આદિમુદ્રિત ગ્રંથવૈભવ

નડિયાદમાં આવેલા અનન્ય સાહિત્યતીર્થ ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’માં ઓગણીસમી-વીસમી સદીનાં, હિન્‍દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષાનાં, આશરે સવાસો વર્ષ જૂનાં અઢી હજાર જેટલાં પુસ્તકો અહીં સૂચિબદ્ધ રીતે ગોઠવાયેલાં છે, આ તમામ પુસ્તકો અને સામયિકોનું ડિજિટાઈઝેશન દિલ્હીના ‘રેખ્તા ફાઉન્‍ડેશન’ના સહયોગમાં થઈ રહ્યું છે. આ પુસ્તકો વેબસાઈટ પર તબક્કાવાર સુલભ બનાવાઈ રહ્યાં છે. આ આદિમુદ્રિત ગ્રંથો પૈકીનાં ગુજરાતી પુસ્તકોનો સંક્ષિપ્ત પરિચય લખાયેલો છે, જેમાં જે તે પુસ્તકની સ્થૂળ  વિગતો અને સામગ્રીનો અંદાજ આવી શકે છે. આ પરિચય ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં બેસીને, એ પુસ્તકોનાં પાનાં ફેરવીને લખાયેલો છે.

‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’ વિશેનો પરિચય લેખ આ લીન્‍ક પર વાંચી શકાશે.

https://webgurjari.com/2025/12/15/vintage-classic-lierature-preface/


પુસ્તક ક્રમાંક: ખ ૧૧૪/ ૬૪૪  

પુસ્તકનું નામ: ભાટીઆની કુળકથા

મૂળ હિંદીમાંથી ભાષાંતર કરનાર: મથુરાદાસ લવજી

છાપનાર: સુબોધપ્રકાશ છાપખાનું, મુંબઈ

પ્રકાશન વર્ષ: સંવત ૧૯૪૦

કિંમત:

પૃષ્ઠસંખ્યા: ૬૧

વિગત: ‘ન્યાતિબંધુઓને પોતાની જાતનો ઈતિહાસ જાણાવાને ઉપયોગી જાણીને મૂળ હિંદુસ્તાની ભાષામાં છપાયલા ગ્રંથનો ગુજરાતીમાં તરજુમો’ કરવામાં આવેલો છે. આ ઉપરાંત પણ થોડી વિગત ઉમેરવામાં આવી છે. પુસ્તકમાં ભાટીઆ વંશના ઉદ્‍ભવથી લઈને તેના વિસ્તાર અને કુલ ૮૪ નુખનો ટૂંકમાં પરિચય આપવામાં આવ્યો છે. આ ૮૪ નુખનાં સાત મુખ્ય ગોત્ર અને પેટા ગોત્રનો તેમાં ઉલ્લેખ છે. ભાટીઆઓ સમગ્ર દેશના કયા કયા વિસ્તારોમાં વસેલા છે તેની રસપ્રદ વિગતો સમાવાયેલી છે.


આ પુસ્તક નીચેની લીન્‍ક પર વાંચી શકાશે.

https://rekhtagujarati.org/ebooks/ebooks-143


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી