ સમયમાં પુરાણોની કથાઓ, શરીર રચના અને અષ્ટાદશ સંખ્યા પણ નિર્ધારિત થઈ ચૂકી હતી. મહાભારત અનુસાર પુરાણરૂપી પૂર્ણ ચંદ્રમા દ્વારા શ્રુતિરૂપી ચંદ્રિકાનાં કિરણો ચારેબાજુ ફેલાઈ ગયાં હતાં. મહાભારત પછી વાઙ્ગ્મય અર્થશાસ્ત્રમાં જણાવ્યું છે કે, પુરાણોએ એ જે તે સમયનાં જનમાનસની શ્રધ્ધાનું પ્રતિક છે. કુમારિકા ખંડનાં ૪૦ -૧૬૮ માં સ્પષ્ટ કથન કરતાં કહેવાયું છે કે, ઇતિહાસ અને પુરાણમાં ઘટિત વૃતાંતોને કારણે સમાજમાં હંમેશા પરીવર્તન જોવા મળેલું છે અને આ પરીવર્તન સતત થતું રહેશે.

પુરાણમાં રહેલ ઇતિહાસને (૧) સર્ગ, (૨) પ્રતિસર્ગ, (૩) વંશ, (૪) મન્વન્તર, (૫) વંશાનુંચરિત એમ પાંચ ભાગમાં વહેંચવામાં આવે છે.

પુરાણોમાં એકવીસ આયુધસંજ્ઞાનો એટ્લે કે હાથમાં રહેલ સંજ્ઞાશસ્ત્રોનો ઉલ્લેખ થયો છે. :- જેમાં છે (૧) કમળ, (૨) અક્ષય માલા, (૩) શંખ, (૪) ચક્ર, (૫) ગદા, (૬) ત્રિશૂલ, (૭) પરશુ, (૮) ખડગ્, (૯) બાણ, (૧૦) ધનુષ, (૧૧) કલીશ, (૧૨) પરિઘ, (૧૩) ભૂશંડી, (૧૪) શૂળ, (૧૫) મૂસળ, (૧૬) હળ, (૧૭) પાત્ર, (૧૮) કાર્મુક, (૧૯) સાંગ, (૨૦) લાગલ, (૨૧) તોમર.

પુરાણોમાં થયેલો ૧૪ લોકનો ઉલ્લેખ:- (૧) પાતાળ લોક, (૨) રસાતલ લોકો, (૩) મહાતલ લોક, (૪) સુતલ લોક, (૫) વિતલ લોક, (૬) અતલ લોક, (૭) ભૂલોક, (૮) મૃત્યુલોક, (૯) ભૂવઃલોક, (૧૦) સુરલોકો, (૧૧) મહાલોક, (૧૨) જનલોક, (૧૩) તપોલોક, (૧૪) સત્યલોક.

પુરાણોમાં ચૌદ મનુનો ઉલ્લેખ:- (૧) સ્વયંભૂ, (૨) સ્વારોચીષ, (૩) ઉત્તમ, (૪) તામસ, (૫) રૈવત, (૬) ચાક્ષુષ્ (૭) વૈવસ્તત (૮) સાવર્ણી, (૯) દક્ષ સાવર્ણ, (૧૦) ધર્મ સાવર્ણ (૧૧) રુદ્ર સાવર્ણ, (૧૨) દેવ સાવર્ણ, (૧૩) ઇન્દ્ર સાવર્ણ, (૧૪) બ્રહ્મ સાવર્ણ.

પુરાણોમાં ચૌદ વિદ્યાનો ઉલ્લેખ:- (૧) અભ્યાસ, (૨) નટ વિદ્યા, (૩) તોરીંગ વિદ્યા, (૪) વેદવિદ્યા, (૫) ઝવેરી વિદ્યા, (૬) જળ તરંગ, (૭) ડહાપણ વિદ્યા, (૮) ગારુડી વિદ્યા, (૯) નાડી વિદ્યા, (૧૦) શૃંગાર વિદ્યા, (૧૧) તસ્કર વિદ્યા, (૧૨) ગણિકા ભેદ, (૧૩) પગરપારખા, (૧૪) ભક્તિરસ વિદ્યા.

પુરાણોમાં ઉલ્લેખિત કરાયેલ બ્રહ્માનાં ચૌદ યુગ:- (૧) અધિયુગ, (૨) ગોવિંદયુગ, (૩) બુધયુગ, (૪) રામયુગ, (૫) ધુખળ યુગ, (૬) મન્વન્તર યુગ, (૭) કલેસ યુગ, (૮) અસ્મિક્રમ યુગ, (૯) ધમધમાકર યુગ, (૧૦) વામન યુગ, (૧૧) અસોહમ યુગ, (૧૨) વિરોધ યુગ, (૧૩) અધોરું યુગ, (૧૪) હરિઅસ યુગ.

પુરાણોમાં ૧૧ રુદ્રનો ઉલ્લેખ :- (૧) મન્યુ, (૨) મનુ, (૩) મહિનસ, (૪) મહાન, (૫) શિવ, (૬) કૃતધ્વજ, (૭) ઉગ્રરેત, (૮) ભવ, (૯) કલો, (૧૦) વામદેવ, (૧૧) દ્યુતવ્રત.

પુરાણોમાં ૧૦ દિગપાળોનો ઉલ્લેખ:- (૧) ઐરાવત, (૨) પુંડરીક, (૩) વામન, (૪) કમદ, (૫) અંજન, (૬) પુષ્યદંત, (૭) સર્વભૌમ, (૮) સુપ્રતિક, (૯) અંબુ, (૧૦) કુરંભ.

પુરાણોમાં ૧૨ સૂર્યનો ઉલ્લેખ:- (૧) વિસ્વાન, (૨) અર્યમા, (૩) પૂષા, (૪) ત્વષ્ટા, (૫) સવિતા, (૬) ભગ, (૭) ધાતા, (૮) વિધાતા, (૯) વરુણ, (૧૦) મિત્ર, (૧૧) સુરુ, (૧૨) ઉક્રમ.

પુરાણોમાં આઠ વસુઓનો ઉલ્લેખ:- (૧) અગ્નિ, (૨) પૃથ્વી, (૩) વાયુ, (૪) અંતરિક્ષ, (૫) સૂર્ય, (૬) આકાશ, (૭) ચંદ્રમા, (૮) નક્ષત્ર.

પુરાણોમાં ભગવાન વિષ્ણુનાં ચોવીસ અવતારો અને તેની જન્મભૂમિ:-

(૧) મત્સ્ય -પુષ્પભદ્રા સમુદ્ર (૨) વરાહ -હરિદ્વાર, (૩) વામન- પ્રયાગ, (૪) રામ -અયોધ્યા, (૫) વ્યાસ -દ્વીપ, (૬) હરિ -ત્રિકુટાચલ પર્વત, (૭) મન્વન્તર -બિઠુર, (૮) ધ્રુવવરદેન – વિઠુર, (૯) ઋષભદેવ -અયોધ્યા, (૧૦) નરનારાયણ -બદ્રિકાશ્રમ, (૧૧) કપિલ દેવ- વિધ્યાંચલ પર્વત સમીપ, (૧૨) કૂર્મ – પુષ્પભદ્રા સમુદ્ર, (૧૩) નૃસિંહ -મુલતાન -પંજાબ આજે પાકિસ્તાનમાં, (૧૪) કૃષ્ણ -મથુરા, (૧૫) પરશુરામ -યમુનીયા ગ્રામ ( આજે જમુનીયા ગ્રામ) – ચંપારણ પાસે, (૧૬) પૃથુ – અયોધ્યા, (૧૭) હંસ – બ્રહ્મલોક, (૧૮) યજ્ઞઉરુકુરુમ – બદ્રિનાથ ધામ, (૧૯) હયગ્રીવ- કામરૂપ દેશ -આજે આસામ, (૨૦) ધન્વન્તરી દેવ – સમુદ્ર, (૨૧) સનકાદિક – બ્રહ્મલોક, (૨૨) ભગવાન દત્તાત્રેય- ચિત્રકૂટ, (૨૩) બુધ્ધ -કપિલવસ્તુ જનકપુર પાસે (આજે નેપાળમાં), (૨૪) કલ્કિ -મુરાદાબાદ.

