આ પહેલાં રાષ્ટ્રીય ગાન ‘વંદે માતરમ્’ની ૧૫૦ વર્ષની સંગીત યાત્રા – સ્વાતંત્ર્ય સંગ્રામ સમયની ‘વંદે માતરમ્’ની વિદ્રોહ ગાથા માં આપણે સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે વંદે માતરમનો એક કાવ્યમાંથી રાષ્ટ્ર ગીત તરીકેના ઉદયની રાજકારણીય તાણાવાણામાં વણાયેલ સંગીતમય વિદોહ ગાથાની વાત કરી હતી.
હવે આગળ…..
સંકલનઃ અશોક વૈષ્ણવ
રાગ કંબવતીમાં જયપુર – અત્રૌલી ઘરાના શૈલીની સટીક રાગદારીમાં મોગુબાઈ કર્ડીકર નું ૧૯૪૭માં રજૂ થયેલું સંસ્કરણ
૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ‘વંદે માતરમ્’નાં પહેલાં બે પદને રાષ્ટ્રગીત તરીકે સ્વીકૃત કરાયું તે પછી ઑલ ઇન્ડીયા રેડીયો (હવે આકાશવાણી) એ દિવસની શરૂઆતમાં રજૂ થતાં સિગ્નેચર ટ્યુન પછી, ૬૫ સેક્ડમાં રેકર્ડ થયેલું વંદે માતરમના બે અંતરા રજૂ કરવાનું શરૂ કર્યું.
૨૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ભારત સરકારે લીધેલ નિર્ણય અનુસાર આકાશવાણીએ વંદે માતરમના બધાં અંતરા આવરી લેતું સંસ્કરણ પંડિત ચંદ્રશેખર વાઝેના સ્વરમાં રાગ દેશમાં રજૂ કરવાનું શરૂ કર્યું છે.
સ્વતંત્ર ભારતમાં ‘વંદે માતરમ્’ અનેક કલાકારો વિવિધ શાસ્ત્રીય રાગોમાં રજૂ કરતા રહ્યા છે,
પંડિત ભીમસેન જોશીએ સ્વાતંત્ર્યની સુવર્ણ જયંતિના અવસરે સંસદના સેન્ટ્રલ હૉલમાં રાગ દેશમાં વંદે માતરમને રજૂ કરી સમગ્ર દેશને મંત્રમુગ્ધ કરી દીધેલ.
સંગીતા કુટ્ટી કુલકર્ણીએ પણ રાગ દેશમાં વંદે માતરમનું સંપૂર્ણ સંસ્કરણ ગાયું છે.
દરભંગા ઘરાનાના પંડિત પ્રેમ કુમાર મલિક દ્વારા રાગ દેશમાં –
ભાર્ગવી વેંકટરામ રાગ દેશમાં મા ભારતીની સ્તુતિ સ્વરૂપે વંદે માતરમ રજૂ કરે છે –
સ્વાતંત્ર્યના ૭૫ વર્ષ્હની ઉજવણી સમયે વીણા સહસ્ત્રબુદ્ધે એ રાગ કાફીમાં કરેલી રજૂઆત –
ભારતીય શાસ્ત્રીય ગાયન અને રૉક સંગીતનાં ફ્યુઝન સ્વરૂપે –
વિવિધ નૃત્યકારો અને નૃત્ય અકાદમીઓએ પણ વંદે માતરમને શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપે રજૂ કરેલ છે. અહીં એકાદ ઉદાહરણો લીધેલ છે
ડૉ. અંજના ઝા – કથક નૃત્ય
પદ્મરંગ નૃત્ય અકાદમી દ્વારા ભરત નાટ્યમ નૃત્ય
ચાની જણીતી બ્રાન્ડ ‘તાજ’એ ઉસ્તાદ અમજદ અલી ખાન અને તેમના પુત્રો અય્યાન અલી ખાન અને અમ્માન અલી ખાન પાસે સંતુર પર, સ્વાતંત્ર્યનો સ્વાદ એ ટૅગ લાઈન સાથે, વંદે માતરમને રજૂ કરેલ
નેટ પર વધારે શોધખોળ કરતાં વંદે માતરમનાં શાસ્ત્રીય રાગોમાં થયેલ બીજાં કેટલાય સંસ્કરણો મળી શકશે. આપણે તો આટલાં આચમનથી વિરામ લઈએ.
સ્વ્હાભાવિક રીતે વંદે માતરમને ફિલ્મોમાં શી રીતે રજૂ કરાયું હશે એ જાણવાની હવે ઉત્સુકતા થાય.
તેની વાત હવે પછીના અંકમાં …..
સંદર્ભ સ્ત્રોતઃ
150 Years Of Vande Mataram’s Musical Odyssey: The Melody And Memory Of A Nation – by K Balakumar
તસવીર નેટ પરથી, તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી, તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.


Interesting. Some of them never heard before.
LikeLike