પ્રાસંગિક કવિતા

સ્મૃતિમંજૂષા ખોલી ચૂંટું
પલાશ, કિંશુક, કેસૂ, કેસર;
સીંચું શ્વાસ તણું જલ
સરર સરર સર,
પલ પલ આંખ-મિચૌલી
ખીલે રોમ રોમ રંગોલી!
વિલાયતમાં હોલી….
ઊજવું વિલાયતમાં હોલી!

ડૅફૉડિલનું પીત-વસન ને
ચેરીની ચારુ લજ્જાને
હિમસંપુટમાં ઘોલી,
વિલાયતમાં હોલી…
ઊજવું વિલાયતમાં હોલી!

તાપું અંગરેજ શી તડતડ બોલી;
રંગું રંગરેજ થઈ વાચા-ચોલી,
વિલાયતમાં હોલી…
ઊજવું વિલાયતમાં હોલી!

 

શ્રી પંચમ શુક્લ,યુ.કે.

https://spancham.wordpress.com/ પરથી સાભાર.