આદિમુદ્રિત ગ્રંથવૈભવ

નડિયાદમાં આવેલા અનન્ય સાહિત્યતીર્થ ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’માં ઓગણીસમી-વીસમી સદીનાં, હિન્‍દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષાનાં, આશરે સવાસો વર્ષ જૂનાં અઢી હજાર જેટલાં પુસ્તકો અહીં સૂચિબદ્ધ રીતે ગોઠવાયેલાં છે, આ તમામ પુસ્તકો અને સામયિકોનું ડિજિટાઈઝેશન દિલ્હીના ‘રેખ્તા ફાઉન્‍ડેશન’ના સહયોગમાં થઈ રહ્યું છે. આ પુસ્તકો વેબસાઈટ પર તબક્કાવાર સુલભ બનાવાઈ રહ્યાં છે. આ આદિમુદ્રિત ગ્રંથો પૈકીનાં ગુજરાતી પુસ્તકોનો સંક્ષિપ્ત પરિચય લખાયેલો છે, જેમાં જે તે પુસ્તકની સ્થૂળ  વિગતો અને સામગ્રીનો અંદાજ આવી શકે છે. આ પરિચય ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં બેસીને, એ પુસ્તકોનાં પાનાં ફેરવીને લખાયેલો છે.

‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’ વિશેનો પરિચય લેખ આ લીન્‍ક પર વાંચી શકાશે.

https://webgurjari.com/2025/12/15/vintage-classic-lierature-preface/


બીરેન કોઠારી

 

પુસ્તક ક્રમાંક: પ ૭/ ૨૨૯૫

પુસ્તકનું નામ: આયુષ વધારવાનો ખરો કીમિયો

કર્તા: ડાક્તર કપીલરામ ન. પંડ્યા

છાપનાર: ખોદાબક્ષ છાપખાનું, સુરત

પ્રકાશન વર્ષ: ઈ.સ.૧૮૯૭

કિંમત: ગીલ્ટપુઠાંના ૨ રૂ. સાદાં પુઠાંનો ૧ રૂ.

પૃષ્ઠસંખ્યા: ૧૬૮

વિગત: આ પુસ્તક ત્રણ ભાગમાં વિભાજીત છે, જેમાં વિવિધ પ્રકરણો અપાયેલાં છે. ત્રણ ભાગ પૈકી પ્રથમ ભાગનું કોઈ શિર્ષક નથી, પણ તેમાં આઠ પ્રકરણો છે. બીજા ભાગનું શિર્ષક છે ‘જીંદગીના દુશ્મનો’. આ ભાગમાં છ પ્રકરણો છે. ત્રીજા ભાગનું શિર્ષક ‘જીંદગીના મિત્રોનું સૈન્ય’ અથવા’ આયુષવૃદ્ધિના સાદા, સસતા, સેહેલા, તથા વ્યવહારોપયોગી ઉપાયો છે. આ ખંડમાં ૧૧ પ્રકરણો છે. પ્રસ્તાવનામાં જણાવાયા મુજબ, ‘આ પુસ્તક માત્ર વૈદો તથા ડાક્તરોને માટે નહીં, પણ સઘળા લોકોને માટે રચવામાં આવ્યું છે.’

આ પુસ્તક નીચેની લીન્‍ક પર વાંચી શકાશે.

https://rekhtagujarati.org/ebooks/dr-kapilram-n-pandya-ebooks


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી