આદિમુદ્રિત ગ્રંથવૈભવ

નડિયાદમાં આવેલા અનન્ય સાહિત્યતીર્થ ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’માં ઓગણીસમી-વીસમી સદીનાં, હિન્‍દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષાનાં, આશરે સવાસો વર્ષ જૂનાં અઢી હજાર જેટલાં પુસ્તકો અહીં સૂચિબદ્ધ રીતે ગોઠવાયેલાં છે, આ તમામ પુસ્તકો અને સામયિકોનું ડિજિટાઈઝેશન દિલ્હીના ‘રેખ્તા ફાઉન્‍ડેશન’ના સહયોગમાં થઈ રહ્યું છે. આ પુસ્તકો વેબસાઈટ પર તબક્કાવાર સુલભ બનાવાઈ રહ્યાં છે. આ આદિમુદ્રિત ગ્રંથો પૈકીનાં ગુજરાતી પુસ્તકોનો સંક્ષિપ્ત પરિચય લખાયેલો છે, જેમાં જે તે પુસ્તકની સ્થૂળ  વિગતો અને સામગ્રીનો અંદાજ આવી શકે છે. આ પરિચય ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં બેસીને, એ પુસ્તકોનાં પાનાં ફેરવીને લખાયેલો છે.

‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’ વિશેનો પરિચય લેખ આ લીન્‍ક પર વાંચી શકાશે.

https://webgurjari.com/2025/12/15/vintage-classic-lierature-preface/


બીરેન કોઠારી

પુસ્તક ક્રમાંક: ખ ૮૭ / ૦૦૫૪૭    

પુસ્તકનું નામ: ફ્રાન્‍સિસ બેકનનું જીવનચરિત્ર

અંગ્રેજી પુસ્તકોના આધારે તૈયાર કરનાર : મોતીલાલ છોટાલાલ દેસાઈ

પ્રસિદ્ધ કરનાર: ગૂજરાત વર્નાક્યુલર સોસાઈટી

પ્રકાશન વર્ષ: ૧૮૯૯

કિંમત: ૧-૪-૦

પૃષ્ઠસંખ્યા: ૩૯૧

વિગત: ‘ઈંગ્લેન્‍ડના પ્રખ્યાત તત્ત્વજ્ઞાની અને સાક્ષર શિરોમણી’ લોર્ડ બેકનનું જીવનચરિત્ર કોઈ અમુક એક જ પુસ્તકને વળગીને નહીં, પણ જુદાં જુદાં પુસ્તકોના આધારે રચવાનું કામ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી તરફથી આ ભાષાંતરકર્તાને સોંપવામાં આવ્યું. પુસ્તક કુલ ચૌદ પ્રકરણોમાં વહેંચાયેલું છે. લેખકે આઠેક પુસ્તકોનો આ આલેખન માટે આધાર લીધો છે.

આ પુસ્તક નીચેની લીન્‍ક પર વાંચી શકાશે.

https://rekhtagujarati.org/ebooks/ebooks-126


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી