દિગ્દર્શન અને સંગીતનું સાયુજ્ય એટલે ‘ભારત એક ખોજ’નું સંગીત

(એક સમયે દૂરદર્શન પરથી પ્રસારિત, શ્યામ બેનેગલ દિગ્દર્શીત, જવાહરલાલ નહેરુના પુસ્તક ‘ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’ પર આધારિત ધારાવાહિક ‘ભારત એક ખોજ’ ના સંગીતનો આસ્વાદ આ શ્રેણીમાં કરાવાયો છે. વનરાજ ભાટિયાએ તેનું સંગીત તૈયાર કર્યું હતું.)
બીરેન કોઠારી
ચોથો હપ્તો છે ‘વર્ણવ્યવસ્થા કી શુરૂઆત’,
મણકાના આરંભે ‘વિદેઘ માધવ ચલા અગ્નિ વૈશ્વાનર કો જબ મુખ મેં લેકર’ નું સમૂહગાન છે. (@ ૨.૪૩થી ૪.૩૬). આ ગીત યજુર્વેદમાં ઉલ્લેખાયેલી વિદેઘ માધવની કથાને વર્ણવે છે.
‘જોતતા ધરતી લિયે વો બૈલ છહ, ઔર ઋતુયેં હૈ હમારી છહ’ શબ્દો ધરાવતું ટૂંકું સમૂહગાન ખેતીના મહત્ત્વને દર્શાવે છે. (@ ૫.૧૩ થી ૬.૦૮)
આ સમયગાળાને આગળ વર્ણવતાં ‘આદિપુરુષ કે યજ્ઞ મેં, પુરુષ કી હવિ કી, દેવતાઓં ને કી ધારણા’નું સમૂહગાન છે. જે ભારતવર્ષમાં વર્ણવ્યસ્વસ્થાની શરૂઆત દર્શાવે છે. ( @ ૬.૫૨ થી ૭.૫૩)
આ હપ્તામાં શમ્બૂક ( @ ૮.૦૬થી ૧૩.૩૩) અને એકલવ્યની ( @ ૧૩.૩૫ થી ૨૦.૪૫) વાત છે, એમ ‘ત્રણ પિતાનો એક પુત્ર’ ( @ ૨૦.૪૬ થી ૪૧. ૦૪) નામની જાણીતી વાર્તા પણ છે.
આ વાર્તામાં સમૂહગાન રૂપે ‘વણિક ઈન્દ્ર હૈ, આઓ, બિનતી હૈ’ (@ ૨૩.૪૪ થી ૨૪.૫૭) સાંભળી શકાય છે, જે ઈશ્વરને થતી પ્રાર્થનાસ્વરૂપે છે.
આ હપ્તાના અંત ભાગમાં શુદ્રોની સ્થિતિ વર્ણવતા ગુજરાતી ગીતના હિન્દી અનુવાદ ‘મૈં તમ મેં જાતા હૂં, મૈં તમ સે આતા હૂં’નું સમૂહગાન છે. (@ ૪૧.૫૪ થી ૪૩.૧૩)
આ હપ્તો અહીં જોઈ શકાશે.
Disclaimer:
The song links have been embedded from the YouTube only for the listening pleasure of music lovers. This blog claims no copyright over these songs, which vests with the respective copyright holders.
ક્રમશઃ
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
