દિગ્દર્શન અને સંગીતનું સાયુજ્ય એટલે ‘ભારત એક ખોજ’નું સંગીત  

(એક સમયે દૂરદર્શન પરથી પ્રસારિત, શ્યામ બેનેગલ દિગ્દર્શીત, જવાહરલાલ નહેરુના પુસ્તક ‘ડિસ્કવરી ઓફ ઈન્‍ડિયા’ પર આધારિત ધારાવાહિક ‘ભારત એક ખોજ’ ના સંગીતનો આસ્વાદ આ શ્રેણીમાં કરાવાયો છે. વનરાજ ભાટિયાએ તેનું સંગીત તૈયાર કર્યું હતું.)

બીરેન કોઠારી

‘નવમો હપ્તો ‘ગણસંઘ બનામ રાજ્ય’નો છે, જેમાં મુખ્યત્વે વાર્તાસ્વરૂપે ગણતંત્રો વિશે દર્શાવાયું છે.

તસવીર સૌજન્ય સ્ક્રીનશૉટ @૩.૪૭

એક પરિસ્થિતિ દરમિયાન મહાનામા પોતે પાણીમાં તરી શકે ત્યાં સુધી પોતાનાં પ્રજાજનોને સલામત સ્થળે જવા દેવાનો અનુરોધ કરે છે. મહાનામા પાણીમાં ઊતરે અને તરતો રહે એ સમગ્ર દૃશ્ય દરમિયાન બહુ અસરકારક પાર્શ્વસંગીત સાંભળવા મળે છે, જેમાં આરંભે ઉત્સુકતા તેમજ અશાંતિ જગાડતું અને પછી શાંતિ સૂચવતું (@૩૧.૩૦ થી શરૂ કરીને  ૩૨.૫૫ સુધી) સંગીત છે.

એ પછી હત્યાકાંડમાં મૃત્યુ પામેલાં લોકોનાં શબોની ઉજાણી માટે મંડરાતાં ગીધોના કોલાહાલને પણ બહુ અસરકારક રીતે ઝીલી લેવાયેલ છે.

નવમો હપ્તો અહીં જોઈ શકાશે.


Disclaimer:

The song links have been embedded from the YouTube only for the listening pleasure of music lovers. This blog claims no copyright over these songs, which vests with the respective copyright holders.


ક્રમશઃ


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)