નિરંજન મહેતા

ગુરુદત્ત એક નિર્માતા, નિર્દેશક અને એક ઉત્કૃષ્ટ અદાકાર. બહુ ઓછી ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે. જે ફિલ્મોમાં અદાકારી કરી છે તે ફિલ્મોમાં મોટાભાગે એક જ પાર્શ્વગાયક છે પણ જુજ ફિલ્મોમાં એકથી વધુ ગાયકો જણાય છે. તેવી ફિલ્મોની નોંધ નીચે લીધી છે.

૧૯૫૩ની ફિલ્મ ‘બાઝ’નું ગીત છે

मुझे देखो हसरत की तसवीर हूँ मैं
जो बन बन के बिगड़ी वो तक़दीर हूँ मैं

એક કેદી તરીકે ઘોડા પર લઇ જવાતા ગુરુદત્ત આ ગીત ગાય છે. સ્વર છે તલત મહેમુદનો.

બીજું ગીત છે

घटा मे छुप के भी बिजली झलक दिखला ही जाती है
जो दिल की बात समझे
जो दिल की बात होती है नज़र तक आ ही जाती है

એક હોડી પર સવાર ગુરુદત્ત આ ગીત ગીતા બાલીને સંબોધીને ગાય છે. સ્વર છે રફીસાહેબનો.

બંને ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આપ્યું છે ઓ.પી.નય્યરે..

૧૯૫૭ની ફિલ્મ ‘પ્યાસા’ જે ગુરુદત્તની એક આગવી ફિલ્મ છે તેમાં સમાજં તરફની નફરતને વ્યક્ત કરતુ આ ગીત છે

ये महलों, ये तख्तों, ये ताजों की दुनिया
ये इंसान के दुश्मन समाजों की दुनिया
ये महलों, ये तख्तों, ये ताजों की दुनिया
ये इंसान के दुश्मन समाजों की दुनिया
ये दौलत के भूखे रवाजों की दुनिया,
ये दुनिया अगर मिल भी जाए तो क्या है

સ્વર છે રફીસાહેબનો.

આ જ પ્રકારનું અન્ય ગીત છે

जाने वो कैसे लोग थे जिन को प्यार से प्यार मिला
हम ने तो जब कलियाँ माँगीं काँटों का हार मिला
ख़ुशियों की मंज़िल ढूँडी तो ग़म की गर्द मिली

સ્વર છે હેમંતકુમારનો.

બંને ગીતના રચયિતા છે સાહિર લુધિયાનવી અને સંગીતકાર છે સચિન દેવ બર્મન.

૧૯૬૩ની ફિલ્મ ‘ભરોસા’નું ગીત એક નોકઝોક રૂપે છે.

आज की मुलाक़ात बस इतनी,
कर लेना बातें कल चाहे जितनी।
अच्छी नहीं होती है ज़िद इतनी,
देखो हमें तुमसे है प्रीत कितनी!

ગુરુદત્ત સાથે છે આશા પારેખ.. ગાયકો છે લતાજી અને મહેન્દ્ર કપૂર

બીજું ગીત એક દર્દભર્યું ગીત છે જેમાં હતાશ ગુરુદત્ત પોતાની વ્યથા જણાવે છે

इस भरी दुनिया में, कोई भी हमारा न हुआ
ग़ैर तो ग़ैर हैं, अपनों का सहारा न हुआ
लोग रो-रो के भी इस दुनिया में जी लेते हैं
एक हम हैं कि हंसे भी तो गुज़ारा न हुआ

ગાયક છે રફીસાહેબ

બંને ગીતના ગીતકાર છે રાજીન્દર કૃષ્ણ અને સંગીત આપ્યું છે રવિએ.

૧૯૬૩ની ફિલ્મ ‘બહુરાની’માં ગુરુદત્ત એક જુદા જ કિરદારમાં દેખાય છે. અસ્થિર મગજને કારણે તેના હાવભાવ અને બોલચાલની ઢબ આ ગીતમાં જણાઈ આવે છે.

पीतल के घल में तितल
बाहर अच्छा के भीतर
जा पूछ के आओ चीतल
क्या बोले दाई माँ

સ્વર છે હેમંતકુમારનો.

બીજું ગીત ગૃહત્યાગ વખતે ગવાયું છે.

काम क्रोध और लोभ का मारा
जगत न आया रास
जब जब राम ने जन्म लिया
तब तब पाया वनवास

ગાયક છે મહેન્દ્ર કપૂર

બંને ગીતના ગીતકાર છે સાહિર લુધિયાનવી અને સંગીત આપ્યું છે સી. રામચંદ્રે.

૧૯૬૪ની ફિલ્મ ‘સુહાગન’નું આ ગીત બે પ્રેમીઓનાં મનોભાવને પ્રસ્તુત કરે છે.

भीगी चाँदनी छाई बेखुदी
आजा डाल दे बाहों में अपनी बाहें

ગુરુદત્ત સાથે છે માલા સિંહા. લતાજી અને મન્નાડે ગાયકો.

બીજું ગીત બંનેના મનોભાવને વ્યક્ત કરતુ ગીત છે.

तुम्हीं तो मेरी पूजा हो
तुम्हे दिल में बसाया है
तुम्हीं तो मेरी दुनिया हो

સ્વર છે લતાજી અને તલત મેહમુદનાં.

તો ત્રીજું ગીત પણ છે જેમાં ગુરુદત્ત પોતાના મનોભાવ માલા સિંહા આગળ વ્યક્ત કરે છે.

तू मेरे सामने है
तेरी ज़ुल्फ़ें हैं खुली
तेरा आँचल है ढला
मैं भले होश में कैसे रहूँ

ગાયક છે રફીસાહેબ .

ત્રણેય ગીતના ગીતકાર છે હસરત જયપુરી અને સંગીત આપ્યું છે મદન મોહને

થોડામાં ઘણું જણાવાયું છે તે મિત્રોને ગમશે.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. +91 22 28339258/ 91 9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com