ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

પોતાને ભોપાલી કહેવડાવનારા ત્રણ ગીતકારો ફિલ્મોમાં આવ્યા. તાજ ભોપાલી, કૈફ ભોપાલી અને અસદ ભોપાલી. તાજ સાહેબે માત્ર ત્રણ ફિલ્મોમાં એકલદોકલ ગીતો લખ્યા જેમાં એક પણ ગઝલ નહોતી, કૈફ સાહેબે ઠીક – ઠીક પ્રમાણમાં ગીતો અને ગઝલો લખી પરંતુ અસદ ભોપાલી સાહેબે આશરે સો ફિલ્મોમાં ૪૫૦ થી વધુ ગીતો લખ્યા. હા, એક શકીલાબાનો ભોપાલી પણ હતા જે બહુધા કવ્વાલી ગાવા માટે ફિલ્મોમાં મહેમાન કલાકાર તરીકે એમના હુસ્નના જલવા વિખેરવા આવતા. પોતે અચ્છા શાયરા પણ હતા .

અસદ ભોપાલીની વાત. આટલા બધા ગીતો લખ્યા હોવા છતાં એમની સફળ ફિલ્મોમાં ‘ મૈને પ્યાર કિયા ‘ જેવી ગણી-ગાંઠી ફિલ્મો જ. જો કે એમની અસફળ અથવા મર્યાદિત સફળતા પામેલી ફિલ્મોના પણ ખાસ્સા ગીતો લોકપ્રિય થયા. ( વો જબ યાદ આએ પારસમણિ, દિલ કા સૂના સાઝ તરાના ઢૂંઢેગા એક નારી દો રૂપ, ઐ મેરે દિલે નાદાં તૂ ગમ સે ન ગભરાના ટાવર હાઉસ, હમ તુમ સે જુદા હો કે એક સપેરા એક લુટેરા, સૌ બાર જનમ લેંગે – ઉસ્તાદોં કે ઉસ્તાદ વગેરે )

એમણે નરી તુકબંદી હોય અથવા કાવ્ય-તત્ત્વનો છાંટોય ન હોય એવા ગીતો પણ લખ્યા પણ એની સંખ્યા જૂજ. કેટલીક સુંદર ગઝલો પણ આપી. એમાંની બે જોઈએ. આ પહેલી ગઝલ ગાલિબની જમીન પર ચણેલી છે. ( મત્લો તો સીધો જ ગાલિબનો ! ) ગાલિબનું નામ પણ એમની જેમ અસદુલ્લાહ ખાં હતું એ રૂએ કદાચ એમણે આ ગુસ્તાખી કરી હોય !! આપણે બાકીના ત્રણ મૌલિક શેર પર ધ્યાન આપીએ :

 

દિલ હી તો હૈ તડપ ગયા, દર્દ સે ભર ન આએ ક્યોં
રોએંગે  હમ  હઝાર  બાર, કોઈ  હમેં  સતાએ  ક્યોં 

 

રોતે  હુએ  ગુઝાર  દી, જિસને  તમામ  ઝિંદગી
ઉસકો હંસી સે કામ ક્યા, કોઈ ઉસે હંસાએ ક્યોં

 

ઐ  મેરે  બદનસીબ  દિલ, દેખ  યે  તેરી ભૂલ હે
તૂ તો ખિઝાં કા ફૂલ હૈ, તુમ પે બહાર આએ ક્યોં

 

આંખોં મેં આંસુ દિલ મેં ગમ, જીને કો જી રહે હૈં હમ
મૌત સે પહલે ઝિંદગી, ગમ સે નિઝાત પાએ ક્યોં ..

 

– ફિલ્મ : આધી રાત – ૧૯૫૦

– લતા

– હુસ્નલાલ ભગતરામ / હંસરાજ બહલ

આ બીજી ગઝલ જાણીતી અને લોકપ્રિય છે પરંતુ એ ગઝલ છે એ તરફ ધ્યાનાકર્ષિત કરવા અહીં લીધી છે :

મૈં ખુશનસીબ હું મુજકો કિસીકા પ્યાર મિલા
બડા  હસીન  મેરે  દિલ  કા  રાઝદાર  મિલા

 

હૈ દિલ મેં પ્યાર, ઝુબાં ચુપ, ઝુકી-ઝુકી નઝરેં
અજબ અદા સે કોઈ આજ પહેલી બાર મિલા

 

કિસીકો પા કે મેરે દિલ કા હાલ મત પૂછો
કે જૈસે સારે  ઝમાને પે  ઈખ્તિયાર મિલા

 

કિસી ને  પૂરે  કિયે  આજ  પ્યાર કે  વાદે
મેરી વફા કા સિલા મુજકો શાનદાર મિલા

 

મેરે  ચમન  કા  હરેક  ફૂલ  મુસ્કુરાને લગા
વો ક્યા મિલે કે મુજે મૌસમ-એ- બહાર મિલા ..

– ફિલ્મ : ટાવર હાઉસ – ૧૯૬૨

– લતા – મુકેશ

– રવિ


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.