સ્વ-વિકાસ : વિચાર વલોણું

તન્મય 

“મૂલ્ય વૃદ્ધિ પહોંચતી કરવી” એ આજકાલ સૌથી વધારે ચલણી શબ્દપ્રયોગ બની રહેલ છે.

કંપનીઓ વધુ ને વધુ મૂલ્ય પહોંચતું કરવા વિવિધ પદ્ધતિઓનો અપનાવી રહેલ છે. સંસ્થામાં લોકોનું મૂલ્યાંકન પણ તેમના દ્વારા સર્જાયેલાં / ઉમેરાયેલાં મૂલ્યના આધારે કરવામાં આવે છે. ગ્રાહકો તેમના દ્વારા ખરીદેલા ઉત્પાદનો અને સેવાઓમાં “મૂલ્ય-વૃદ્ધિ”ની અનુભૂતિ શોધે છે.

બધો ખેલ મૂલ્યનો છે એ વિશે બધાં સંમત થશે. મૂલ્ય વિતરણ પર ધ્યાન કેન્દ્રિત કરવું એ કોઈપણ વ્યવસાયના સતત વિકાસના મૂળમાં છે.

ગ્રાહકોને ઉચ્ચ કક્ષાની અનુભૂતિપૂર્ણ મૂલ્ય પહોંચતું કરવા વ્યવસાય જગતના અગ્રણીઓ જટિલ વ્યૂહરચનાઓનો અમલ કરતા રહે છે, સમયાંતરે સંગઠનનું પુનર્ગઠન કરતા રહે છે, નવી નવી પહેલો વિશે વિચારમંથન કરતા રહે છે, તેમની હાલની પ્રક્રિયાઓમાં સુધારાઓ કરતા રહે છે, તેમજ વેચાણ, તાલીમ, કર્મચારીઓ જેવાં વિવિધ પરિમાણો પર ધ્યાન કેન્દ્રિત કરતા રહે છે.

પરંતું એવું થતું હોય છે, ક્યાંક, સતત પુનર્ગઠન અને સુધારણાની આ પ્રક્રિયામાં, ‘વ્યય’ પેદા થઈ બેસે છે. કારણ વિનાની જટિલતા, બાબુશાહી માળખાં, ક્લિષ્ટ તંત્ર વ્યવસ્થાઓ, બિનઉત્પાદક સુધારણા  પ્રવૃત્તિઓ પર વધારે સમયનો ખર્ચ, વારંવાર કરવાં પડતાં પુનર્કાર્ય અને મૂલ્ય પહોંચાડવામાં સીધી રીતે ફાળો ન આપતી બાબતો પર ફાળવાતાં સંસાધનો જેવા અનેક ‘વ્યય’ રોજબરોજનાં કામકાજમાં પગપેસારો કરી નાખે છે.

વધુ ચિંતાની વાત એ છે આવો પગપેસારો મહદ્‍ અંશે વારંવાર ઘુંટાતો અને પ્રસરતો બની જાય છે – વધુ મૂલ્ય ઉમેરવાની શોધમાં, વધુને વધુ જટિલતા ઉમેરાતી રહેતી છે. આ જટિલતામાંથી પરિણમતો વ્યય ગ્રાહકોને મૂલ્ય પહોંચાડવાથી  લઈને એક તબક્કે મૂલ્ય વૃદ્ધિમાં જ અવરોધક બની રહે છે. સરળ શબ્દોમાં કહીએ તો, વ્યય એ પ્રક્રિયાની અંદરની કોઈપણ એવી પ્રવૃત્તિ છે જે પ્રક્રિયામાં મૂલ્ય ઉમેરતી નથી. “વ્યય દૂર કરતાં રહેવું” એ સશક્ત, ચુસ્ત અને ઉત્પાદક સંસ્થાનાં સંગઠનની ચાવી છે.

નક્કર વાત: ગ્રાહકો માટે મૂલ્ય વિતરણ વધારવાના પ્રયાસો વધુ જટિલતા અને વ્યય પેદા ન કરી બેસે તે અંગે સતત સજાગ રહેવું જરૂરી છે, કેમકે તે જ એવી બાબત બની બેસી શકે છે જે મૂલ્ય પહોંચતું કરવામાં અવરોધ બની રહી શકે છે. વ્યય દૂર કરવો એ મૂલ્ય વધારવાનો, સરળતા જાળવી રાખવાનો અને પરિણામોની ગુણવત્તા વધારવાનો શ્રેષ્ઠ માર્ગ છે.


આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.