મૅનેજમૅન્ટના નામસ્રોતીય સિધ્ધાંત

પાર્કિન્સનનો નિયમ

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

પાર્કિન્સનના નિયમના એવા બહુ બધા ઉપસિદ્ધાંતો પણ પ્રચલિત થયા છે જેમની મેનેજમૅંટના સંદર્ભમાં બહુ ચર્ચાઓ નથી થતી. આમ થવાનું એક કારણ એ હોઈ શકે કે આવા ઉપસિદ્ધાંતો, સામાન્યપણે, કોઈ અમુક ચોક્કસ સંદર્ભમાં રચાઈ ગયા હોય.

પાર્કિન્સનના નિયમના નિયમની ચર્ચાના સમાપનમાં આપણે આવા કેટલાક અન્ય ઉપસિદ્ધાંતો પર નજર કરી લઈશું.

પાર્કિન્સનના નિયમનો આસિમોવ ઉપસિદ્ધાંત

ઇસાક આસિમોવનું મુખ્ય કાર્યક્ષેત્ર રૉબૉટિક્સ હતું અને તેના પર તેણે અનેક વાર્તાઓ પણ લખી છે. એટલે એમણે પાર્કિન્સનના નિયમના સંદર્ભમાં એમનાં પોતાના નામ સાથે જોડાયેલો ઉપસિદ્ધાંત કયા સંદર્ભમાં રચ્યો, તેને તેમનાં નામ સાથે કેમ જોડી દેવામાં આવ્યો તે વિશે ખાસ માહીતિ નથી મળતી –

દસ કલાકના સમયમાં તમારાં લક્ષ્યો પુરાં કરવા માટેની પ્રતિબધ્ધતામાં પાછળ રહી જવામાં પાંચ કલાકના સમયગાળા કરતાં બમણી શક્યતાઓ રહે છે.

પાર્કિન્સનના નિયમનો એક સીધો પ્રભાવ કામને ઢીલમાં પાડીને કામો પુરાં કરવાની માનવસહજ (કુ)ટેવ પર પડેલ જોવા મળતો હોય છે. એનું એક સિઢું પરિણામ એ આવતું હોય છે કે મોડા પડવાની સંભાવના દુર કરવા આપણે જરૂર કરતં વધારે સમય માંગી લેવાના છટકાંમાં ફસાઈ જતાં હોઈએ છીએ.

પ્રસ્તુત ઉપસિદ્ધાંત એટલે જ કદાચ એમ માની જ લે છે કે પાંચ કલાકમાં કામ પુરૂં કરી આપવાની નિયત કરાવેલી મુદ્દતમાં પણ આપણે એટલી કંઈ ગુંજાઈશ તો રાખી જ હશે. પ્રસ્તુત ઉપસિદ્ધાંત અહીં જણાવે છે કે એ ભય સાચો પડશે એમ માનીને હવે દસ કલાકની મુદ્દત માગવાથી કામ વહેલું પુરૂ કરવાની શક્યતા જેટલી જ શક્યતા કામમાં હવે બે વાર મોડા પડવાની શક્યતા વણાઈ ગઈ છે.

હોફસ્ટાડ્ટરનો ઉપસિદ્ધાંત

ચેસની રમતમાં કમ્પ્યુટર  અને માનવીની સ્પર્ધાના વિષય વિશે ચર્ચાના સંદર્ભમાં ડ્ગ્લસ હૉફસ્ટાડ્ટરે તેમનાં પુસ્તક, Gödel Escher Bach: An Eternal Golden Braid, માં નોંધે છે[1] કે મશીને માણસને પાછળ રાખી દેવા માટે જે કંઇ સમય અંદાજ્યા તેના કરતાં વધારે જ સમય લાગ્યો. તેની પાછળનું કારણ એ હતું કે કમ્પ્યુટર તો પુનરાવર્તિત વિશ્લેષણની બાબતમાં વધારે સક્ષમ હોવાને કારણે તે એમાંને એમાં વધારે ઊંડું ઉતરતું જઈને આખો મામલો વધારે ને વધારે જટિલ બનાવતું ગયું. જેમ મામલો વધારે જટિલ બનતો ગયો તેમ તેનો ઉકેલ લાવવામાં વધારે ને વધારે સમય જરૂરી બનતો ગયો. તે દરમ્યાન માણસ પોતાની ભુલ સમજી ગયો અને ચાલની સરળ ગણતરીમાં પોતાની સહજ સમજને કસતો ગયો. પરિણામે કમ્પ્યુટરનું કામ વધારે મુશ્કેલ બનતું ગયું.

ખેર, પછી તો કમ્પ્યુટરે પણ પોતાની ભુલ સુધારી લીધી અને માણસને હરાવ્યો તો ખરો.

આ આખી વાત, અને ઉપસિધ્ધાંત,નો સુર જટિલ એટલું વધારે મહત્ત્વનું એવી માનવસહજ નબળાઈ તરફ ધ્યાન દોરવાનું છે. જેમ કોઈ પણ કામ પુરું કરવા માટે જરૂર કરતાં વધારે સમય હોય તો એ વધારાનો સમય માણસ પોતાની માનવ સહજ નબળાઈને વશ થઈને પહેલાં કામને જટિલ બનાવવા પ્રયત્ન કરે છે અને એક વાર કામ જટિલ બની જાય એટલે પછી તેને પુરૂં કરવામાં મોડો પડવા લાગે છે, તેમ માનવ સર્જિત મશીનો પણ એક ઢાંચામાં તે બનવીને જેનો મૂળભૂત આશય ઉપયોગ કામમાં રહેલ પુનરાવર્તિત કંટાળાને દુર કરી માનવ સર્જકતા માટે પરિસ્થિતિ સરળ બનાવી વધારે ખીલવા દેવાનો હતો તે મશીનને કામ જટિલ બનાવીને પછી ઉકેલ શોધવામાં કામે લગાડી દેવામાં આવે છે.

[1] Hofstadter’s Law