નિત નવા વંટોળ

પ્રીતિ સેનગુપ્તા

૧૮૪૫ના અરસામાં બે અંગ્રેજોએ જૂયારે અત્યારના ઇરાકના પ્રદેશમાં બે જુદી જુદી જગ્યાઓએ ખોદકામ શર્‌ કર્યું, ત્યારે ત્યાંથી ઈ.પૂ.ની આઠમી સદીનાં નગરોની અનેક નિશાનીઓ મળી આવી. મોટાં મોટાં શિલ્પો, સ્તંભો અને દીવાલોની સાથે સાથે ત્યાંનાં જીવનનાં દૃશ્યો કોતરેલા પાષાણ-ખંડો પણ મળી આવ્યા. એમાંના કેટલાક પર લાંબાં લાંબાં વર્ણનો કોતરેલાં હતાં. નિનેવેહ નામની જગ્યાએથી તો જાણે રાજવી પુસ્તક-પ્રાસાદો જ મળી આવ્યા. પુસ્તકો પણ કેવાં? કાગળ પર લખાયેલાં નહીં, પણ પાષાણો પર ટંકાયેલાં. પચીસ હંજાર જેટલી એવી તકતીઓના ભગ્નાવશેષ ત્યાંથી નીકળ્યા. બધા પર એકસરખી લિપિ હતી – પાતળી, તીણી, શંકુ આકારની દેખાતી.

પછીનાં વર્ષોમાં નજીક-પૂર્વનાં સિરિયા, ઈરાન, પેલેસ્ટાઈન, ટર્કી વગેરે દેશોમાંનાં બીજાં કેટલાંક સ્થાનો પરથી પણ આવી તકતીઓ પ્રાપ્ત થઈ. એ દરેક જગ્યાની તકતીઓ પરની ભાષા જુદી હતી – જોકે લિપિ ક્યારેક સરખી પણ હતી. બૅબિલોન અને અસિરિયાની એ ભાષાઓ “અક્કાડિયન” ભાષામાંથી વિકસેલી ગણાઈ છે. એ સમયના અભ્યાસીઓ એ પાતળી લિટીઓથી બનેલા અજાણ્યા અક્ષર ઉકેલવા મથ્યા. એમાં જૂયૉર્જ સ્મિથ નામનો એક ‘બિન-અભ્યાસી’ શિલ્પી પણ હતો. અંગત રસને લઈને, પથ્થરની તકતીઓ પર કોતરેલી લિપિ શીખવા-સમજવા પાછળ એણે પંદર વર્ષ ગાળ્યાં. અંતે કેટલીક તકતીઓનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં એ સફળ થયા. ને ત્યારે જાણ થઈ કે અનેક વાતીઓનું બનેલું એ તો એક મહાકાવ્ય હતું. ઉપરાંત, ચિરંતન યુવાવસ્થાનું રહસ્ય ચોરતા સર્પની, તેમજ એક ભયાનક જળ-પ્રલયની વાતીઓ જોતાં અનુવાદકોનું ધ્યાન ખાસ ખેંચાયું, કેમ કે બાઈબલ તથા કુરાનમાં આવતી, દુનિયાના સર્જનની તેમજ જળ-પ્રલયની કથાઓ સાથે એ વાતીઓ મળતી આવતી
હંતી.