સર્વે ગ્રંથોની વાતમાં પુરાણોનો ઉલ્લેખ હોવા છતાં યે જોવાની વાત એ છે કે, પુરાણો પ્રાચીનત્તમ હોવા છતાં તેમાં રહેલ ગાથા, કથા, શૃંગાર, નિસર્ગ, સામાજિક મૂલ્યો, સમાજ વગેરેનું સ્વરૂપ ન તો પ્રાચીન છે કે ન અર્વાચીન. તેથી સમય સમય અનુસાર પરીવર્તન કે પરિવર્તિત થતાં પ્રત્યેક સમાજને માટે પુરાણ મદદરૂપ થાય છે.


ષયો

રામાયણ – સંશોધકની નજરે

પૂર્વી મોદી મલકાણ

પુરાણની રચનાનો સમય:- 

 
 

1.   વિષ્ણુ પુરાણ– અંદાજે ઇ.સ બીજી સદી પૂર્વે – ૨૫,૦૦૦ શ્લોક

2.   મત્સ્ય પુરાણ – અંદાજે ઇ.સ ચોથી સદી -૧૪,૦૦૦ શ્લોક

3.   કૂર્મ પુરાણ – અંદાજે ઇ.સ છઠ્ઠી થી સાતમી સદી – ૧૮,૦૦૦ શ્લોક

4.   વરાહ પુરાણ – અંદાજે ઇ.સ નવમી થી દશમી સદી -૨૪,૦૦૦ શ્લોક

5.   ભાગવત પુરાણ – અંદાજે ચોથી સદીનાં પૂર્વાર્ધમાં શરૂઆત -૧૮,૦૦૦ શ્લોક

6.   ગરુડ પુરાણ – અંદાજે ઇ.સ નવમી સદી -૧૯,૦૦૦ શ્લોક

7.   વામન પુરાણ – અંદાજે ઇ.સ છઠ્ઠી થી નવમી સદી વચ્ચે -૧૦,૦૦૦ શ્લોક

8.   બ્રહ્માંડ પુરાણ – અંદાજે ઇ.સ પાંચમી સદી થી છઠ્ઠી સદી વચ્ચે – ૧૨,૦૦૦ શ્લોક

9.   ભવિષ્ય પુરાણ – અંદાજે ઇ.સ દશમી સદીનાં અંતમાં -૮૧,૧૦૦ શ્લોક

10. શિવ પુરાણ – અંદાજે ઇ.સ વિવિધ મત અનુસાર ચોથી થી તેરમી સદી વચ્ચે -૨૪,૦૦૦ શ્લોક

11. લિંગ પુરાણ – અંદાજે ઇ.સ આઠમી થી નવમી સદી વચ્ચે -૧૧,૦૦૦ શ્લોક

12. અગ્નિ પુરાણ – અંદાજે ઇ.સ સાતમી થી નવમી સદી વચ્ચે -૧૫,૦૦૦ શ્લોક

13. સ્કંદ પુરાણ – અંદાજે ઇ.સ સાતમી થી આઠમી સદી વચ્ચે – ૭૧,૦૦૦ શ્લોક

14. માર્ક્ન્ડેય પુરાણ – અંદાજે ઇ.સ ચોથી થી છઠ્ઠી સદી વચ્ચે -૧૮,૦૦૦ શ્લોક

15. નારદ પુરાણ – અંદાજે ઇ.સ સાતમી થી દશમી સદી વચ્ચે -૨૫,૦૦૦ શ્લોક

16. બ્રહ્મ પુરાણ – અંદાજે ઇ.સ તેરમી સદી – ૧૦૦૦ શ્લોક

17. બ્રહ્મવૈવર્તક પુરાણ – અંદાજે ઇ.સ પંદરમી સદી -૧૪,૫૦૦ શ્લોક

18. પદ્મ પુરાણ – અંદાજે ૧૬ મી સદી પછી -૫૫,૦૦૦ શ્લોક

પુરાણોમાં વણી લેવાયેલા વિષયો:-

 

