આદિમુદ્રિત ગ્રંથવૈભવ

નડિયાદમાં આવેલા અનન્ય સાહિત્યતીર્થ ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’માં ઓગણીસમી-વીસમી સદીનાં, હિન્‍દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષાનાં, આશરે સવાસો વર્ષ જૂનાં અઢી હજાર જેટલાં પુસ્તકો અહીં સૂચિબદ્ધ રીતે ગોઠવાયેલાં છે, આ તમામ પુસ્તકો અને સામયિકોનું ડિજિટાઈઝેશન દિલ્હીના ‘રેખ્તા ફાઉન્‍ડેશન’ના સહયોગમાં થઈ રહ્યું છે. આ પુસ્તકો વેબસાઈટ પર તબક્કાવાર સુલભ બનાવાઈ રહ્યાં છે. આ આદિમુદ્રિત ગ્રંથો પૈકીનાં ગુજરાતી પુસ્તકોનો સંક્ષિપ્ત પરિચય લખાયેલો છે, જેમાં જે તે પુસ્તકની સ્થૂળ  વિગતો અને સામગ્રીનો અંદાજ આવી શકે છે. આ પરિચય ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં બેસીને, એ પુસ્તકોનાં પાનાં ફેરવીને લખાયેલો છે.

‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’ વિશેનો પરિચય લેખ આ લીન્‍ક પર વાંચી શકાશે.

https://webgurjari.com/2025/12/15/vintage-classic-lierature-preface/


 

ભરતખંડના રાજ્યકર્તા: લૉર્ડ વિલિયમ બેન્‍ટિંક

બીરેન કોઠારી

પુસ્તક ક્રમાંક: ખ ૬૭/ ૦૦૪૮૯   

પુસ્તકનું નામ: ભરતખંડના રાજ્યકર્તા / લૉર્ડ વિલિયમ બેન્‍ટિંક

મૂળ લેખક: ડીમીટ્રિયસ સી. બુલજર

ગુજરાતીમાં ભાષાન્‍તરકર્તા: હીરાલાલ ડાહ્યાભાઈ નાણાવટી

પ્રકટકર્તા: ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ, ‘ગુજરાતી’ના તંત્રી

પ્રકાશન વર્ષ: ઈ.સ.૧૮૯૫

કિંમત:

પૃષ્ઠસંખ્યા: ૨૧૫

વિગત: ગુજરાતી ભાષામાં ચરિત્રાત્મક સાહિત્ય ઓછું છે અને પ્રાચીન તેમજ અર્વાચીન કાળના અનેક પ્રતાપી તેમજ ખ્યાતનામ શાસકો વિશેની માહિતી જૂજ હોવાનું આ ગ્રંથના પ્રકટકર્તા ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ અંગ્રેજીમાં લખેલી પોતાની પ્રસ્તાવનામાં જણાવ્યું છે. ક્લેરેન્‍ડન પ્રેસ ઑફ ઑક્સફર્ડ દ્વારા પ્રકાશિત તેવીસ પુસ્તકોની આવી શ્રેણી પૈકી દસ પુસ્તકોને ગુજરાતીમાં ઉતારવા માટે પસંદ કરાયાં છે. એ પૈકીનું એક પુસ્તક એટલે આ.

કુલ દસ પ્રકરણમાં વહેંચાયેલા આ પુસ્તકમાં પ્રથમ પ્રકરણ ‘પૂર્વાવસ્થા’ અને અંતિમ પ્રકરણ ‘હિંદની કારકિર્દી અને જીવનની અવધિ’ છે. તેમના જન્મથી લઈને તેમના મૃત્યુ સુધીનો સમગ્ર જીવનકાળ આ પ્રકરણોમાં આવરી લેવાયો છે.


આ પુસ્તક નીચેની લીન્‍ક પર વાંચી શકાશે.

https://rekhtagujarati.org/ebooks/lord-william-bentinck-ebooks


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી