નિરંજન મહેતા
મીનાકુમારી ફિલ્મ જગતની ટ્રેજેડી ક્વીન તરીકે જાણીતી અદાકારા બાળ કલાકાર મેહજબીન નામે કારકિર્દી શરૂ કરી હતી અને ત્યાર બાદ બેબી મીનાને નામે કામ કર્યું.
૧૯૪૭ની ફિલ્મ ‘પિયા ઘર આના’ અને ૧૯૪૮ની ફિલ્મ ‘બિછડે બલમ’માં મીનાકુમારીએ બાળ કલાકાર તરીકે કામ કર્યું છે અને એકાદ ગીત તેના ખુદના સ્વરમાં છે પણ ન તો વિડીઓ કે ન તો ઓડીઓ પ્રાપ્ત છે એટલે ત્યાર પછીની ફિલ્મો વિષે આ લેખમાં માહિતી અપાઈ છે. મોટા ભાગની ફિલ્મોમાં મીનાકુમારીને એક જ ગાયિકાનો સ્વર અપાયો છે પણ થોડીક એવી ફિલ્મો છે જેમાં જુદા જુદા સ્વરમાં મીનાકુમારી પર ગીતો રચાયા છે.
સૌ પહેલા ૧૯૫૭ની ફિલ્મ ‘મિસ મેરી’નું ગીત જોઈએ
सखी री सुन, बोले पपीहा उस पार
बोलत ऐसी मीठी बोली, छेड़े मन के तार
પોતાની મનોવ્યથાને ઉજાગર કરતા આ ગીતના ગાયિકા છે આશા ભોસલે
બીજું ગીત છે
सो गया सारा ज़माना
नींद क्यों आती नहीं
ए हवा जाकर उसे
तू पास क्यों बुलाती नहीं
આ ગીત પણ મીનાકુમારીની મનોવ્યથા વ્યક્ત કરે છે જેના ગાયિકા છે લતાજી
બંને ગીતના ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ અને સંગીતકાર હેમંત કુમાર
૧૯૬૪ની ફિલ્મ ‘સાંજ ઔર સવેરા’નું ગીત છે
जिसके लिए तड़पे हम सारा जीवन भर
यही है वो साँझ और सवेरा
બે પ્રેમીઓની ગુરુદત્ત અને મીનાકુમારીની લાગણી દર્શાવતા આ ગીતના ગાયકો છે આશા ભોસલે અને રફીસાહેબ
બીજું ગીત છે
चाँद कंवल मेरे चाँद कंवल
चुप चाप सोजा यु ना मचल
આ એક હાલરડાના રૂપમાં ગીત છે જેના ગાયિકા છે સુમન કલ્યાણપુર
બંને ગીતના ગીતકાર હસરત જયપુરી અને સંગીત આપ્યું છે શંકર જયકિસને
આ ફિલ્મમાં ત્રીજું ગીત પણ છે જે એક ભજન છે અને તે લતાજીના સ્વરમાં છે
मन मोहन कृष्ण मुरारी
तेरे चरणो की बलिहारी
वारी वारी जाऊ मैं बनवारी
આ ગીતના ગીતકાર છે શૈલેન્દ્ર અને સંગીતકાર છે શંકર જયકિસન.