1.   વિષ્ણુ પુરાણ:- આ ગ્રંથમાં ભગવાન વિષ્ણુમહારાજ ધ્રુવ, કૃષ્ણાવતારની કથાઓ તેમજ સૂર્યવંશી તથા ચંદ્રવંશી રાજાઓનો ઈતિહાસ છે. ભારતની ઓળખ કેટલી જૂની છે તે દર્શાવવા માટે વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે; 
 

a.   उत्तरं यत्समुद्रस्य हिमाद्रेश्चैव दक्षिणम् 
वर्षं तद भारतं नाम भारती यत्र सन्ततिः।

b.    અર્થ:- જેનાં ભૌગોલિક ક્ષેત્રમાં નગાધિરાજ હિમાલય તથા દક્ષિણમાં મહાસાગર છે તે દેશ ભારત છે આ દેશમાં વસનારા લોકો ભારત દેશના જ સંતાન હોઈ ભારતીય છે ) આ કથનથી આપણી ભારતીયોની ઓળખ સ્પષ્ટ થાય છે.  
 

c.     વિષ્ણુપુરાણ અનુસાર જેને જેને વ્યાસની ઉપાધિ મળી છે તેમનાં નામો.

1    – બ્રહ્માજી

2    – પ્રજાપતિ બ્રહ્મા

3    – ગુરુ શુક્રાચાર્ય

4    – ગુરુ બૃહસ્પતિ

5    – સૂર્ય

6    – યમ

7    – ઇન્દ્ર

8    – વશિષ્ઠ

9    – સારસ્વત

10  – ત્રિધામા

11  – ત્રિશિખ

12  – ભરદ્વાજ

13  અંતરિક્ષ

14  વર્ણી

15  ત્રપ્યારુણ

16  ધનંજય

17  ઋતુંજય -મેધાતિથી

18  જય -વ્રતી

19  ભારદ્વાજ -પરશુરામ

20  ગૌતમ

21  હર્યાત્મા

22  વાજશ્રવા

23  સોમશુષ્માયણ તૃણબિંદુ

24  ભાર્ગવ ઋષિ -વાલ્મીકિ

25  શક્તિ

26  પરાશર

27  જાતુકર્ણ

28  પરાશરપુત્ર કૃષ્ણદ્વૈપાયન 

2.     મત્સ્ય પુરાણ:- આ ગ્રંથમાં મત્સ્ય અવતારની કથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તથા સૃષ્ટિની ઉત્પત્તિ, સૌર મંડળના બધા ગ્રહોચાર યુગો તથા ચંદ્રવશી રાજાઓનો ઈતિહાસ વર્ણિત છે.
 
3.   કૂર્મ પુરાણ:- આ પુરાણમાં ચારો વેદોનો પરિચય સંક્ષિપ્ત રૂપમાં આપવામાં આવ્યો છે તેમજ સાગર મંથનની કથાનું વિસ્તારપૂર્વક વર્ણન કરતાં બ્રહ્માશિવવિષ્ણુપૃથ્વીગંગાજીનું પ્રાગટ્યચારેય યુગો, માનવજીવનના ચાર આશ્રમ ધર્મોનું વર્ણન જોવા મળે છે.
 
4.   વરાહ પુરાણ:- આ ગ્રંથમાં વરાહ અવતારની કથા સિવાય સૃષ્ટિના વિકાસસ્વર્ગપાતાળ, શ્રાદ્ધ પદ્ધતિસૂર્યના ઉત્તરાયણ તથા દક્ષિણાયન વિચરણઅમાસ અને પૂનમ થવાના કારણોનું વર્ણન છે.
 
