ટાઈટલ સોન્‍ગ

(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

બીરેન કોઠારી


‘૧૯૭૮’માં રજૂઆત પામેલી, એ.આર.પ્રોડક્‍શન્સ નિર્મિત, રામ મહેશ્વરી દિગ્દર્શીત ‘કર્મયોગી’માં રાજકુમાર (બેવડી ભૂમિકામાં), માલાસિંહા, જિતેન્દ્ર, રેખા, રીનારોય, અજિત, યોગીતાબાલી જેવા મુખ્ય કલાકારો હતા. આ ફિલ્મનાં કુલ પાંચ ગીતો હતાં, જેના ગીતકાર હતા વર્મા મલિક, અને તેને સંગીતબદ્ધ કર્યાં હતાં કલ્યાણજી-આણંદજીએ.

ઈક બાત કહૂં મૈં સજના‘ (લતા), ‘મુહોબ્બત હૂં, હકીકત હૂં, જવાની હૂં‘ (આશા), ‘આઈયે હુજુર બૈઠિયે‘ (આશા), અને એક કવ્વાલી ‘તુમ નહીં યા હમ નહીં‘ (આશા, રફી, કિશોર અને સાથીઓ). આ ઉપરાંત ‘તેરે જીવન કા હૈ કર્મોં સે નાતા’ ફિલ્મનું ટાઈટલ સોન્ગ હતું, જે મન્નાડેના સ્વરમાં હતું. આ ગીત ફિલ્મના મુખ્ય પાત્રની લાક્ષણિકતાઓને વર્ણવે છે, સાથે ગીતાનો ટૂંકસાર પણ જણાવે છે. ટાઈટલ દરમિયાન તેનો એક અંતરો વાગે છે, એ પછી વચ્ચે એનો એ જ અંતરો પુનરાવર્તિત થાય છે, અને એક નવો અંતરો વધુ એક વાર સાંભળી શકાય છે. નવાઈ લાગે એવી વાત એ છે કે ફિલ્મના અંતે એકાદ અંતરો અપેક્ષિત હતો, પણ ત્યાં એ મૂકાયો નથી.

(વર્મા મલિક)

આ ગીતના શબ્દો આવા છે:

तेरे जीवन का है कर्मों से नाता
तेरे जीवन का है कर्मों से नाता
तू ही अपना भाग्यविधाता
ओओओओओ

जैसी लिखेगा कर्मों की रेखा
जैसी लिखेगा तू कर्मों की रेखा
देना होगा तिल तिल का लेखा
देना होगा तिल तिल का लेखा

तेरे जीवन का है कर्मों से नाता
आज तू जिसको अच्छा समझे
जान ले उसका कल क्या है,
कल क्या है
सोच ले चलने से पहले तू
उन राहों की मंजिल क्या है,
मंजिल क्या है
जो भी किया है आगे आता
तू इतना भी सोच न पाता
ओओओओओ

जैसी लिखेगा कर्मों की रेखा
जैसी लिखेगा तू कर्मों की रेखा
देना होगा तिल तिल का लेखा
देना होगा तिल तिल का लेखा
तेरे जीवन का है कर्मों से नाता

ફિલ્મનાં ટાઈટલ્સ અહીં પૂરાં થાય છે, જે આખી ફિલ્મની લીન્‍ક્માં નીચે ક્લિક કરીને 2.34 સુધી સાંભળી શકાશે.

એ પછી એક વાર આ જ મુખડું અને અંતરો પુનરાવર્તિત થાય છે.

અને ત્રીજી વાર આ ગીતનો એક અંતરો વાગે છે, જે આ મુજબ છે:

सच की राह कांटों से भरी,
दुख कदम कदम पे आता है
जो दुख और सुख में एक रहे,
वो ही कर्मयोगी कहलाता है
ओ ओ ओ

माना के काले कर्मों से
तुझको खुशियाँ और सुख मिलता है,
खुशियाँ और सुख मिलता है
आसमां को छूने वाले
ये कितने दिन चलता है,
ये कितने दिन चलता है
काहे रेत के महल बनाता,
झुठे बल से तू क्युं इतराता
ओओओओ

जैसी लिखेगा कर्मो की रेखा
जैसी लिखेगा कर्मो की रेखा
देना होगा तिल तिल का लेखा
देना होगा तिल तिल का लेखा
तेरे जीवन का है कर्मों से नाता
तू ही अपना भाग्य विधाता
जैसी लिखेगा कर्मों की रेखा
जैसी लिखेगा कर्मों की रेखा
देना होगा तिल तिल का लेखा
देना होगा तिल तिल का लेखा
देना होगा तिल तिल का लेखा
देना होगा तिल तिल का लेखा.
ओओओओ

આટલો ભાગ નીચેની લિન્‍ક પર 33.26 સુધી સાંભળી શકાશે.

जैसी करनी वैसी भरनी
ये तो एक सच्चाई है
ये तो एक सच्चाई है
देख ले तू तेरी करनी,
तेरे आगे आई है,
तेरे आगे आई है,
जो है करता, वो ही पाता,
कोई किसी के साथ न जाता,
ओओओओ

जैसी लिखेगा तू कर्मो की रेखा
देना होगा तिल तिल का लेखा
देना होगा तिल तिल का लेखा
देना होगा तिल तिल का लेखा

આટલો ભાગ નીચેની લિન્‍ક પર 1.07.15 સુધી સાંભળી શકાશે.

ચોથી વાર આ ગીતનો અંતરો નાયકને ફાંસીના સમાચાર અખબારમાં આવે અને તેની પત્ની જુએ ત્યારે વાગે છે, અને એ સાથે આખું ગીત પૂરું થાય છે. ચોથો અંતરો આ મુજબ છે:

खुशी लूटी, घरबार गया,
छूटा जीवन का साथी,
दुनिया के मालिक ये तो बता,
अब कौन सी परीक्षा है बाकी…

અંતરાનો આ ભાગ નાયિકાને લાગુ પડે છે, આથી અહીં ‘તેરે જીવન કા હૈ કર્મોં સે નાતા’વાળું મુખડું નથી.

ગીતનો આટલો ભાગ આ લીન્‍ક પર 1.10.24 સુધી સાંભળી શકાશે.


(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)