ધંધેકા ફંડા
ઉત્પલ વૈશ્નવ
સંદર્ભ વિનાનો નિર્ણય અર્ધી યાદદાસ્તની જ ભૂમિકા ભજવે છે.
થોડા સમયથી મારા કામને લગતી નિર્ણય પ્રક્રિયા બાબતે મારા મનમાં ત્રણ પ્ર્શ્નો ઘોળાયા કરે છે :
– નિર્ણય એટલે શું ?
– તેની માલિકી કોની?
– નિર્ણય ખોટો પડે તો શું કરવુ એ માટે શું કરવાની તૈયારી છે ?
હમણાથી આ સવાલોને એવા સંદર્ભમાં વિચારી રહ્યો છું, જ્યાં જોખમો અને ફાયદાઓ, વિષયને લગતુંં જ્ઞાન અને અનુભવ તેમજ જવાબદારીઓ અને સત્તાઓ સાવ અલગ જ હોઈ શકે છે.
તબીબી સારવાર અને આરોગ્યની સારસંભાળ સેવાઓ
સારવાર કે સારસંભાળની નોંધોમાં શું નક્કી કરાયું હતું તે સચવાઈ શકે છે.
પરંતુ તે નોંધ પરથી તે પછીની વ્યક્તિને તો એ નિર્ણય શા માટે લેવાયો હતો એ જાણવું પણ જરૂરી છે.
એ માટે
– કયા પુરાવા મહત્વના ગણાયા હતા.
– કઈ બાબતે અનિશ્ચિતતા રહી ગઈ હતી.
– પછીથી શું બદલી જઈ શકે / ગયું.
અને તે પછી કોણે (ક્યારે, કયા સંજોગોમાં) શું પગલાં લેવાનાં છે.
તેના પરથી મારા મનમાં તંત્રવ્યવસ્થાને લગતા જે સવાલો પેદા થયા તે હજુ ઘુમરાયા કરે છે :
– નોંધમાં જે લખાયું તે સિવાય શું યાદ રખાવું જરૂરી છે?
– જે સંભાળ લેવાઈ રહી છે તે માટે જવાબદાર વ્યક્તિઓને, ક્યાંથી શરૂઆત થઈ અને શું ખોટું પડ્યું જેવા મૂળ સંદર્ભ મળી શકે ખરા ?

હું આ બાબતને એક તબીબની દૃષ્ટિએ નહીં પણ તંત્ર્ વ્યવસ્થા ઘડનાર તરીકે જોઈ રહ્યો છું.
તબીબી તારણો તબીબ પાસે જ રહી જાય છે.
અને કામને પુરેપુરૂં સમજ્યા વિના આ બાબતનો ઉપાય AI છે તેવું માની લેવા નથી માગતો.
ખરૂં છીંડું નોંધમાં રહી શકે છે.
– કે પછી હાથબદલા સમયે રહી શકે છે..
– કે પછી કામના ભારણ બાબ્તે રહી શકે છે
– અને નહીં તો પછી, માલિકીપણા બાબતે રહી શકે છે.
– અથવા તો એ માટેનાં પ્રોત્સાહનમાં રહી શકે છે.
વધારે શક્યતા, આ દરેક વચ્ચે થતાં આપસી આદાનપ્રદાનમાં મળી આવવાની છે.
એટલે ઉપાય મળી જવાની આ જાહેરાત નથી.
આ તો કામકાજ અંગેની તપાસ માત્ર છે..
આ અંગે મને જે વિચારો આવી રહ્યા છે, જે પ્રશ્નો ઊઠી રહ્યા છે, કે હું જે કંઈ જાણું છું તેની સીમાઓ શું છે એ બધાં પર હું હજુ જે કંઈ લખીશ તે હવે પછીથી રજૂ કરતો રહીશ.
→ ધંધેકા ફંડા – નિર્ણયની નોંધ શું થયું હતું તે સાચવી શકે છે. નિર્ણય અંગેનો સંદર્ભ તે પછી જેણે કામ કરવનું છે તેને માટે એ નિર્ણય શા માટે લેવાયો એ સમજવામાં મદદરૂપ બની શકે છે.
