ગતાંકમાં અમેરિકા આવ્યા પછી સ્થિર થવાના સમય વિશેની ડૉ. ઈન્દુબેન શાહની વિટંબણાઓ અને પરિતૃપ્તિની સફર બાબતે જાણ્યું.
હવે આગળ….

હવે મારી વાત, મારા બે વર્ષ મેથોડિસ્ટ હોસ્પિટલમાં પુરા થયા ૧૯૯૨માં હ્યુસ્ટનની બેલર કોલેજમાં
ગાયનેક એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટમાં જ્ગ્યા ખાલી થયાની ખબર મળતા મારા પતિએ મને હ્યુસ્ટન આવવા જણાવ્યું પાછી દ્વિધા મારી બન્ને દીકરી ન્યુયોર્કમાં અભ્યાસ કરતી હતી બન્નેને મુકીને મારે મારી કેરિયર માટે પાછું હ્યુસ્ટન આવવાનું.બન્ને દીકરીને ગાડી આપી,એપાર્ટમેંટ લઈ આપ્યું જોઇતો સામાન આપ્યો. હું હ્યુસ્ટન આવી.

મારા પતિ કોલ પર હતા. હું મારો નાનોભાઈ જે હ્યુસ્ટનમાં ૪ વર્ષથી સી એ ની પ્રેકટિસ કરતો હતો તેને ત્યાં હતી, ત્યાંથી મારો ભાઈ તેની ગાડીમાં મને Baylor collage ઈન્ટરવ્યુ માટે લઈ ગયો મારી ભાભીએ જતા પહેલા મને દહી ગોળ ખાવાના શુકન કરાવ્યા,પાર્કિંગ કરવાનું મુશ્કેલ મારો ભાઈ મને ઉતારી પોતાના કામ પર ગયો.

હું ડો. સુરેશની ઓફિસની બહાર બાંકડા પર બેઠી, બે ત્રણ બીજા ઉમેદવાર પણ બેઠેલ મનમાં બીક આ બધા અમેરિકન હું ભારતની ઉંમરમાં મોટી મારા ચાન્સ અલ્પ જણાતા હતા, હશે પ્રભુ ઇચ્છા જે થશે તે માન્ય, આમ વિચારમાં આંખો બંધ કરી બેઠેલ અને મારું નામ સંભળાયું ઉભી થઈ ઓફિસમાં દાખલ થઇ ગુડમોર્નિંગ મેડમ બોલી ડો સુરેશ સામે જોયું એકદમ સાદા સરળ સૌમ્ય ડો સુરેશે ગુડ મોર્નિંગ બોલી સામેની ખુરશી પર બેસવા જણાવ્યું મે મારી C V તેમજ મેથોડિસ્ટ હોસ્પિટલના ડો ટેંપેસ્ટા તથા ડો જ્યોર્જના (Recommendation)પ્રમાણ પત્રો બતાવ્યા ડો સુરેશે મારી C V જોઇ મુંબઈ યુનિવર્સિટીના બે ડિપલોમા જોયા D G O, D A.મને ભારતમાં કરેલ મારા વ્યવસાય વિશે થોડા પ્રશ્નો પૂછ્યા. શા માટે એમ. ડી. નહી કર્યું?

મે જણાવ્યું મારા પતિ એમ. એસ  જનરલ સર્જન હતા અમારે તેમના ગામ સુરેન્દ્રનગરમાં તબીબી વ્યવસાય શરુ કરવાનો હતો ત્યાં કોઈ એનેસ્થેસ્યોલોજીસ્ટ નહોતા તેથી મેં એમ.ડી ગાયનેકમાં કરવાનો વિચાર છોડી દીધો અને King Edward હોસ્પિટલમાં એનેસ્થેસ્યામાં બે વર્ષ રેસિડન્સી કરી અને બન્ને ડિપ્લોમા લીધા જેથી હું મારા પતિના દર્દીને સુરેન્દ્રનગરમાં એનેસ્થેસિયા આપી શકું તથા મારા દર્દીને પણ સ્પાઈનલ આપી C Section કરી શકું.

ડો સુરેશ કર્નાટકના નાના ગામના હતા મારી વાત સમજી શક્યા.

