રજુઆતઃ સરયૂ મહેતા-પરીખ
‘નારી તું નારાયણી’ એ અંતરનાદ સાથે સર્જાયેલ ચિત્રો શક્તિ અને શાતા આપે છે. રંગો દ્વારા સ્નેહ અને સંવેદનાનો અને હાં…પ્રણયમસ્તીનો અનુભવ થાય છે.



દિલીપ પરીખના ચિત્રો વિશે એક સંક્ષિપ્ત નોંધ:
#1 CREATION. E=MC2 ના બે પાસા છે: ભૌતિકશાસ્ત્ર અને આધ્યાત્મિક. ભૌતિકશાસ્ત્રનું પાસું: પદાર્થ અને ઊર્જા એક જ વસ્તુની બે અલગ અલગ સ્થિતિ છે (આઇન્સ્ટાઇન) “બિગ બેંગ (સ્ટીફન હોકિન્સ). કેન્દ્રમાં ‘બ્લેક સર્કલ’ એક ‘બ્લેક હોલ’ રજૂ કરે છે – ઊર્જાનો સ્ત્રોત, જે દૃશ્યમાન બ્રહ્માંડ તરીકે પ્રગટ થાય છે. સર્જન.
# 2 BRAHMAN-MAYA. આધ્યાત્મિક પાસા. બ્રહ્માંડનો વિસ્તાર અને માયા.
આ ચિત્ર આ પહેલાના ચિત્રની હકીકત પછીનું Second Stage દર્શાવે છે. Big Bangના પરિણામે બ્રહ્માંડના વિસ્તારની પ્રક્રિયા શરૂ થઈ ગઈ (જે આજ સુધી ચાલે છે), પણ બ્રહ્માંડના વિસ્તારની સાથે પ્રકૃતિ અને પછી પ્રાણી અને મનુષ્યનું આગમન થયું. જ્યાં વિજ્ઞાન અટકે છે, ત્યાંથી પરમ તત્વ Take over કરે છે, અને આપણે એ વણઉકલ્યા પ્રશ્નોને પરમ તત્વની માયા તરીકે ઓળખીએ છીએ. ચિત્રકારે આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ નાજુક રીતે દર્શાવી છે. ચિત્રમાં વિસ્તરતું બ્રહ્માંડ, સ્ફોટક થતી શક્તિ, માયા-પ્રગટ ઊર્જા અને એની પાછળ બ્રહ્મ-અપ્રગટ, બધું જ ચિત્રકારે એક જ Frame માં સમાવી લીધું છે. બે ચહેરાઓ–આગળ પ્રકૃતિ અને પાછળ પુરુષ. દ્રશ્યમાન સર્જન અને અદ્રશ્ય સર્જક.


યત્ન ને પ્રયત્ન…
“આને તો કેવી સહેલાઈથી સફળતા મળી ગઈ!” એવું કહેનાર અબૂધ વ્યક્તિ અજાણ છે કે સફળતાના શિખર પર પહોંચતા પહેલાં કેટલા પગથિયાં ચડવા પડે છે!
દિલીપને વડોદરા ભણવા જવાની તક મળી પણ પોતાના ખર્ચ માટે સજાગ રહેવું પડતું. આગળ જતાં ભાભા એટોમિક અને બીજી સ્કોલશીપ મળતા વિદ્યાર્થી જીવન સરળ રહ્યું હતું. આજના અનુભવ સાથે એ વાત ફરી યાદ આવી.
આજે સેવાસંસ્થામાં આવતા ફોન-કોલનો જવાબ મારે આપવાનો હતો. મેં હેલો કહ્યું તો સામેથી સવાલ આવ્યો,
“મારું નામ સંચી છે અને આ મહિને કામ ઓછું મળવાથી ઈલેક્ટ્રિક બિલ ભરવાની તકલીફ છે. મદદ મળશે?”
મેં વિગત જાણી કહ્યું કે, “બીલ અમારી તરફથી ભરાશે ત્યારે જણાવીશ.” થોડા કલાક પછી સંચીને મેં ફોન જોડ્યો અને કહ્યું કે બીલ ભરાઈ ગયું છે. સંચીએ મિત્રતાના ભાવથી વાત ચાલુ રાખી નિખાલસતાથી બોલી, “ઘર સફાઈ અને બીજા કામ શોધું છું કારણ મારી દીકરીને અહીં સારી કોલેજમાં પ્રવેશ મળ્યો છે.”
મેં કહ્યું, “અરે! મારો પૌત્ર પણ એ જ કોલેજમાં જઈ રહ્યો છે.”
“દીકરીને હોસ્ટેલમાં રહેવાની સગવડતા કેમ કરવી એ ખબર નથી પડતી.” મેં સંચીને કહ્યું કે મારે ઘેર આવજે તેથી વધુ વાત થાય. મને એમ કે એકલી આવશે, અલ્લડ ઉંમરની છોકરી નહીં આવે. ત્યાં તો સમયસર એની દીકરી સાથે આવી. ગરીબ ઘરકામ કરતી સ્ત્રીની દીકરી, મારા પૌત્રની કક્ષાએ હાઈસ્કૂલ પાસ કરી નામચીન કોલેજમાં ભણવા જઈ રહી હતી!
“તમને મળીને આનંદ થયો, મારુ નામ મેલની.” તેની સરળતાથી વાતચીત કરવાની રીતથી હું પ્રભાવિત થઈ.
“સંચી, તું કામ શોધે છે એ વિશે અમારા બુલેટિનમાં મેં જાહેરખબર મુકી છે. મારે ત્યાં તું કામ શરૂ કરી શકે છે અને મેલની તને કોલેજ રહેઠાણ માટે જરૂરી માહિતી મોકલીશ.”
દિલીપ વાત સાંભળતા હતા. તેમણે કહ્યું, “મેલની, તારે ભણવા માટે જે પણ પૈસાની જરૂર પડે તે અમને વિના સંકોચ કહેજે.”
પોતાના સંઘર્ષોને માત કરી આગળ આવેલ વ્યક્તિ અન્યને વાણી, વર્તન કે લાગણીથી સ્પર્શ કરે છે ત્યારે મદદની સાથે આત્મવિશ્વાસ પણ આપે છે…

સરયૂ પરીખ.
નોંધઃ: pictures do not justify original paintings.
Saryu Parikhસરયૂ પરીખ www.saryu.wordpress.com
