ગતાંકમાં આપણે ડૉ. ઇન્દુબેન શાહ કેવા સંજોગોમાં પરિવાર સાથે અમેરિકા “ઉતર્યા” તે જાણ્યું.
હવે આગળ….

છ અઠવાડિયા સુધી ડો. રંજનબેનના ઘેર રહ્યા પછી અમે two bedroom apt. in Norwood (subarb of Boston, MA) રહેવા ગયા.

Residency મળતા મળતા બીજા સાડા ત્રણ વર્ષ પસાર થઈ ગયા. તે દરમ્યાન, રમેશ બે જોબ કરતા, સોમવારથી શુક્રવાર પાર્ટ ટાઇમ Respiratory therapist તરીકે અને શનિ–રવિ ઘરડાઘરમાં. થોડા વખત પછી ઘરડાઘરની નોકરી છોડીને private companyમાં Holter Moniter (ElectroCardioGram_ECG-reader) તરીકેની નોકરી શરુ કરી. સાથે સાથે રમેશને બ્રુકલિન(Brooklyn, MA)ની બેથ ઈઝરાયલ(Beth Israel) હોસ્પિટલમાં રિસર્ચ જોબ મળ્યો. ઓપોસમ (opossum-possum, a marsupial) અને મનુષ્ય જાતિના મોટા આતરડાના ગુદા ભાગના જ્ઞાનતંતુ સરખા છે તે સાબિત કરવાનું કામ તેઓએ કર્યું. This research work was accepted in American Physiology journal.

અમેરિકામાં શાળા જુલાઈમાં શરુ થાય. ઉનાળાના વેકેશન દરમ્યાન હાઈસ્કુલના વિદ્યાર્થી થોડા ક્લાક જ્યાં મળે ત્યાં નોકરી કરે, તેના ફાયદા; બાળકોને વ્યવસાયનો અનુભવ મળે, પૈસાનું  મહત્વ સમજાય અને કોલેજની ફી માટે બચત કરીને બને એટલુ આત્મનિર્ભર  થઈ શકાય.

અમારી મોટી દીકરી પારૂલને Franconiaની ફ્લુમ રેસ્ટૉરન્ટમાં ૪ કલાકની નોકરી મળી ગયેલ; નાની દીકરી શીતલ ઘર-કામમાં માસીને મદદ કરતી અને માસીની અમેરિકન બહેનપણીને ત્યાં થોડા કલાક બેબી સિટીંગ કરતી. એક દિવસ કપડા સુકવતા તેણીની આંખમાં આંસુ આવ્યા, મારી બહેનના સાસુ એ જોઈ ગયા;  ‘શીતલ અમેરિકામાં બધાએ ઘરકામ કરવું પડે, અમેરિકાના પ્રમુખ જિમી કાર્ટર ચુંટણી હારી ગયા, અત્યારે વોશિંગટનનું  white house છોડી પોતાના ગામમાં ખેતી કરે છે. થોડા વર્ષ જ મહેનત કરવાની છે, તમારા મમ્મી-પપ્પા અંહીના ડાકટર થઈ જશે અને તમે બન્ને અહીંની કોલેજમાં ભણશો પછી કોઈ તકલીફ નહીં રહે.’ લેબર ડે પછી વેકેશન પુરું થયું, શાળાઓ ખુલી, બન્ને દીકરી ભારતમાં અંગ્રેજી માધ્યમમાં ભણેલ છતાં અંગ્રેજી અને ગણીતની પ્લેસમેન્ટ પરીક્ષા લેવાઈ; બન્ને ને ૧૧માં અને ૯માં ધોરણમાં Admission મળી ગયું. ઘરકામમાં માસીને મદદ, બન્ને રાત્રે મોડે સુધી લેશન કરે, સવારે વહેલા ઊઠી શાળાએ જાય. પારૂલનો  GPA હંમેશા ૩.૫ અને ૪ વચ્ચે રહેતો. અમારી ગેરહજરીની સૌથી વધારે અસર શીતલના અભ્યાસમાં પડી રહી હતી. એક દિવસ ફોન કર્યો; સાધારણ વાત જ કરતા હતા; શીતલ રડી પડી, અમે કોઈ ઠપકો આપેલ નહી, છતા રડવાનું કારણ?  મારી આંખ ભીની થઈ એ જોઇ રમેશે નિર્ણય લીધો, આપણે Franconia જઈને દીકરીઓને અહીં (Norwood) લઈ આવીને Norwood highમાં દાખલ કરીએ.

મારી બન્ને દીકરી ૧૨માં ધોરણમાં સારા GPA સાથે ઉતિર્ણ થઈ. પારૂલને ત્રણ વિષય, Physics, Chemistry & Biologyમાં ઈનામ મળ્યા. પારૂલના હાઇસ્કુલ ગ્રેજ્યુએશનમાં રમેશ હાજર નહી રહી શક્યા, કારણકે, મારો સૌથી નાનોભાઈ જયેશ ભારતથી immigration visa સાથે બોસ્ટન-હવાઈમથક એ જ સમયે આવવાનો હતો, તેને લેવા જવાની જવાબદારી મારા બનેવીએ રમેશને સોંપેલ, જેથી તેઓને ન્યુ હેમ્પશાયરથી ડ્રાઈવ ન કરવું પડે. અમને હાઈસ્કુલ-ગ્રેજ્યુએશનનું મહત્વ આ દેશમાં આટલુ બધુ છે, તેની ખબર નહી. મે જોયું, ત્યારે મને ખબર પડી; મારી દીકરી આટલા બધા સારા માર્કસ અને ત્રણ ઇનામ સાથે ઊતિર્ણ થઈ, મારી આંખ ભરાઇ આવી આનંદથી અને મારા પતિની ગેરહાજરીના દુઃખથી!!

મને Walpoleની બેન્કના ટ્રાન્સિટ ડિપાર્ટમેન્ટમાં  Reconcilliator of incoming checks from regional banks તરીકે રાતના૧૦થી સવારના ૭ સુધી નોકરી મળેલ. મારા Supervisor સાથે એ બધા સરવાળા ફરીથી તપાસવાના, આ કામ કોઇ વખત વહેલું પતી જાય, કોઈ વખત થોડી પણ ભૂલ થઈ હોય તો અમારે સરવાળા (reconciliation) કરવા પડે. મારી  Supervisor ઈટાલિયન હતી, મારી મોઢે સરવાળા કરવાની રીતથી ખૂબ પ્રભાવિત થતી.  એક દિવસ મને કહે, “તું એક વર્ષ કોલેજમાં જા, બેન્ક તારી ફી ભરશે, તને Supervisorની નોકરી મળી જશે.”

મારો જવાબ; હું ઈન્ડિયાની ડોકટર છું, મારે બે દીકરીઓને ભણાવવાની જવાબદારી છે. મે અહીંની હોસ્પિટલમાં Residency માટે અરજી કરેલ છે.” તેણીએ શુભેચ્છા પાઠવી. મારા Supervisor સાથેના  સારા સંબંધની મારી સાથે કામ કરતી અમેરિકન બહેનોને ઈર્ષા આવતી! લંચ બ્રેક વખતે કોઇ મારી સાથે બોલે નહીં. હું મારું લંચ ઢોકળા થેપલા ઓફર કરું તો પણ ના લે. ખેર, હું ભારતીય હોવાથી મારા વખાણ તેઓથી સહન ન થાય તે સ્વભાવિક છે!

એક દિવસ સવારે નોકરી કરી ઘેર આવતી હતી, મને ઝોકુ આવી ગયું, મારી ગાડી રોડ નીચે ઘાસમાં જતી રહી. મારી પાછળ પોલિસની સાયરન વાગી, મેં જાગીને ફ્લેશર્સ ચાલુ કર્યા, ઊભી રહી, પોલિસ આવ્યો, મારું લાયસન્સ અને રજિસ્ટ્રૅશન આપ્યા. મને પુછ્યું; “Ms, do you know why did I stop you? …Yes I know, after night job, was drowsy, lost control and car went on grass!” પોલિસે મને ટિકીટને બદલે ચેતવણી આપી. “રાતનો જોબ કર પરંતુ દિવસે પુરતો આરામ કર જેથી ફરી વાર આવું ન થાય.”  મે બાહેંધરી આપી, ફરી આવી ભૂલ નહી થાય. આત્મવિશ્વાસથી સાચો જવાબ આપી દઇએ તો અમેરિકામાં પોલીસ પણ તમને માફ કરે. લેશન મળ્યું – ગભરાયા વગર સાચું બોલવું.

રમેશને રીસર્ચ પેપરના આધાર પર બ્રુકલિનની મેમોનિડીસ હોસ્પિટલ (Maimonides Hospital in Brooklyn, (NY) માં જનરલસર્જરીમાં Residency મળી.પરંતુ, ત્રીજા વર્ષમાં as per pyramidal system (!) એડમિશન ન મળ્યું, કારણ, ફોરેન મેડીકલ ગ્રેજ્યુએટ(FMG) with skin color and age difference! જો કે, Anesthesia ડિપાર્ટમેન્ટના Head (Program Director) ભારતના ડો.શેવડે હતા
જેમણે રમેશને Anesthesia-Resident તરીકે લીધા.

૬ મહીના પછી, મેં પણ, Methodist Hospital (Brooklyn, NY) માં એનેસ્થેસિયામા residency શરુ કરી.  એ દરમ્યાન મને ડિફિકલ્ટ કેસ પ્રેઝન્ટ કરવાની તક મળી. દર મહિનાના છેલ્લા શુક્રવારે એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટની કોન્ફરન્સ થાય ત્યારે મેં Dificult intubation નો કેસ પ્રેઝન્ટ કર્યો;   બાળકના હ્રદયના ધબકારા મંદ થતા હતા, ઇમરજન્સી C-Section કરવાનું હતું. Spinal Anesthesia વધારે સમય લે તે શક્ય નહી હોવાથી General Anesthesia was the best choice under the circumstances. ટુંકી ગરદન, અને મોટાપણાને લીધે, મેં જે સ્કોપ હતો તેનાથી તુરત જ ૭ નંબરની ટ્યુબ શ્વાસનળીમાં નાખી ૧૦૦% પ્રાણવાયુ આપ્યો; રજીસ્ટ્રારે તરત સર્જરી શરુ કરીને હેમખેમ બેબીને અને માને બચાવી લીધા. આ પ્રેઝ્ન્ટેશનનો ઉલ્લેખ ડો ટેંપેસ્ટાએ (Head of Deptt.) મારા ભલામણ-પત્રમાં કરેલ.

અમે બન્ને રેસિડન્સી કરતા હતા, ત્યારે, ચિ. પારૂલને BU (Boston University)માં અને ચિ. શીતલને NorthEastern Uni.માં પ્રવેશ મળ્યો. અમે બન્ને NYમાં, અને બન્ને દીકરીઓ Norwoodમાં ! ત્યાર બાદ, રમેશને CardioVascular & Thoracic Anesthesia-Felloship Baylor College of Medicine, Houston, TXમાં અને મને, Felloship in OB-GYN anesthesia મળવાથી અમે હ્યુસ્ટન move થયા.

પારૂલને સમર વેકેશનમાં વ્યસ્ત રહેવા માટે બે જગ્યાએ પાર્ટ ટાઇમ કામ મળી ગયું, આ કામની કમાણી તેના ખાતામાં જમા થતી જે તેને BUની ફી ભરવા ઉપયોગી થઈ, તે વખતે એક વર્ષની ફી ૨૨૦૦૦ ડૉલર હતી. પારૂલને ૧૦૦૦૦ ડોલર દર વર્ષે સ્કોલરશીપ મળવાની હતી, બાકીના પૈસા તેણીના વર્કના અને અમારા તરફથી. અમેરિકામાં ૧૨ ધોરણ સુધીનું ભણતર મફત. કોલેજનું ભણતર ખૂબ મોંઘુ હોવાથી કોલેજના ભણતરનો લાભ બહુ ઓછા વિદ્યાર્થીઓને મળે છે.

પારૂલના આગ્રહને માન આપી બા બાપુજી કોલેજ Graduation માં હાજરી આપવા અમેરિકા આવ્યા તેમના આશીર્વાદ અને પારૂલની મહેનતથી ન્યુયોર્કની મેડીકલ કોલેજમાં એડમિશન મળ્યું. ચારવર્ષની Medical કોલેજ કર્યા બાદ ડલાસની સાઉથવેસ્ટ યુનિવર્સિટી-હોસ્પિટલમાં Internal Medicineમાં Residency મળી, શનિ-રવિ રજા હોય ત્યારે ડલાસ હિન્દુ મંદીરમાં દર્શન કરવા જતી ત્યાં પુર્ણિમાબહેન શાહ સાથે ઓળખાણ થઈ. તેમને ત્યાં સત્સંગમાં પુર્ણિમાબહેનના ભાણેજ ચિરાગ દેશાઈ સાથે પરિચય થયો. આ પરિચય પ્રણયમમાં પલટાયો. ચિરાગના માતા-પિતા ચુસ્ત વૈષ્નવ જય જય શ્રી ગોકુલેશમાં માને, અમે જૈન બન્નેના માતા-પિતાની સમજુતીથી ૧૯૯૭માં હ્યુસ્ટનમાં લગ્ન થયા.૧૯૯૮ના જુનમાં તેણીની રેસિડન્સિ પુરી થવાની હતી એપ્રિલની ૩૦ તારીખે અંજલી મારી પ્રથમ ગ્રાન્ડ ડોટરનો જન્મ થયો, હજુ રેસિડન્સિ પુરી થવાના બે મહિના બાકી હતા ૧૦ દિવસ શીતલ ફિલાડેલફિયાથી આવી અંજલીને રાખવા પારૂલ ડ્યુટિ પર હોય ત્યારે બ્રેસ્ટ પંપથી પોતાનું દુધ સ્પેસ્યિલ બેગમાં ભેગું કરે રેફરિજેટરમાં રાખે, તે બેગ બહાર કાઢી ગરમ પાણીના ગ્લાસમાં મુકવાનું નવસેકુ દુધ બોટલમાં ભરી અંજલીને પીવડાવવાનું.

દસ દિવસ બાદ કોણ જાય? મે પારૂલના સાસુને પૂછ્યું તમે જશો? તેમનો જવાબ “ના બા ત્યાં તેની પાર્ટનર માછલી રાંધે મારાથી ન રહેવાય” ના હો મને એ ગેસ પર રાંધવાનું ના ગમે” જાણે ગેસ પર માછલી ચોટી જવાની હોય!

ખેર સૌ સૌની માન્યતા! મારો નવો કોન્ટ્રેક છતા મારે અંજલીને રાખવા જવું પડ્યું.