મને ત્રીજા વર્ષમાં રેસિડન્સી મળી ગઈ. રેસિડન્સ કવાર્ટસ મળી શકે તેમ નહતું તેથી Baylor કોલેજની નજીકના એપાર્ટમેન્ટ કોમ્લેક્ષમાં એક બેડરુમનું એપાર્ટમેન્ટ ભાડે લીધુ. થોડો સામાન મારા પતિ લાવેલ અને થોડો સામાન હું લાવેલ તથા મારા ભાઈએ ફોમના બે ગાદલા આપેલ તેનાથી અમારો સંસાર શરુ થયો શનિ- રવિ સમય મળતા અમે બન્ને થોડું જરુરિયાત પુરતું ફર્નિચર લેવા જઈએ, એક સોફા કમ બેડ લીધો એક ચાર ખુરશી સાથેનું ડાઇનિંગ ટેબલ લીધું.
હ્યુસ્ટનમાં જૈન સેંટર હતું ત્યાં રવિવારે તથા પર્યુષણ પર્વ વખતે અમે દર્શન કરવા જતા ત્યાં સુરેન્દ્રનગરના જૈન સાથે ઓળખાણ થતા મિત્રતા થઈ. ખાસ રજનીભાઈ અને વીરાબહેન શાહ, રજનીભાઇ સુરેન્દ્રનગરના અને વીરાબહેન મુંબઈના એટલે અમને વાતો કરવાના વિષય મળી રહેતા. ત્યારબાદ બીજા સુરેન્દ્રનગરના જૈન પરિવાર સાથે ઓળખાણ થઈ અને અમે રજનીભાઈને ત્યાં નિર્ણય લીધો સુરેન્દ્રનગર મિત્રમંડળની સ્થાપના કરી, છ પરિવાર બધા સુરેન્દ્રનગરના દર મહિને એક પરિવારને ત્યાં બધા ભેગા થાય રાત્રી ભોજન કરે સાથે નાનો લલિતકળા કાર્યક્ર્મ પણ હોઇ, કોઈ વખત રમુજી જોક્સ, કોઈ વખત સંગીત, નૃત્ય,નાનું બાળકો દ્વારા નાટક, પર્યુષણ પર્વ હોય ત્યારે જૈન સ્તવનનો કાર્યક્ર્મ, આમ મોટા નાના સહુને તેમના મનપસંદ પ્રોગ્રામનો આનંદ મળે. આ રીતે અમારા અમેરિકાના જીવનની શરુઆત થઈ, મારી દીકરી પારૂલને ડલાસ રેસિડન્સી મળી ગયેલ તેથી શનિ રવિ ડ્રાઇવ કરી જયારે કોલ પર ના હોય ત્યારે સુરેન્દ્રનગર મિત્રમંડળના કાર્યક્રમમાં ભાગ લેવા આવતી, પરિવારના આનંદ સાથે તેણીને ધર્મના સંસ્કાર મળતા.

હ્યુસ્ટનમાં ૩૦ વર્ષથી સ્થાયી થયા. આ ૩૦ વર્ષમાં અમને બન્નેને ઘણા સારા માઠા અનુભવો થયા.
મહાવીર જયંતિનાં કાર્યક્રમમા અમે જૈન મંદિરમાં હતા. ઘેર આવ્યાને ફોન પર સુરેંદ્રનગરથી ડોકટરનો મેસેજ સાંભળ્યો; મારા સાસુનું અચાનક અવસાન થયેલ છે. મારા પતિએ તાત્કાલિક ટ્રાવેલ એજંટ મારફત ટિકિટ બુક કરાવી. બેયલર કોલેજમાંથી ફક્ત એક અઠવાડીયાની રજા મળી, અને મારા પતિ ભારત ગયા. મને અહીંના કાયદા અનુસાર ત્રણ દિવસની રજા માન્ય થઈ. આ ત્રણ દિવસ મને ૩૦ દિવસ જેવા લાગ્યા. મારા ભાભી મને બીજે દિવસે જમવાનું ટિફીન લઈને મળવા આવ્યા; સારું લાગ્યું. મારી બન્ને દીકરી રોજ બે વખત ફોન કરતી; શીતલ ન્યુયોર્કથી અને પારૂલ ડલાસથી.

મારા સસરાને અમેરિકા લઈ આવવા માટે વીસાની તજવીજ કરવામા રમેશનું રોકાણ વધારે થયું.

મે બેયલર કોલેજના મારા પતિ સાથે કામ કરી રહેલ સાઉથઇન્ડીયન ફેલોને વિનંતી કરી કે મારા પતિના કોલની જવાબદારી લે. ફેલો-જુનિયર ફેકલ્ટી તેઓ એકબીજાની જવાબદારી સ્વીકારે તો પ્રોગ્રામ ડિરેક્ટરને કોઈ વાંધો ના હોય.

રમેશ આવ્યા પછીના બીજા જ દિવસે હોસ્પિટલ ગયા તેમની ઓફિસમાં લેટર(dated March, 1994)  પડેલ વાંચ્યો:

“Dear Dr. Shah,

Your 2 years of fellowship/junior faculty position will be compeleted as of June 30th 1994. Your position is eliminated. Your certificate of completion would be ready. You are free to start your private practice anywhere. Good luck in your future endeavours.”

Subsequently, મારા પતિને જાણવા મળ્યું; ફેલોએ રમેશના કોલના દિવસે ફેમિલી- ઇમરજન્સીનું કારણ આપી રમેશનો કોલ ન કરવો પડે તે માટે રજા લીધી; વરિષ્ઠ ફેકલ્ટીને કોલ એટૅન્ડ કરવો પડેલ. અમને શીખવા મળ્યું; કદી દેશી(!) પર વિશ્વાસ નહીં કરવાનો. આ સમાચાર જાણી બાપૂજીને દુઃખ થયું; “મારે કારણે તમારી નોકરી ગઈ!” અમે બન્નેએ બાપૂજીને ધીરજ આપી કે અમેરિકામાં કોઇ ડૉક્ટર કામ વગરના ના રહે, એક નહીં તો બીજી હોસ્પિટલમાં નોકરી મળી જાય અને નોર્થ હ્યુસ્ટન-હોસ્પિટલ એક અઠવાડીયામાં મળી પણ ગઈ!

