નિરંજન મહેતા

આ મણકાનો પહેલો હપ્તો ૨૭.૦૮.૨૦૨૨ના રોજ મુકાયો હતો જેમાં ૧૯૬૦ સુધીના ગીતો લેવાયા હતા. ત્યારબાદ અન્ય વિષયને લગતા લેખ મુકાયા હોવાથી આ વિષયનો બીજો હપ્તો હવે મુકાય છે.

શરૂઆત કરીએ ૧૯૬૦ની ફિલ્મ ‘મુગલે આઝમ’નાં આ ગીતથી. આ ગીત ઘણું કહી જાય છે

मोहब्बत की जूठी कहानी पे रोये
बड़ी चोट खाई जवानी पे रोये

મધુબાલાને જ્યારે કેદ કરાય છે ત્યારે તે આ ગીત દ્વારા પ્રેમ માટે પોતાનો આક્રોશ દર્શાવે છે  ગીતના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત આપ્યું છે નૌશાદે. સ્વર છે નો.લતાજી

૧૯૬૦ની અન્ય ફિલ્મ ‘છલિયા’નું ગીત છે

मेरे टूटे हुए दिल से
कोई तो आज ये पूछे
के तेरा हाल क्या है

પ્રેમમાં નાસીપાસ રાજકપૂર પર આ ગીત ફિલ્માવાયું છે જેના શબ્દો છે કમર જલાલાબાદીના અને સંગીત કલ્યાણજી આણંદજીનું. ગાયક મુકેશ.

https://youtu.be/ywrdGVUsy9Y

૧૯૬૧ની ફિલ્મ ‘નજરાના’માં પણ આવી જ વ્યથા રજુ કરાઈ છે.

एक वो भी दिवाली थी
एक ये भी दीवाली है
उजड़ा हुआ गुलशन है
रोता हुआ माली है

આ ગીત પણ રાજકપૂર ઉપર રચાયું છે જેના શબ્દો છે રાજેન્દ્ર કૃષ્ણના અને સંગીત રવિનું. સ્વર મુકેશનો.

૧૯૬૧ની અન્ય ફિલ્મ ‘ગંગા જમના’નું ગીત છે

दो हंसो का जोड़ा बिछड़ गयो रे
गजब भयो रामा जुलम भयो रे

દિલીપકુમારના વિરહમાં વૈજયંતિમાલા આ ગીત ગાય છે. શકીલ બદાયુનીના શબ્દો અને નૌશાદનું સંગીત. સ્વર છે  લતાજીનો.

૧૯૬૧ની વધુ એક ફિલ્મ ‘ઝબક’નું ગીત છે

तेरी दुनिया से दूर चले हो के मजबूर
हमें याद रखना

શ્યામાથી જુદા થતા મહિપાલ પર આ ગીત રચાયું છે. શબ્દો છે પ્રેમ ધવનના અને સંગીત આપ્યું છે ચિત્રગુપ્તે. ગાયક કલાકારો રફીસાહેબ અને લતાજી.

https://youtu.be/hGuHno7cHFk

૧૯૬૨ની ફિલ્મ ‘સંગીત સમ્રાટ તાનસેન’નું આ ગીત પણ વ્યથાપૂર્ણ છે..

ज़ुमती चली हवा
याद आ गया कोई
बूजती बूजती आग को
फिर जला गया कोई

ભારત ભૂષણ પોતાના વિરહને શૈલેન્દ્રનાં શબ્દો દ્વારા વ્યક્ત કરે છે. સંગીતકાર છે એસ. એન. ત્રિપાઠી અને ગાયક છે મુકેશ.

૧૯૬૨ની અન્ય ફિલ્મ ‘હમારી યાદ આયેગી’નું આ ગીત વિરહમાં રહેલી તનુજા પર રચાયું છે.

कभी तन्हाईओ में हमारी याद आएगी
अँधेरे छा रहे होंगे के बिजली कौंध जायेगी

તનુજા આ ગીતમાં કટાક્ષમય શબ્દો સાથે અશોક શર્માને જણાવે છે જેના શબ્દો છે કેદાર શર્માનાં અને સંગીત આપ્યું છે સ્નેહલ ભાટકરે. સ્વર છે મુબારક બેગમનો જેણે આ ગીતને. યાદગાર બનાવ્યું છે.

૧૯૬૨ની વધુ એક ફિલ્મ ‘સન ઓફ ઇન્ડિયા’નું આ વિરહગીત જોઈએ.

दिल तोड़ने वाले तुझे दिल ढूढ रहा है
आवाज़ दे तू कौन सी नगरी में छुपा है

વિરહમાં તડપતી કુમકુમ રેડીઓ પર કમલજીતને યાદ કરીને આ ગીત ગાય છે જે કમલજીત સાંભળે છે અને પોતે પણ પોતાની વ્યથાને દર્શાવે છે. શકીલ બદાયુનીનાં શબ્દો અને  નૌશાદનું સંગીત. ગાયકો છે લતાજી અને રફીસાહેબ.

https://youtu.be/55ra1fnEwQQ

૧૯૬૩ની ફિલ્મ ‘મેરે મેહબૂબ’નું વિરહ ગીત છે

याद में तेरी जाग जाग के हम
रात भर करवटे बदलते है

સાધના અને રાજેન્દ્રકુમાર પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત આપ્યું છે નૌશાદે. સ્વર છે લતાજી અને રફીસાહેબના.

૧૯૬૪ની ફિલ્મ ‘વહ કોન થી’નું આ અત્યંત પ્રખ્યાત ગીત છે

जो हमने दास्ताँ अपनी सुनाई आप क्यों रोये
तबाही तो हमारे दिल पे आई आप क्यों रोये

સાધના અને મનોજકુમાર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે રાજા મહેંદી અલી ખાન અને સંગીતકાર છે મદનમોહન જેને સ્વર આપ્યો છે લતાજીએ.

૧૯૬૪ની અન્ય ફિલ્મ ‘દુલ્હા દુલ્હન’નું આ ગીત એક જુદા પ્રકારનું વિરહ ગીત છે.

जो प्यार तूने मुज को दिया था
वो प्यार तेरा मै लौटा रहा हु

રાજકપૂર પ્યારમાં નાસીપાસ પોતાની વ્યથા આ ગીત માં રજુ કરે છે જેના શબ્દો છે ઇન્દીવરના અને સંગીત છે કલ્યાણજી આણંદજીનું. સ્વર છે મુકેશનો.

https://youtu.be/8GfVc1Dzvkg
૧૯૬૪ની વધુ એક ફિલ્મ ‘કશ્મીર કી કલી’નું ગીત પણ પ્રેમમાં નાસીપાસ અનુભવતા શમ્મીકપૂર પર રચાયું છે.

है दुनिया उसी की ज़माना उसी का
मोहब्बत में जो हो गया हो किसी का

દારૂના નશામાં શમ્મીકપૂર જીવનની સત્યતા વર્ણવે છે. એસ. એચ. બિહારીનાં શબ્દોને સંગીત આપ્યું છે ઓ.પી. નય્યરે અને સ્વર છે રફીસાહેબનો.

https://youtu.be/FMk2bmNlCwo

૧૯૬૫ની ફિલ્મ ‘સહેલી’નું વિરહ ગીત જોઈએ.

जिस दिल में बसा था प्यार तेरा
उस दिल को कभी का तोड़ दिया

ગીત રચાયું છે કલ્પના ઉપર જે પ્રદીપકુમારની યાદમાં આ ગીત ગાય છે. ઇન્દીવરના શબ્દોને સંગીત આપ્યું છે  કલ્યાણજી આણંદજીએ અને ગાયિકા છે લતાજી.

https://youtu.be/YU7LuDbHQgw

૧૯૬૫ની અન્ય ફિલ્મ ‘ગાઈડ’નાં આ ગીતમાં દારૂના નશામાં ધૂત દેવઆનંદ પોતાના મનોભાવ વ્યક્ત કરે છે.

दिन ढल जाए हाय रात न जाए
तु तो न आए तेरी याद सताए

શૈલેન્દ્રનાં શબ્દોને સુંદર સંગીત સાંપડ્યું છે સચિન દેવ બર્મન પાસેથી. દર્દભર્યો અવાજ છે રફીસાહેબનો.

૧૯૬૫ની વધુ એક ફિલ્મ ‘આરઝુ’નું વિરહગીત છે

बेदर्दी बालमा तुज को मेरा मन याद करता है
बरसता है जो आँखों से वो सावन याद करता है

રાજેન્દ્ર કુમારની યાદમાં સાધના આ ગીતમાં પોતાની વિરહ વેદના વ્યક્ત કરે છે જેના શબ્દો છે હસરત જયપુરીનાં અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. ગાયિકા લતાજી.

૧૯૬૫ની જ વધુ એક ફિલ્મ ‘એક સપેરા એક લુટેરા’નું વિરહગીત છે

हम तुम से जुदा होके
मर जायेंगे रो रो के

જંગલમાં ફસાયેલ ફિરોઝખાન કુમકુમની યાદમાં આ વિરહગીત ગાય છે.  અસદ ભોપાલીના શબ્દોને સજાવ્યા છે  ઉષા ખન્નાએ અને સ્વર છે રફીસાહેબનો.

૧૯૬૭ની ફિલ્મ ‘અનીતા’નું ગીત છે

तुम बिन जीवन कैसे बिता पूछो मेरे दिल से

સાધનાની યાદમાં મનોજ કુમાર આ ગીત ગાય છે. રાજા મહેંદી અલીખાનના શબ્દોને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે અને સ્વર છે મુકેસનો.

હજી થોડા વિરહગીતો બાકી છે તે હવે પછી.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),

Vaziranaka, L.T. Road,

Borivali(West),

Mumbai 400091

Tel. 28339258/9819018295

વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com