ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
‘કુંવારા બાપ’ની સફળતા પછી મહેમૂદે વધુ એક ફિલ્મનું નિર્માણ કર્યું, જેનું નામ હતું ‘જીની ઔર જોની’. બાલાજી આર્ટ્સ નિર્મિત, મહેમૂદ દિગ્દર્શીત આ ફિલ્મની રજૂઆત ૧૯૭૬માં થઈ. અંગ્રેજી ફિલ્મ ‘પેપરમૂન’ પર તે આધારિત હતી. ‘કુંવારા બાપ’ની કથાના કેન્દ્રસ્થાને માબાપ વિનાનો એક છોકરો હોય છે, એમ ‘જીની ઔર જોની’માં કેન્દ્રસ્થાને એક છોકરી હોય છે. આઠ-નવ વર્ષની છોકરી ‘જીની’નું પાત્ર મહેમૂદની દીકરી જીની અલીએ ભજવ્યું હતું. ‘કુંવારા બાપ’ની જેમ જ આ ફિલ્મમાં ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર રાજેશ રોશન હતા. મહેમૂદ અને જીનીની મુખ્ય ભૂમિકાની ફરતે અનેક કલાકારો ફિલ્મમાં નાની નાની ભૂમિકામાં દેખા દે છે, જેમ કે, નૂતન, રાજેશ ખન્ના, હેમા માલિની, રણધીર કપૂર, ઋષિ કપૂર, વિનોદ મહેરા, અમજદ ખાન, ઈમ્તિયાઝ અને બીજા અનેક. મહેમૂદની ફિલ્મોની આ ખાસિયત કહી શકાય. તેમનો સિતારો એવો બુલંદી પર હતો કે એ સમયના મોટા ગણાતા સ્ટાર તેમની ફિલ્મમાં મહેમાન ભૂમિકામાં દેખા દેવામાં સંકોચાતા નહીં. મહેમૂદના સંબંધો પણ એમાં કામ કરતા હશે.
‘જીની ઔર જોની’નાં કુલ ચાર ગીતો હતાં. ‘જોની કો મૈંને હૈ જાના હૈ આજ’ (કિશોરકુમાર અને વિજયતા પંડિત) બે ભાગમાં હતું. એ ઉપરાંત ‘કહૂં ક્યા તુમ સે અપની દાસ્તાન’ (રફી, લતા અને સાથીઓ) અને ‘સુન જિનીયા, અરે જા’ (કિશોરકુમાર, વિજયતા પંડિત) જેવાં ગીતો કર્ણપ્રિય હતાં. જીની માટે વિજયતા પંડિતનો સ્વર એકદમ બંધબેસે છે.
ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે કિશોરકુમાર અને મહેમૂદના સ્વરમાં ગવાયેલું ગીત ‘જોની જોની મેરા નામ હૈ’ હતું. મહેમૂદનો તેમાં માત્ર વચ્ચે વચ્ચે આલાપ હતો. ફિલ્મના આરંભે એક હોટેલના ગાયક તરીકે મહેમૂદ આ ગીત ગાતા બતાવાયા છે, જેમાં તેમનું ‘માનવપ્રેમી’ વ્યક્તિત્ત્વ દર્શાવાયું છે. આ ઉપરાંત પોતે કેવો ફક્કડ ગિરધારી છે એની પણ આ ગીત થકી જાણ થાય છે, કેમ કે, એ પછી ફિલ્મમાં આનાથી સાવ વિપરીત પરિસ્થિતિનો તેણે સામનો કરવાનો આવે છે.
આ ગીતના શબ્દો આ મુજબ છે:
Come on everybody, Sing with me, Sing with me,
One, Two, Three, Four…
जॉनी जॉनी मेरा नाम है, जॉनी जॉनी मेरा नाम
जॉनी जॉनी मेरा नाम है, जॉनी जॉनी मेरा नाम
जॉनी जॉनी मेरा नाम है, जॉनी जॉनी मेरा नाम
जॉनी जॉनी मेरा नाम है, जॉनी जॉनी मेरा नाम
जॉनी….
ये गॉड, ये रहीम, राम,
मेरे खुदा के तीन नाम,
कि बोलीयां जुदा जुदा,
मगर है एक ही से काम,
कि आदमी का एक खुदा,
और आदमी का एक दिल,
पहाड चाहे जायें हिल,
मगर ना तू जगह से हिल,
कि सबको तू गले से मिल,
लगा के दिल गुलों में खिल,
सबसे प्यार मेरा काम है,
जॉनी जॉनी मेरा नाम…
जॉनी जॉनी मेरा नाम है, जॉनी जॉनी मेरा नाम
उठाये बोझ और का,
अभी तो ऐसे हम नहीं,
मेरे लिये तो देखो ना,
मेरा ही बोझ कम नहीं,
अकेला दिल, अकेली जान,
मकां है और न आशियां
दीया है और न बातियां
न साथी और न साथीया
ना घोडा है ना हाथीयां
ना शादियां ना बारातीयां
वहां सुबह तो यहां शाम है
जॉनी जॉनी मेरा नाम…
जॉनी जॉनी मेरा नाम है, जॉनी जॉनी मेरा नाम
जॉनी जॉनी मेरा नाम है, जॉनी जॉनी मेरा नाम
जॉनी जॉनी मेरा नाम है, जॉनी जॉनी मेरा नाम
આ ફિલ્મનાં તમામ ગીતો આ લીન્ક પર સાંભળી શકાશે. આ લીન્ક પર સૌ પ્રથમ ગીત ‘જોની જોની મેરા નામ હૈ’ છે.
https://www.dailymotion.com/us/topic/x3b8kt
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)