દેવિકા ધ્રુવ

जयन्ति ते सुकृतिनो रससिद्धाः कवीश्वराः। 
नास्ति येषां यशः काये जरामरणजं भयम्

સમાસ વિભાજન અને  શબ્દશ: ગુજરાતી અર્થ

जयन्ति=વિજય પામે છે. ते = તે લોકો, सुकृतिनो=સારાં કાર્યો કરનારાरससिद्धाः=રસોમાં સિદ્ધિ પામેલા, कवीश्वराः =કવિઓમાં સૌથી શ્રેષ્ઠ

नास्ति= न+अस्ति. न=નહિ +अस्ति=હોવું= નથી., येषां= તેઓની यशः=યશ,કીર્તિ. काये=શરીર, मरणजं= जरा+मरण+जं जरा=વૃદ્ધાવસ્થા, मरण=મૃત્યુ,जं=ને કારણે જન્મતો  भयम्= બીક.ભય

શ્લોકનું ગુજરાતી  ભાષાંતર:

સારા ગુણીજનો, કાવ્યરસમાં સિદ્ધિ પામેલા અને કવિઓમાં શ્રેષ્ઠ છે તે જ સાચો વિજય પામે છે.

તેમને કીર્તિ, કે યશ, શરીર, ઘડપણ કે મૃત્યુ જેવો ભય લાગતો નથી.

વિચારવિસ્તાર:

આ શ્લોકમાં સારું અને ઊંચું લખનાર અને સારાં કાર્યો કરનાર વ્યક્તિઓ વિશે જણાવ્યું છે. એવી વ્યક્તિઓને યશનો મોહ નથી. શરીર કે દેખાવની ફિકર નથી

અને વળી વૃદ્ધાવસ્થા કે મૃત્યુની પણ બીક નથી. તેથી એવા કવિઓનો વિજય થાય છે.

Sanskrit shlok in English script:

Jayanti te sukrutino rasasiddhaaha kaveeshvaraaha.
Naasti yeshaam yashah kaaye  jaramaranajam bhayam.

Word to word meaning in English:

Jayanti= getting success, Te = they, Sukrutino = persons doing quality deeds, Rasasiddhaah = Ras+siddhaha= accomplished in poetry,  Kaveeshvaraah =Kavi+ishvaraha= like a lord among poets.
Naasti = na+ asti=na=not, asti=existent= nonexistent, Yeshaam = to whom. Yashah = fame. Kaaye = body, Jaraamaranajam = jaraa +maranajam. Jaraa = old age, Maranajam = produced by fear of death.

Translation in English:

Persons doing virtuous deeds who are well versed in poetry, lords among poets, whose fame is not dependent on the

physique and also who are not afraid of old age and death; are the real winners in life.


Devika Dhruva – ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com