5.   ભાગવત પુરાણ:- આ ગ્રંથમાં ભક્તિજ્ઞાન તથા વૈરાગ્યની મહાનતાને દર્શાવવામાં આવી છે. વિષ્ણુ અને કૃષ્ણાવતારની કથાઓ સિવાય મહાભારત કાળ પહેલાના અનેક રાજાઓઋષિ મુનિઓ તથા અસુરોની કથાઓ પણ છે. તદ્પરાંત શ્રીકૃષ્ણના દેહત્યાગયદુવંશીઓનો નાશ તેમજ દ્વારિકા નગરી શા માટે જળમગ્ન થઇ તે વિશેનો ઇતિહાસ જોવા મળે છે.  
 
6.   ગરુડ પુરાણ:- આ ગ્રંથમાં મૃત્યુ પછીની જીવને મળતા પ્રેત લોકયમ લોકસ્વર્ગ લોક, નરક તથા ૮૪ યોનીઓના જીવન વગેરે વિશે વિસ્તારથી બતાવવામાં આવ્યું છે. સાધારણ લોકો આ ગ્રંથને વાંચતા ખચકાય છે કારણ કે આ ગ્રંથમાં કોઈ પરિચિતના મૃત્યુ પછી વાંચવામાં આવે છે. આ ઉપરાંત મૃતક જીવ જે કર્મો અનુસાર વૈતરણી નદી પાર કરે છે વગેરેની વાત કહેવામાં આવી છે તથા મૃત્યુ પછી પુનર્જન્મ થાય ત્યારે ગર્ભમાં સ્થિત ભ્રૂણની સ્થિતિ શું હોય છે તે વિષેની સાંકેતિક વાત પણ કહેવામાં આવી છે.
 
7.   વામન પુરાણ:-  આ પુરાણમાં વામન અવતારની કથા વિસ્તારપૂર્વક કહેવામાં આવી છે. આ સિવાય આ ગ્રંથમાં જમ્બૂદ્વીપ તથા અન્ય સાત દ્વીપોની ઉત્પત્તિપૃથ્વીની ભૌગોલિક સ્થિતિમહત્વના પર્વતોનદીઓ તથા ભારતના ખંડોનો ઉલ્લેખ છે.
 
8.   બ્રહ્માંડ પુરાણ:-  આ પુરાણમાં બ્રહ્માંડમાં રહેલા ગ્રહો અને સૃષ્ટિની ઉત્પત્તિના સમયથી લઈને અત્યાર સુધી જે સાત મનોવન્તર (કાળ) વીતી ચૂક્યા છે તેનું વિસ્તૃ વર્ણન છે. આ ઉપરાંત ભગવાન પરશુરામની કથા પણ આ પુરાણમાં આપવામાં આવી છે.
 
9.   ભવિષ્ય પુરાણ:- આ ગ્રંથમાં સૂર્યનું મહત્વવર્ષના ૧૨ મહિનાનું નિર્માણભારતના સમાજિકધાર્મિક તથા શૈક્ષણિક વિધાનો વગેરે ઉપર વાર્તાલાપ છે. તે ઉપરાંત આ પુરાણમાં સાપોની ઓળખઝેર તથા વિષદંશ સંબંધી જાણકારી આપવામાં આવી છે. ભગવાન સત્યનારાયણની કથાનો પ્રારંભ પણ આ જ પુરાણથી થયેલો.
 
10. શિવ પુરાણ:- આ ગ્રંથને વાયુ પુરાણ પણ કહે છે. આ ગ્રંથમાં ભગવાન શિવ તથા તેમના સાથે સંબંધિત ઘટનાઓને દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત આ ગ્રંથમાં કૈલાસ પર્વતશિવલિંગ, રુદ્રાક્ષનું વર્ણન અને મહત્વસપ્તાહના દિવસોના નામોની રચનાસતી અને તેનાં પિતા પ્રજાપતિ બ્રહ્મા તથા કામ ઉપર વિજય પ્રાપ્ત કરવા સાથે સુધીનું વર્ણન કરવામાં આવ્યું છે.
 
