उद्यमस्साहसं धैर्यम्, बुद्धिः शक्तिः पराक्रमः
षडेते यत्र वर्तन्ते, तत्र देवः सहायकृत् ॥

સમાસ વિભાજન અને  શબ્દશ: ગુજરાતી અર્થ:

उद्यमस्साहसं=उद्यम+साहसं, उद्यम=મહેનત,પરિશ્રમसाहसं=હિંમતधैर्यम्=ધીરજबुद्धिः=બુદ્ધિ,અક્કલ,   शक्तिः= તાકાત,શક્તિपराक्रमः= શૌર્ય,બહાદૂરી
 
षडेते=षट्+एते= षट्=છ, एते=આ છએ (ગુણો)यत्र=જ્યાંवर्तन्ते= વર્તાય છે,જણાય છે,  तत्र= ત્યાં,  देवः=ઈશ્વર,   सहायकृत्सहाय+कृत्सहाय=મદદ,સહાય,कृत्= કરે છે.

 

શ્લોકનું ગુજરાતી  ભાષાંતરઃ

પરિશ્રમ,હિંમત,ધૈર્ય,બુદ્ધિ,શકિત,પરાક્રમ-આ છ ગુણો જેનામાં દેખાય છે; તેને ઇશ્વર પણ મદદ કરે છે.

વિચારવિસ્તારઃ

આ સુભાષિતમાં મનુષ્યમાં કયા કયા ગુણો હોય તો ઈશ્વર સહાય કરે છે તે વાત જણાવી છે. દરેક જણે સફળ થવા માટે કેટલીક પાયાની વાતો જાણવા, સમજવા  અને જીવનમાં ઉતારવી જરૂરી છે.
દા.ત.મહેનત કરવી જોઈએ, 
 
હિંમતપૂર્વક આગળ વધવું જોઈએ, 
 
ધીરજપૂર્વક કામ કરવું જોઈએ. 
 
બુદ્ધિપૂર્વક વિચારી કાર્ય કરવું જોઈએ. 
 
પોતાની શક્તિને યોગ્ય રીતે કામે લગાડવી જરૂરી છે, અને છેલ્લે,
વીરતા દાખવવી જોઈએ. 
 
કોઈપણ કામ આ ગુણોને લક્ષમાં રાખીને કરવામાં આવે તો જરૂરથી ઇશ્વર, કહો કે નસીબ પણ સહાયભૂત થાય છે.

Sanskrit shlok in English script:

Udyamassahasyam dhairyam buddhihi shaktihi paraakramah
Shadete yatra vartante tatra deva sahaayakruta.

Word to word meaning in English:

Udyamaha+saahasam, udyamaha= efforts, saahasam= courage, Dhairyam= patience, budhdhihi= intelligence, shaktihi= strength,  Paraakramah= courage, Shadete=Shat+ete, Shat=six, ete= these qualities

Yatra=where, Vartante=exist, Tatra=there, Deva=GodSahaayakruta=sahaaya+krutaa= Sahaya=Helpful, kruta=provides

Translation in English:

To achieve something, six qualities require.

1. Efforts 2. Courage 3. Patience  4. Intelligence 5. Strength 6. Boldness, Confidence.

If these six qualities exist in a person, even the God Almighty renders assistance to him.


Devika Dhruva.
ddhruva1948@yahoo.com