નિરંજન મહેતા

સાધના એક ઉત્તમ અદાકારા હતી. લગભગ તેની બધી ફિલ્મો સફળ રહી અને તે ફિલ્મોના મોટા ભાગના ગીતો પણ આજે ગવાય છે અને તેનો આનંદ લેવાય છે. પરંતુ મોટા ભાગની ફિલ્મોમાં તેને માટે એક જ ગાયિકાએ સ્વર આપ્યો છે, કાં તો લતાજી અને કાં તો આશા ભોસલે. તેં છતાં જે થોડી ફિલ્મોમાં એક કરતાં વધુ ગાયિકાઓએ સાધના માટે સ્વર આપ્યો છે તેનો આ લેખમાં ઉલ્લેખ કરૂં છું.

સૌ પ્રથમ છે ૧૯૬૪ની ફિલ્મ ‘દુલ્હા દુલ્હન’ :

मुझे कहते है
मुझे कहते है कल्लू कव्वाल
कल्लू कव्वाल
कि तेरा मेरा तेरा मेरा साथ रहेगा
मैं हूँ ठुमरी तो तू है ख़याल
तू है ख़याल
तेरा मेरा तेरा मेरा साथ रहेगा

આગાની સતામણી કરતુ આ ગીત સાધના અને રાજકપૂર પર રચાયું છે. સ્વર છે સુધા મલ્હોત્રા અને મુકેશના. ગીતના શબ્દો છે ગુલશન બાવરાનાં અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ.

આ ફિલ્મનું બીજું ગીત છે જે સાધના રાજકપૂરને ઉદ્દેશીને ગાય છે.

हम ने तुझ को प्यार किया है जितना
कौन करेगा इतना
आँख चुराई ठेस लगाई दिल भी तूने तोड़ा
लाख छुपाया तूने दामन हम ने साथ न छोड़ा
तेरे करम को तेरे सितम को सहते रहें हम जितना

ગાયિકા લતાંજી. ઇન્દીવરના શબ્દોને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ.

૧૯૬૪ની ફિલ્મ ‘રાજકુમાર’નું ગીત સાધના અને શમ્મીકપૂર પર રચાયું છે.

तुम ने पुकारा और हम चले आए
दिल हथेली पर ले आए रे
तुम ने पुकारा और हम चले आए
जान हथेली पर ले आए रे

રફીસાહેબ અને સુમન કલ્યાણપુર ગીતના ગાયકો. ગીતના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીતકાર છે શંકર જયકિસન.

આ ફિલ્મનું બીજું ગીત છે જેમાં સાધના શામ્મીકપુરને ઉદ્દેશીને કહે છે

आ जा आई बहार दिल है बेक़रार
ओ मेरे राजकुमार तेरे बिन रहा न जाए
आ जा आई बहार दिल है बेक़रार
ओ मेरे राजकुमार तेरे बिन रहा न जाए

ગાયિકા લતાજી. શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને.

આ જ ફિલ્મમાં હજી એક ગીત છે જેને માટે ત્રીજી ગાયિકાનો સ્વર લેવાયો છે.

दिलरुबा दिल पे तू ये सितम किये जा किये जा
हम भी तो आग में जलते रहे
प्यार के शोलों पे चलते रहे हो

આ ગીતના ગાયિકા છે આશા ભોસલે. શબ્દો છે શૈલેન્દ્રનાં અને સંગીત આપ્યું છે શંકર જયકિસને.

૧૯૬૬ની અત્યંત પ્રચલિત ફિલ્મ ‘મેરા સાયા’નાં ગીતો છે

तू जहाँ जहाँ चलेगा
मेरा साया साथ होगा

આ ગીત સુનીલ દત્તને ઉદ્દેશીને ગવાયું છે જેના ગાયિકા છે લતાજી.

https://youtu.be/fMz1FovSyVw?list=RDfMz1FovSyVw

તો બીજું ગીત એક નૃત્યગીત છે જે સાધના રસ્તા વચ્ચે કરે છે.

झुमका गिरा रे हाय
झुमका गिरा रे
बरेली के बाजार में

આશા ભોસલેનો સ્વર.

https://youtu.be/UscktZOMGJY?list=RDUscktZOMGJY

બંને ગીતોના શબ્દકાર છે રાજા મહેંદી અલી ખાન અને સંગીતકાર છે મદન મોહન.

૧૯૭૪ની ફિલ્મ ‘ગીતા મેરા નામ’નું આ ગીત એક ક્લબમાં સાધના પર અત્યાચાર કરાય છે ત્યારે ગવાયું છે.

हा मुझे मार डालो मई मार जौंगी
मरते मरते ये साबित कर जौंगीके
ज़िंदगी भी मौत है मौत भी है ज़िंदगी

ગાયિકા છે આશા ભોસલે.

https://youtu.be/tOuoeH4PyfY?list=RDtOuoeH4PyfY

બીજું ગીત સુનીલ દત્તને ઉદ્દેશીને ગવાયું છે.

सुनिए ज़रा देखिये ना
हम आपकी दीवार के साये में बैठे है

ગીતના ગાયિકા છે લતાજી.

https://youtu.be/kVJ-lS_IpkU?list=RDkVJ-lS_IpkU

બંને ગીતના રચયિતા રાજીન્દર કૃષ્ણ અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

તેમની જાણીતી ફિલ્મો ‘વો કૌન થી’, ‘અનિતા’, ‘પરખ’ વગેરેમાં અગાઉ જણાવ્યું તેમ એક જ ગાયિકાના સ્વરનો ઉપયોગ થયો છે એટલે તે ફિલ્મોના ગીતોનો ઉલ્લેખ આ લેખમાં નથી.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. +91 22 28339258/ 91 9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com