૧૯૬૪ની અન્ય ફિલ્મ ‘ગઝલ’ના ગીત જોઈએ
मुझे ये फूल न दे तुझको दिलबरी की क़सम
ये कुछ नहीं हैं तेरी ओठो की ताज़गी की क़सम
એક પ્રેમિકાની લાગણીને દર્શાવતાં આ ગીતના ગાયિકા છે સુમન કલ્યાણપુર
બીજું ગીત છે
नग़मा-ओ-शेर की सौगात किसे पेश करूँ
ये छलकते हुए जज़बात किसे पेश करूँ
વિરહનાં દર્દમાં ગવાતા આ ગીતના ગાયિકા છે લતાજી
બંને ગીતના ગીતકાર સાહિર લુધિયાનવી અને સંગીતકાર મદન મોહન
૧૯૬૪ની વધુ એક ફિલ્મ ‘ચિત્રલેખા’માં પણ આવા ગીતો છે
छा गए बदल नील गगन पर
घुल गया कजरा साँझ ढले
કાલાકરો છે પ્રદીપકુમાર અને મીનાકુમારી. સ્વર છે આશા ભોસલે અને રફીસાહેબના
બીજું ગીત છે
संसार से भागे फिरते हो
भगवान को तुम क्या पाओगे
इस लोग को भी अपना ना सके
उस लोक में भी पछताओ
સંન્યાસ લઇ જઈ રહેલા અશોકકુમારને માટે આ ગીત ગવાયું છે જેના ગાયિકા છે લતાજી. આ ગીત ફિલ્મ સરસ્વતીચંદ્રના આવા જ ગીતની યાદ અપાવે છે,
બંને ગીતના ગીતકાર સાહિર લુધિયાનવી અને સંગીતકાર રોશન
૧૯૬૫ની ફિલ્મ ‘ભીગી રાત’નાં ગીતો છે
ऐसे तो ना देखो, के हमको नशा हो जाए
ख़ूबसूरत सी कोई हमसे ख़ता हो जाए
બે પ્રેમીઓની નોકઝોક દર્શાવતું આ ગીત ગાયું છે સુમન કલ્યાણપુર અને રફીસાહેબે. સહકલાકાર પ્રદીપકુમાર
दिल जो ना कह सका
वोही राज़ ए दिल कहने की रात आई
આ ગીતમાં પોતાની વ્યથાને દર્શાવે છે મીનાકુમારી જેના ગાયિકા છે લતાજી
બંને ગીતના ગીતકાર નક્ષ્ય લાલપુરી અને સંગીતકાર રોશન
૧૯૬૭ની ફિલ્મ ‘બહુ બેગમ’નું ગીત
हम इंतज़ार करेंगे क़यामत तक
खुदा करे कि क़यामत हो और तू आए
વિરહની આગમાં બે પ્રેમીઓ પોતાની મનોવ્યથા આ ગીતમાં રજુ કરે છે જેના ગાયકો છે રફીસાહેબ અને આશા ભોસલે. ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર રોશન
બીજું ગીત છે
दुनिया करे सवाल तो हम क्या जवाब दें
तुमको न हो ख़याल तो हम क्या जवाब दें
ગાયિકા લતાજી ગીતકાર સાહિર લુધિયાનવી અને સંગીતકાર રોશન
૧૯૬૮ની ફિલ્મ ‘નૂરજહાં’
शराबी-शराबी ये सावन का मौसम
खुदा की क़सम खूबसूरत ना होता
अगर इसमे रंग-ए-मुहब्बत ना होता
એક મહેફીલમાં મીનાકુમારીને ગીત રજુ કરવા કહેવાય છે ત્યારે પ્રદીપકુમાર ત્યાં દાખલ થાય છે. તેને અનુલક્ષીને ગવાયેલા આ ગીતને સ્વર આપ્યો છે સુમન કલ્યાણપુરે. ગીતકાર શકીલ બદાયુની અને સંગીતકાર રોશન
બીજું ગીત છે
रात की महफ़िल सुनी सुनी, आँखे पुरानम दिल नाकाम
सहमे सहमे अरमानो का, होना ही था यह अंजाम
સ્વર છે લતાજીનો. ગીતકાર શકીલ બદાયુની અને સંગીતકાર રોશન
आप जब से करीब आए हैं,
प्यार के रंग दिल पे छाए हैं
પ્રદીપકુમાર અને મીનાકુમારી વચ્ચે આ પ્રેમગીત દર્શાવાયું છે જેને સ્વર આપ્યો છે આશા ભોસલે અને રફીસાહેબે. ગીતકાર શકીલ બદાયુની અને સંગીતકાર રોશન
૧૯૬૩ની ફિલ્મ ‘દિલ એક મંદિર’ એક મેલોડ્રામા ફિલ્મ હતી જેના બધા ગીતો આજે પણ ગણગણાય છે
रुक जा रात ठहर जा रे चंदा बीते न मिलन की बेला
आज चांदनी की नगरी में अरमानों का मेला
વ્યથા ભરેલ આ ગીતના ગાયિકા છે લતાજી. શૈલેન્દ્રનાં શબ્દો અને શંકર જયકિસનનું સંગીત.
બીજું ગીત એક જન્મદિવસના પ્રસંગનું ગીત છે.
जूही की कली मेरी लाडली
नाज़ों की पली मेरी लाडली
ओ आस-किरन जुग-जुग तू जीए
नन्ही सी परी मेरी लाडली, ओ मेरी लाडली
સુમન કલ્યાણપુરનો સ્વર. શબ્દો છે હસરત જયપુરીનાં અને સંગીતકાર છે શંકર જયકિસન
આશા છે થોડા ગીતો છે પણ રસિકજનોને તે માણવાલાયક હશે.
Niranjan Mehta