બે મહિના પછી એપાર્ટમેન્ટનો સામાન પેક કરી મારે ઘેર લાવવાનો, પારૂલની ઇન્ટરનલ મેડિસિન બોર્ડની પરિક્ષા ઓગસ્ટ મહિનામાં, બે મહિના તેણી મારે ત્યાં રહે જેથી ઉપર તેના રૂમમાં શાંતિથી
વાંચી શકે. અંજલી માટે અમારા મિત્રના બહેન સ્મિતા ભારતથી આવેલ તેમને ડોલર કમાવવાની જરૂર હતી જેથી જલ્દી પોતાનું ઘર લઈ શકે. અમે તુરત તેમને બેબી સીટર તરીકે રાખી લીધા, સવારના સાત વાગ્યામાં હું સ્મિતાબહેનને લઈ આવું. તુરત હોસ્પિટલ જવા નીકળું. ઉતાવળમાં એક દિવસ ગાડીમાં ગેસ ઓછો હતો હોસ્પિટલ ૨૫ માઈલ દુર જોયું મનમાં કશો વાંધો નહીં હોસ્પિટલ પહોંચી જવાશે ઘેર આવતા ગેસ લઈશ. હોસ્પિટલનું કામ પતાવી બે વાગે નીકળી ગેસની લાઇટ આવી ગયેલ હોસ્પિટલની નજીકના ગેસ સ્ટૅસન પર ગેસ લેવા ઊભી ખભે પર્સ લટકતું રાખી ગેસનું નોઝલ ટેંકના કાણામાં મુક્યું તુરત એક આફ્રો અમેરિકન છોકરી આવી “(can you shaw me where is north Houston hospital) મેડમ મને નોર્થ હ્યુસ્ટન હોસ્પિટલનો રસ્તો બતાવશો? હું તેણીને જવાબ આપતી હતી ત્યાં અચાનક તેનો બોય ફ્રેન્ડ આવ્યો મારૂં પર્સ ખેંચી ભાગ્યો તેની પાછળ છોકરી પણ ભાગી બન્ને ગાડીમાં બેઠા પલાયન થઇ ગયાં મે બુમ મારી (thief thief snached my purse ran away) ચોર ચોર મારું પર્સ ખેંચી ભાગ્યો કોઈ દોડો પકડો, કોઈએ સાંભળ્યું નહી, કોઇ ગાડી ઊભી ના રહી!! મારી ગાડીમાં ગેસ નહીં મારી પાસે પૈસા નહી હુ બારીએ ગઈ એક દેશીભાઈ બેઠેલા હતા ખુશ થઈ બોલી ભાઈ મારું પર્સ ચોરાઇ ગયું બારીમાંથી તમે જોયું છે ,મને ૫ ડોલરનો ઊધાર ગેસ આપો હું નોર્થ હ્યુસ્ટન હોસ્પિટલમાં ડોકટર છું,આવતી કાલે પૈસા આપી દઈશ, ભાઈનો જવાબ હું માલીક નથી, નોકરી કરુ છું મારાથી કોઇને ઉધાર ગેસ ન આપી શકાય.

અત્યારે પારૂલ હ્યુસ્ટનમાં ૨૩ વર્ષથી   ઇન્ટર્નલ મેડિસિનની પ્રેકટિસ કરે છે. તેણીના બે બાળકો, મોટી દીકરી અંજલી સિવિલ એન્જિનિયર થઈ અત્યારે અમેરિકન નેવી-કોલેજમાં ઑફિસરની ટ્રેનિંગ લઈ રહી છે. જાન્યુઆરી ૨૦૨૨ ગ્રેજ્યુએટ-નેવલ ઓફીસર તરીકે અમેરિકન નેવી સાથે ૭ વર્ષનો કોન્ટ્રેક્ટ સાઇન કરેલ છે. નાનો દીકરો એરિસ (ARIS) યુનિવર્સિટી ઓફ ટેક્ષાસ-ડલાસમાં ન્યુરોસાયંસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.

નાની દીકરી શીતલ ન્યુયોર્કની લો કોલેજમાંથી ઊતિર્ણ થઇ તેના લગ્ન વિપુલ જાની સાથે ૧૯૯૭માં થયા; બન્નેના લગ્નમાં બાપૂજીએ હાજરી આપી, બા ૧૯૯૩માં અચાનક હ્રદય બંધ થવાથી પ્રભુને પ્યારા થઈ ગયેલ. શીતલ અત્યારે ફિલાડેલફિયા શહેરમાં કોરપોરેટ લોની પ્રેકટિસ કરે છે. તેણીની દીકરી સરિસા પિટ્સબર્ગ યુનિવર્સિટિમાં પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરે છે.અને ડીન લિસ્ટમાં તેનું નામ છે. જે અમારા માટે ગૌરવ છે. તેનો દીકરો સુમીત ૧૦માં ધોરણમાં છે. બન્ને દીકરીઓ તેમના કુટુંબ સાથે સુખી છે.

અમારો અમેરિકા આવવાનો હેતુ સફળ થયો તેનો અમને બન્નેને આનંદ છે.


ક્રમશઃ