11. લિંગ પુરાણ:- આ ગ્રંથમાં સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ, ખગોળીય કાળમાં યુગ કેવો હતોકલ્પ કોને કહેવાય, અઘોર મંત્રો અને અઘોર વિદ્યા શું છે વગેરે વિષેનું વર્ણન જોવા મળે છે.
 
12. અગ્નિ પુરાણ:- આ પુરાણમાં ધનુર્વેદગાંધર્વ વેદ, આયુર્વેદ શું છે તે વિષે વિસ્તૃતતાથી બતાવવામાં આવ્યું છે. આ સિવાય આ ગ્રંથમાં મત્સ્યઅવતારરામાયણ તથા મહાભારતની સંક્ષિપ્ત કથાઓ પણ છે.
 
13. સ્કંદ પુરાણ:-  પુરાણમાં ૨૭ નક્ષત્રોનદીઓચંદ્ર -તારા અને તેમનાં પુત્ર બુધ્ધની ઉત્પતિનો ઇતિહાસ, પૂર્વ ભારતનાં અરુણાચલ પ્રદેશનું સૌંદર્ય૧૨ જ્યોતિર્લિંગો, સહ્યાદ્રી પર્વતની શૃંખલા, કન્યાકુમારીનો ઉલ્લેખ તથા ગંગા અવતરણ વિષે જોવા મળે છે.
 
14. માર્ક્ન્ડેય પુરાણ:- અન્ય પુરાણોની અપેક્ષાએ આ નાનુ પુરાણ છે. આ પુરાણમાં ઋષિ માર્કન્ડેય તથા ઋષિ જૈમિનીની વચ્ચે સામાજિક ન્યાય અને યોગ શું છે તે વિષે વાર્તાલાપ થયેલો છે. આ સિવાય ભગવતી દુર્ગા તથા ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી કથાઓ પણ છે.
 
15. નારદ પુરાણ:- આ ગ્રંથમાં બધા ૧૮ પુરાણોનાં સાર સાથે મંત્ર, મૃત્યુ પછીના ક્રમ, સંગીતના સાત સ્વરોસપ્તકના મન્દ્રમધ્ય તથા તાર સ્થાનોમૂર્છનાઓશુદ્ધ તથા કૂટ, તાનો અને સ્વરમંડળનું જ્ઞાન વગેરે વિષે બતાવેલ છે.
 
16. બ્રહ્મ પુરાણ:- આ ગ્રંથમાં બ્રહ્માની મહાનતા સિવાય સૃષ્ટિની ઉત્પત્તિગંગા અવતરણ,  રામાયણ અને કૃષ્ણાવતારની કથાઓ છે. આ ઉપરાંત આ ગ્રંથથી સૃષ્ટિની ઉત્પત્તિથી લઈને સિન્ધુ ઘાટી સભ્યતા સુધી કોઈને કોઈ જાણકારી પ્રાપ્ત થાય છે.
17. બ્રહ્મવૈવર્તક પુરાણ:- આ ગ્રંથમાં બ્રહ્માગણેશતુલસીસાવિત્રીસરસ્વતી તથા કૃષ્ણ સાથે જોડાયેલી કથાઓ છે. આ ઉપરાંત આ પુરાણમાં આયુર્વેદ સંબંધી જ્ઞાન વિષે પણ છણાવટ કરવામાં આવી છે.

18. પદ્મ પુરાણ:- આ ગ્રંથ સૃષ્ટિખંડસ્વર્ગખંડઉત્તરખંડભૂમિખંડ તથા પાતાળખંડ એમ પાંચ ખંડોમાં વહોંચાયેલો છે. જેમાં પૃથ્વીઆકાશ, નક્ષત્રોની ઉત્પત્તિ, પર્વતો, નદીઓ, શકુન્તલા દુષ્યંતથી લઈને ભગવાન રામનાં પૂર્વજોનો ઈતિહાસ છે.


ક્રમશઃ


© પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ | purvimalkan@yahoo.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: