નિરંજન મહેતા
तोरा मन दर्पन कहेलाये
भले बुरे सारे कर्मो के देखे और दिखलाये
तोरा मन दर्पन कहेलाये
मन ही देवता, मन ही इश्वर मन से बड़ा न कोई
मन उजियारा जब जब फैले जग उजियारा होय
इस उजले दर्पन पर प्राणी धुल ना जमने पाए
तोरा मन दर्पन कहेलाये
सुख की कलिया दुःख के कांटे मन सब का आधार
मन से कोई बात छूपी ना मन के नैन हज़ार
जग से चाहे भाग ले कोई मन से भाग ना पाए
तोरा मन दर्पन कहेलाये
૧૯૬૫ની ફિલ્મ ‘કાજલ’નું આ ભક્તિગીત છે. ટાઈટલ ગીત તરીકે મુકાયેલ આ ગીત મીનાકુમારી અને દુર્ગા ખોટે પર રચાયું છે. ગીતના પ્રેરક શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સુંદર સંગીત આપ્યું છે રવિએ. મધુર ભક્તિમય સ્વર છે આશા ભોસલેનો.
આ ભક્તિગીતમાં મનને દર્પણની સાથે સરખાવાયું છે અને મનની શક્તિને ઉજાગર કરે છે. કારણ મન એ મનુષ્યના સારા અને નરસા કાર્યોને અનુભવે છે અને તે પરાવર્તિત પણ કરે છે.
મનના જુદા જુદા સ્વરૂપો છે પણ અગત્યનું છે કે તમારૂ મન જ તમારો ઈશ્વર છે. મનથી કોઈ મોટું નથી. એટલે જ મનનો પ્રકાશ જ્યારે જ્યારે પ્રસરે છે ત્યારે ત્યારે અન્યો પણ તેનો અનુભવ કરે છે. કહેવાનો ભાવાર્થ એ કે તમારા મનના સારા કર્મોની અસરથી અન્યો પણ પ્રેરિત થાય છે. આગળ તેથી કહેવાયુ છે કે આ પ્રજ્વલિત મન ઉપર પાપરૂપી કે કુકર્મરૂપી ધૂળ ન લાગવા દેતા. જેથી અન્યો પણ તેવા કર્મો કરવા ન પ્રેરાય.
મનુષ્ય માટે સુખ અને દુઃખ બધું મન પર આધારિત છે. હકીકતમાં માનવી કોઈ વાત પોતાના મનથી છૂપી નથી રાખી શકતો. .
માનવી ભલે કંટાળીને આ દુનિયાની ઝંઝાળમાંથી ભાગી છૂટવા વિચારે પણ તે તેના મનથી અલગ થઇ નથી શકતો અને તે જ્યાં જાય ત્યાં ત્યાં તેનું મન તેની સાથેને સાથે જ રહેતું હોય છે. તેથી ઝંઝાળમાંથી ભાગી છૂટવાનો કોઈ અર્થ નથી સરતો.
આમ મન એ સર્વોપરી છે. તેને અનુસરો. તમારા મનમાં સારા વિચારોને સાચવો અને બુરા વિચારોનો નાશ કરો.
Niranjan Mehta