મારા પૂ. સસરાને સિટિઝન થવા માટે મારા પતિએ અરજી કરેલ. એકના એક દીકરાના ૭૫ વર્ષના પિતાની સિટીઝનશીપની અરજી મંજુર થઈ; અંગ્રેજી અને ગણિતના શિક્ષક બાપુજીની મૌખિક પરીક્ષા લેવાઇ. પરીક્ષા પાસ કરી સિટીઝન થઇ ગયા. ૬ માસ દરમ્યાન દિવસે એકલા ઘરમાં રહીને, સ્વાભાવિક કંટાળો આવે જ. દિવસે થોડો વખત ટીવી અને રામાયણ-મહાભારત ના વિડીયો જોઈને સમય પસાર કરતા.  શનિ-રવિ હું અથવા રમેશ, કોલ પર ના હોય ત્યારે જૈન સેન્ટરમાં અથવા હ્યુસ્ટન-સિનિયર સિટીઝન એસોસિયેશનની મિટીંગમાં લઈ જતા. બાકી બાપુજીને દેશમાં પાછા જવાની ઇચ્છા તીવ્ર હતી. અમે બાપુજીની મુંઝવણ સમજતા હતા. રોજ સાંજે જમતી વખતે બાપુજી પૂછે, “ભાઈ, મારી ટિકીટ બુક કરાવી? હું સિટીઝન થયો છું, જરુરથી પાછો આવીશ, તમારા બે માંથી એક જણે મને લેવા આવવાનું.”

હવે તો તેમને રોકવાનું કોઈ કારણ અમારી પાસે રહ્યું નહી. રમેશનો નવો જોબ અને મારી O B Recidancyની ટ્રેનીંગના કારણે, અમારા બેમાંથી કોઈ બાપુજી સાથે જઈ શકે તેમ ન હોવાથી એર ઇન્ડિયાની ટિકિટ લીધી જેથી તેમને ખાવાની તથા એર હોસ્ટૅસ સાથે વાત કરવાની સરળતા રહે.. મારા મોટાભાઈ તેઓને મુંબઈ-એરપોર્ટ લેવા ગયા. મારા ભાભીએ વેવાઈ માટે દાળ ભાત શાક કઠોળ ગરમ રોટલી મીઠાઇની થાળી પીરસી. બાપુજી ભાભીના વખાણ કરતા બોલ્યા: “પ્રમિલાબહેન, આજે છ મહિના પછી હું ગરમ ગરમ રોટલી સાથે જમું છું. અમેરિકામાં તો ફિયાસ્ટાની તૈયાર રોટલી ગરમ કરી ખાવાની!” ભાભીએ આગ્રહ કરી જમાડ્યા.

આ વાતની ખબર મને એક વર્ષ બાદ હું જ્યારે બાપુજીને પાછા અમેરિકા લેવા આવી ત્યારે પડી.
ભાભીએ મને પૂછ્યું; “ઇન્દુબહેન, તમે તમારા સસરાને ફિયાસ્ટાની રોટલી ખવડાવતા’તા?”
“હા ભાભી, હું કોલ પર હોઉ, ૩૬ કલાકે ઘેર આવુ, દાળ ભાત શાક આગલા દિવસે કરીને
ફ્રિજમાં રાખું, રોટલી કરવાનો સમય ના હોય અને અમે જે ખાતા તે જ બાપુજીને ખવડાવતા.”

ઔપચારિક વાતચીત કર્યા પછી હું સુરેંદ્રનગર આવી.

ભાભીની મહેમાનગતી માણી બાપુજી અમારા ગામ સુરેંદ્રનગર પહોંચ્યા.

હવે એકલા ઘરમાં રહેવાનું!!

બે-ત્રણ દિવસ પાડોશીએ જમાડ્યા. એ જમાનામાં સુરેન્દ્રનગરના જૈન સમાજમાં વડીલનું માન સન્માન જળવાતું.

બાપુજીને સમાચાર મળ્યા; જોરાવરનગરના એક જૈન કુટુંબને મોટા ભાઈએ ઘરમાંથી કાઢી મુક્યા છે. બાપુજીએ તેમને ઘરે લાવીને આશરો આપ્યો. અમારા ફળિયામાં એક ઓરડીમાં સુધારો વધારો કરાવડાવીને, તેમના આખા કુટુંબને રહેવાની સગવડતા કરી આપી; કોઈ ઘર-ભાડુ નહીં લેવાનું, બાપુજીને રસોઈ કરી આપવાની અને ઘરનું કામકાજ કરવાનું. બાપુજીને કુટુંબ સાથે લેણદેણ. કાનજીભાઈ, તેમના પત્ની રસિલાબહેન અને બે દીકરાઓએ બાપુજી જીવ્યા ત્યાં સુધી બાપુજીની સેવા કરી.


ક્રમશઃ