રજુઆતઃ સરયૂ મહેતા-પરીખ

વિવિધ દેશોના પ્રવાસ અને નિવાસ દરમ્યાન ડૉ. ગીતાનો કુદરત, મકાન અને માનવ પ્રેમ, ચિત્રો દ્વારા દેખાય છે.
ઈટલીના મિલાન શહેરમાં નાના સુંદર ઘર, અને ફૂલોથી સજાવેલાં આંગણામાં ખૂલતું બારણું અને બારીને ચિત્રકારે ચિત્રાંકિત કર્યા છે. ૧૧ ઇંચ બાય ૧૫ ઈંચના આ કાગળ ઉપર વોટર કલર ચિત્રને ગીતા બહેને ૨૦૧૮ માં એક સંસ્થાને દાનમાં આપી દીધું.

આ ચિત્રમાં ચિત્રકારે પોતાની પોર્ટુગલની યાદોને કેદ કરી લીધી છે. ૨૦૦૮ માં એમણે જે જોયું હતું અને કેમેરામાં કેદ કર્યું હતું, એનું આ ચિત્રાંકન છે. ૯ ઈંચ બાય ૧૧ ઈંચના આ કાગળ ઉપરના વોટર કલરની જે કીમત ઉપજી એ પણ એમણે એક વિદ્યાર્થીને દાનમાં આપી દીધી. ચિત્રમાં છાપરાંવાળા ઘર અને ઘરની બહાર સુકાતાં વસ્ત્રો એ ત્યાં વસતા લોકોની પરીસ્થિતિ દર્શાવે છે, તો સામેની બાજુના મકાનોમાં રહેતા લોકોની થોડી વધારે સારી પરીસ્થિતિ દર્શાવે છે. બન્ને દશાના લોકો હળીમળીને રહે છે, એવું કદાચ ચિત્રકાર કહેવા માગે છે.


આ ચિત્રમાં પ્રતિષ્ઠિત ગુજરાતી સામયિક કુમારના મુખપૃષ્ટ ઉપર એમના ચિત્ર “આવી વસંત” ની પ્રતિકૃતિ છે.

માતા, ડો.સુશીલાબેન મહારાષ્ટ્રિયન અને ગુજરાતી પિતા ડો.મુકુંદભાઈ જોષી, બે પ્રેમાળ, ઉત્તમ વ્યક્તિત્વની છાયામાં ગીતા અને ભાઈ નિલ મુંબઈમાં ઉછરેલાં. મલય આચાર્ય સાથે પ્રેમલગ્ન અને બે પુત્ર અને પૌત્ર,પૌત્રીથી ભર્યા જીવનમાં તેઓ અંતર-આનંદથી સર્જન કરતા રહે છે.
ડૉ.ગીતા કહે છે…આ જન્મમાં મને બમણાં આશીર્વાદ મળ્યા છે. પ્રથમ, માતાપિતા સાથે જેમણે મને સતત ટેકો આપ્યો અને પ્રોત્સાહન આપ્યું, અને પછી માતાપિતાના બીજા સેટ સાથે – મારા સાસુ અને સસરા – તે પ્રેમ ચાલુ રાખવામાં એક ધબકાર ચૂક્યા નહીં.
મારા બીજા પુત્રના જન્મ પછી, મેં મારી કારકિર્દીના માર્ગને આગળ ધપાવ્યો અને મારું એમ બી એ મેળવવા માટે ફરી અભ્યાસ ચાલુ કર્યો. મારું વ્યવસાયિક જીવન એક આત્મવિશ્વાસ સાથે યોગ્ય કર્મ કરવા શક્તિમાન રાખે છે અને ત્યારે ચિત્રકામ તે ‘યાંગ’ માટે મારા આવશ્યક ‘યીન’ તરીકે સેવા આપે છે – મારા આંતરિક ઉત્સાહને સંપૂર્ણ સર્જનાત્મક સંતુલન પ્રદાન કરે છે.
મારી વ્યવસાયિક પૃષ્ઠભૂમિ ઉપરાંત, હું અહીં, યુએસ અને ભારતમાં શૈક્ષણિક અને સેવા-સંસ્થાઓને ટેકો આપવા માટે સતત પ્રયત્નશીલ રહી છું.

The original ‘Stay Well’ cards are available; contact geetaa4@gmail.com NewJersey.
Saryu Parikhસરયૂ પરીખ www.saryu.wordpress.com
