દિગ્દર્શન અને સંગીતનું સાયુજ્ય એટલે ભારત એક ખોજનું સંગીત  

(એક સમયે દૂરદર્શન પરથી પ્રસારિત, શ્યામ બેનેગલ દિગ્દર્શીત, જવાહરલાલ નહેરુના પુસ્તક ‘ડિસ્કવરી ઓફ ઈન્‍ડિયા’ પર આધારિત ધારાવાહિક ‘ભારત એક ખોજ’ ના સંગીતનો આસ્વાદ આ શ્રેણીમાં કરાવાયો છે. વનરાજ ભાટિયાએ તેનું સંગીત તૈયાર કર્યું હતું.)

બીરેન કોઠારી

‘ભારત એક ખોજ’ના સાતમા અને આઠમા હપ્તામાં રામાયણની કથા છે.

એપિસોડનો પ્રારંભ વાલ્મિકી ઋષિને તપમાં રામાયણની કથાની કલ્પના કરતા બતાવાયા છે. રામયણની કથાનો આપણને પરિચય ઉત્તર ભારતના રામાયણગાયકો દ્વારા કહેવાતી રામાયણ કથાના સ્વરૂપે કરાયો છે.@ ૪.૪૧ થી ૧૦.૦૦  સુધીમાં રામ સીતાના લગ્ન થવાની અને હવે રામના રાજ્યાભિષેકની તૈયારી સુધી કથા આગળ વધી જાય છે. એ પછી દૃષ્ય – શ્રાવ્ય પદ્ધતિથી કથાનકમાં વનવાસ મળવો અને વનવાસ દરમ્યાન રામના જીવનને હવે નવો વળાંક મળતો બતાવાયો છે.

સાતમો હપ્તો અહીં જોઈ શકાશે.

૨.૧૨થી આઠમા હપ્તાનો પ્રારંભ બેકગ્રાઉન્ડમાં સંગીતના સુરો સાથે વનરાજીની દૃશ્યાવલીથી થાય છે. ઋષિઓને હેરાન કરતા દાનવો સાથે રામ યુદ્ધ કરીને હરાવે છે તેનાં ગુણગાન રામાયણગાયકો કરે છે. ૩.૧૩થી ૪.૧૩ સુધી કથક્કલી નૃત્યનાં માધ્યમ વડે રામ અને દાનવો વચ્ચેનાં યુદ્ધને દર્શાવાયાં છે. એ દરમ્યાન બેકગ્રાઉન્ડમાં ઉદ્‍ઘોષકની કોમેન્ટરી દ્વારા આપણને એ સમયની રાજકીય અને સામાજિક પશ્ચાદભૂથી અવગત કરવામાં આવે છે. એ પછી દૃશ્ય-શ્રાવ્ય કથાનક શૂપર્ણખા દ્વારા રાવણને કરાતી ફરિયાદ અને રાવણ દ્વારા છદ્મવેશમાં આવીને સીતાનું અપહરણ દર્શાવાયેલ છે. ૧૮.૧૬થી ૧૯.૧૮ સુધી ફરીથી સરાઈકેલા છઉ લઘુનૃત્યનાટક શૈલીમાં જટાયુ અને રાવણના યુદ્ધની તીવ્રતા વાસળી અને ધામસ (મોટું નગારૂં)ના બેકગ્રાઉન્ડમાં સંભળાતા સ્વરો વડે દર્શાવાયેલ છે.

૨૧.૧૮થી ૨૧.૫૦ સુધી ફરીથી સરાઈકેલા છઉ લઘુનૃત્યનાટક શૈલીમાં રામ વિલાપનું ચિત્રણ કરાયેલ છે. ૨૫.૫૬ થી ૨૭.૫૮ સુધી સરાઈકેલા છઉ લઘુનૃત્યનાટક શૈલીમાં વાલી અને અંગદ વચ્ચેનું યુદ્ધ અને તેમાં રામની ભુમિકાનું વર્ણન કથાગાયનના સહયોગ સાથે બહુ અસરકરક રીતે ભજવાય છે. વાલી સાથેના અંતિમ સંવાદમાં રામ હવે રાજા તરીકેની પોતાની ભુમિકાને સ્વીકારીને કહે છે કે ભરત કુળના વંશજ તરીકે આ દેશની દરેક રીતે રક્ષા કરવી એ પોતાનો ધર્મ છે.

૩૦.૧૬થી ૩૦.૫૦ સુધી રામકથાગાયકોના ગાયન દ્વારા વાનરોની મદદથી રામ લંકા પર ચડાઈ કરવાની તૈયારી કરે છે તે ઇંગિત થાય છે.

એ માટેના વ્યૂહનાં પ્રથમ પગલાં તરીકે હનુમાન લંકાને સળગાવી દે એમ નક્કી થાય છે. હનુમાન દ્વારા લંકા દહનને ૩૧.૦૦ થી ૩૧.૪૭ સુધી કથક્કલી નૂત્ય દ્વારા દર્શાવાયું છે. એ પછીથી, ૩૩.૧૯ સુધી, સરાઈકેલા છઉ લઘુનૃત્યનાટક શૈલીમાં,રામકથા ગાયન દ્વારા વર્ણવાતું નૃત્ય આગળ ચાલતું રહે છે અને સુધી રામ રાવણ યુદ્ધનું નિરૂપણ કરે છે.

લમણ રાવણ પાસેથી આદર્શ રાજ્ય સાશનનો બોધ ગ્રહણ કરે છે એ  સાથે રામયણનો હપ્તો પુરો થાય છે.

આઠમો હપ્તો અહીં જોઈ શકાશે.


Disclaimer:

  1. The song links have been embedded from the YouTube only for the listening pleasure of music lovers. This blog claims no copyright over these songs, which vests with the respective copyright holders.

ક્રમશઃ


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)