તસવીર માહિતી સ્રોતઃ https://www.worldhistory.org/gilgamesh/

આ પાષાણ-કંડિકાઓ પરની લિપિ પરથી મેળવેલું એ લખાણ “ગિલ્ગામેશ[1] મહાકાવ્ય” તરીકે ઓળખાયું. બાઈબલ અને કુરાનથી પણ પહેલાં એ લખાયેલું હશે, તેમ મનાયું છે. અનેક સાહસો, વિજયો, કઠિનાઈ, દુ:ખો, અને ગ્ઞાન-પ્રાપ્તિની વાતોથી સભર હોઈ એ કૃતિ ઉદાત્ત અને અનન્ય ગણાઈ છે. એની વાતી મુખ્યત્વે ગિલ્ગામેશ નામની એક વ્યફ્તિ પર આધારિત છે, પણ એમાંથી પ્રતીત થતા સંદર્ભોને ઘણી વ્યાપક રીતે જોવામાં આવે છે. એની કેટલીક આવૃત્તિઓ થઈ છે, ને બધી થોડી થોડી જુદી પડતી રહે છે, પણ દરેકમાં વાતો તો ગિલ્ગામેશની જ છે. ઉરુક નામના નગરનો એ મહારાજા હતો. એને દેવો જેવું સ્વરૂપ અને દૈવી શફ્િત મળેલાં હતાં, ને સાથે જ, માનવ-સહજ નશ્વરતા પણ. દેવ-દેવીઓનાં કૃપા તથા ક્રોધની અસર પાત્રોનાં જીવન પર પડતી રહે છે, અને જાતજાતની પેટા કથાઓ આ મહાકાવ્યમાં વણાયેલી દેખાય છે.

પોતાનું સામર્થ્ય દર્શાવા, તેમજ ટકાવી રાખવા, ગિલ્ગામેશે નગરની ચોતરફ ઊંચો કિલ્લો બાંધવા પ્રજાને હુકમ કર્યો. એ કામ વર્ષોનાં વર્ષો ચાલતું રહ્યું, ને થાકેલા, કંટાળેલા લોકોએ મદદ માટે દેવોને પ્રાર્થના કરી. જાણે એના જ જવાબમાં મોકલાયો હોય તેમ, એન્ડિડુ નામનો વનવાસી શફિત-પુરુષ ત્યાં આવી ચડે છે. મંદિરની નર્તકી શામ્હાત એને નગરની અંદર લઈ જાય છે. પહેલાં તો ગિલ્ગામેશ અને એન્ડિડુ એકબીજા સાથે યુદ્ધ કરે છે. એમાં એન્ડિડુ જ એક વાર ગિલ્ગામેશને કોટની ઊંચી દીવાલ પરથી લપસીને પછડાતાં બચાવે છે, ને એ પછી બંને ઘનિષ્ઠ મિત્રો બને છે. સંયુકત રીતે બંને હમ્બાબા નામના રાક્ષસને મારી નાખે છે. વળી, દેવોના એક વૃષભની હત્યા કરે છે. દેવોની ઉપેક્ષા બંને કરતા જ રહ્યા હતા, તેથી  મનો શાપ પામીને એન્ડિડુ એક અસાધ્ય રોગનો ભોગ બને છે, ને મૃત્યુ પામે છે. ગિલ્ગામેશ અત્યંત દુ:ખ પામે છે, તેમજ ત્યારે એને ખ્યાલ આવે છે કે સમય આવતાં પોતે પણ મૃત્યુ પામશે જ

એ નીકળી પડે છે એવા કોઈ એક મનુષ્યને શોધવા કે જેણે અમરત્વ પ્રાપ્ત કર્યું હોય. એવા મનુષ્ય હતા ઉત્નાપિશ્ટિમ. પુથ્વી પરના મહાજળ-પ્રલયમાંથી પણ એ બચી ગયેલા.એમણે ગિલ્ગામેશને કહ્યું ક એ જળ-પ્રલયની કથા કહેતાં છ દિવસ અને સાત રાત થશે. જો એ આખો સમય ગિલ્ગામેશ જાગતો રહી શકશે, તો અંતે એ ગિલ્ગામેશને અમરત્વનું રહસ્ય આપશે. ગિલ્ગામેશ એટલું સળગ જાગતાં રહી નથી શકતો. છતાં, એના પર કરુણા કરીને ઉત્નાપિશ્ટિમ એટલું જણાવે છે કે ચિર-યૌવનનો છોડ કૂયાં મળશે. એ મેળવવા માટે ગિલ્ગામેશ છેક સમુદ્રને તળિયે ડુબકી મારે છે, એને મેળવે પણ છે, પરંતુ એ આરામ કરતો હોય છે ત્યારે એક સર્પ એ છોડને ચોરી જાય છે.

