રજુઆતઃ સરયૂ મહેતા-પરીખ

પહેલાં ઓઈલ કલરથી શરુ કર્યા પછી વોટર કલર વાપરવાનું વધારે અનુકૂળ લાગ્યું. વોટર કલરનો વધુ અભ્યાસ તેમજ નવું શીખવાના ઉત્સાહ સાથે બીજી કલાકારીમાં પણ કુશળતા મેળવી.
ગીતા કહે છે…મારું MBA, પૂર્ણ કર્યા પછી, મને the Greater Guildford area માં એક કલાકાર સાથે પરિચય થયો અને તેના સ્ટુડિયોની વ્યવસાયિક બાજુની રચના કરવામાં મદદ કરવાનું શરૂ કર્યું. અમારા સાથેના એ સમય દરમિયાન, તેણીએ મને મારી ‘in-control’ mindset સામે સૌમ્ય પડકાર તરીકે સિલ્ક પેઇન્ટિંગનો પરિચય આપ્યો – જેમાં તમારું નિયંત્રણ છોડી શરણાગતિ સ્વીકારી…રંગોને પોતાનું સ્વત્વ લેવા દવું પડે છે.
Silk Painting Using the Serti Technique; a traditional silk-painting method in which resistance, such as gutta, creates patterns that prevent the dyes from spreading to neighboring areas.
સેર્ટી પરંપરાગત રેશમ-પેઇન્ટિંગ પદ્ધતિ છે જેમાં ગુટ્ટા (રબર જેવા સંયોજક પદાર્થ) રંગોને પડોશી વિસ્તારોમાં ફેલાતા અટકાવે છે.
- રેશમને ધોઈને ફ્રેમ પર સજ્જડ રીતે ખેંચો.
- ફાઇન-ટીપ એપ્લિકેટરનો ઉપયોગ કરી રેશમ પર ગુટ્ટા લગાવી રેખાંકન કરી, સૂકાવા દેવું.
- રેશમ રંગો, steam-set silk dyes. વરાળથી સેટ રેશમ રંગો અને નરમ બ્રશનો ઉપયોગ કરો. દરેક ગુટ્ટા-બાઉન્ડેડ વિભાગની અંદર રંગ કરી, પેઇન્ટેડ રેશમને સંપૂર્ણ રીતે સૂકવવા દો.
- સૂકા રેશમને સાફ કરી, printed paperમાં રંગેલો ભાગ એકબીજાને અડે નહીં એ રીતે વીંટાળો.
- વીંટાળેલ રેશમને યોગ્ય સ્ટીમરમાં પાણીની સપાટીથી ઉપર રાખો. સામાન્ય રીતે 1-3 કલાક લાગે.
- રેશમને ઠંડુ થવા દો, પછી વધારાના રંગને દૂર કરવા માટે તેને હળવેથી ધોઈ લો અને ગુટ્ટા દૂર કરો.

એક વધુ કલા શીખવામાં રસ લીધો તે છે, સુમી–ઈ ચિત્રકળા
સુમી જાપાનની એક લોકપ્રિય ચિત્રકળાનો પ્રકાર છે. સુમી એટલે કાળી સ્યાહી. સુમી ચિત્રો વિરોધાભાસની મદદથી સુચારૂતા દર્શાવે છે.
સુમી માટે માત્ર કાગળ, શાહી અને બ્રસની જ આવશ્યક્તા છે. સુમી માટેની શાહી એ સાદી શાહી નથી, પણ પાઈનના બળેલાં લાકડાંની રાખ સાથે દિવાના મેશના મિશ્રણથી બનેલો રંગ છે. આ પદાર્થોને કપૂર અને ગ્લુની મદદથી સ્ટીક બનાવીને સાચવી રાખવામાં આવે છે. જ્યારે વાપરવો હોય ત્યારે એને પાણીમાં ભીંજાવી પથ્થર ઉપર વાટીને શાહી જેવું ગાઢું પ્રવાહી બનાવવામાં આવે છે. એને જરૂર અનુસાર ઘેરૂં કે આછું કરી શકાય છે.
સુમી ચિત્રો માટેના બ્રશ પણ અલગ પ્રકારના હોય છે. હાથ બનાવટના કાગળ, જેને રાઈસપેપર કહેવામાં આવે છે, એ બાંબુમાંથી બને છે. એ નરમ અને ભેજ ચૂસી લે એવા હોય છે.
સુમી ચિત્રો સાદા અને સરળ હોય છે, અને કલાકાર જે કહેવા માગે છે એ સહેલાઈથી સમજાય છે. સુમી ચિત્રોમાં રેખા ચિત્રો પણ હોઈ શકે. આવા ચિત્રોમાં બારીકાઈ કે શણગાર જેવું કંઈ હોતું નથી.
અહીં ગીતાબહેને તૈયાર કરેલા સુમી આર્ટના ચિત્રો આપ્યા છે.


તો અહીં ગણેશના ચિત્રો.

હાથબનાવટના ખાદીના કાગળ ઉપર દોરેલું આ ચિત્ર Chiddingfold High street નું છે. ઈંગ્લેંડમાં સુંદર મકાનોની હાર આ ૧૧” બાય ૧૫” ના ચિત્રમાં ૨૦૦૯ માં ચિત્રાંકિત કરવામાં આવી હતી.


એમના બાળકો સાથે દૂર સુધી ચાલવા જતાં…



Geeta. geetaa4@gmail.com NewJersey.
Saryu Parikhસરયૂ પરીખ www.saryu.wordpress.com
