મારા રુદિયામાં આવ્યા હરિ

રમેશ પારેખ

મારા રુદિયામાં આવ્યા હરિ
મારી સુરતામાં કૂણીકૂણી પીંછી ફરી

ઘડી હું ફૂંક ને હું જ બંસરી,
ઘડી ડું જ હરિવર નકરી;
મને ખબર્યું ન પડતી ખરી

પળ પળમાં હરિવરની વાંચી,
હું ચબરખી ઉકેલાઉ સાચી;
હરિ સોંસરવી હું સંચરી …

 

સાવ પાસે
રક્ષા શુક્લ
સાવ પાસે, સાવ પાસે છે હવે,
આ હવાને શ્વાસ બનવા દે હવે.
 
આંખ મીચું કે ઊઘાડું શું મળે ?
સ્વપ્ન કે સહવાસ તારો કે’ મને.
 
જીભ મુશ્કેટાટ બાંધીને ઊભી,
તું પૂરા કર પાપ, બાકી બે હવે.
 
કૈં યુગોથી હું મને વાવ્યા કરું,
પાન ક્યાં ‘ને મૂળ ક્યાં? કે’ લે હવે.
 
હું હસી ‘ને લે, રીઝી પણ, ટેવ વશ,
એ મહોરાંને ઊતારું શે હવે ?
 
સો વજનિયાં કાંધ પર વે’વારના,
છે મને કીડી વિશે પણ ભે હવે.
 
લાગતો લૂણો સતત ભીતર બધે,
મોકલ્યા દરિયા છતાં કાં તેં મને.