પહેલાં તો ગિલ્ગામેશ ખૂબ નિરાશ થઈ જાય છે, પણ પછી સમજે છે કે પૃથ્વી પરના બધા લોકોની જેમ પોતાને પણ ફ્યારેક તો મરવું પડશે જ. એ ઉરુક દેશમાં પાછો ફરે છે, પોતે અને એન્ડિડિએ સિદ્ધ કરેલાં સત્કાર્યોનું સ્મરણ કરે છે, એના પર મનન કરે છે, અને પછી સમજે છે કે કોઈ પણ વ્યક્તિ જીવનમાં પોતે કરેલાં સત્કાર્યો દ્વારા જ અમર બનતી હોય છે, ને એ જ છે અમરત્વનું સાચું રહસ્ય.

મહાકાવ્યને અંતે આવો સાર મળે છે. દુનિયાની મહાન ઉપદેશ-કથાઓમાંની આ એક ગણાય છે. ઉપરાંત, એ બધા પ્રદેશો કેવા હતા, તેની ખરેખરી જાણ તો કોઈને નથી, કારણકે એ તો કદાચ દટાયેલા હોય તો હોય. પણ આ કથા ઝીણી વિગતો દર્શાવતાં ચિત્રાંકનો દ્વારા, ખૂબ રસપ્રદ રીતે, પણ આલેખાઈ છે. એ દ્વારા છતાં થાય છે પાત્રોનાં દેખાવ અને વ્યકતિત્વ અહંકારી ગિલ્ગામેશ, ઉદાર-દિલ એન્ડિડુ, સુંદરી શામ્હાત વગેરે; તથા સ્થાનો, જેવાકે ઊંચા સ્તંભ ને કમાનોથી યુક્ત વિશાળ પ્રાસાદ, પ્રજાજનોથી ભરેલાં ચોગાન, નાળિયેરીનાં વૃક્ષવાળા નદી-કિનારા વગેરે; તેમજ દૃશ્યો, જેમકે ગિલ્ગામેશને બચાવવા હાથ લંબાવતો એન્ડિડુ, મોટી પાંખો વીંઝતો આવતો દૈવી વૃષભ, સંગીત ને ભોજન સાથેની મહેફિલો  ગેરે. છેલ્લે, ગિલ્ગામેશ રાજા તરીકેની પો ની જવાબદારી સમજે છે, અને પ્રજા પ્રત્યે ઉદાર થવા તત્પર બને છે. આ એનો જીવન-બોધ છે.

ગમે તેવું મહાન, તોયે પારકું – એવું ઘણાંને લાગે, ને એની અંદરની વાતો વિચિત્ર ને નીરસ પણ લાગે, તો એટલો ખ્યાલ રાખીએ કે અન્યદેશીય પ્રજાને આપણા પ્રાચીન ગ્રંથો પણ એવા પ્રકારના લાગી શકે છે. જેમકે, આપણું “મેઘદૂત? કાવ્ય આપણને કેવું હૃદયસ્થ હોય છે. ઘણાં બિનભારતીયોને એ કલ્પન જ ગાંડા જેવું લાગે છે : “ વાદળ સાથે તે કોઈ વાતો કરતું હશે?, ને સંદેશો મોકલતું હશે?”

આવું બનતું જાય તેમ તેમ આપણે શીખતાં જઈએ કે પોતાનું-પારકું, ગમતું-અણગમતું, સમજાતું-ના સમજાતું વગેરે બધું સાપેક્ષ હોય છે. નવું નવું જાણતાં જઈને બુદ્ધિથી, મનથી વધારે સમૃદ્ધ થતાં જવું – તે જ સાર છે અભ્યાસનો.

[1] Gilgamesh


સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે