નિરંજન મહેતા

(કમઢીઆના દરબારશ્રી જાફર ઈમામની ઊર્દૂ રચનાનો ગુજરાતી અછાંદસ ભાવાનુવાદ)

આવ્યું નવી આશાઓ લઈને નવું વર્ષ

જોઈએ આપણે શું બદલશે આ નવું વર્ષ. 

એ જ હશે સૂર્યોદય અને એ જ ચંદ્રાસ્ત

બદલાશે વાતાવરણ, બદલાશે મોસમ પણ રહેશે તે જ ઝાંઝવા .

હશે ક્યારેક નફરત, તો ક્યારેક પ્રેમ

ક્યારેક હશે યુદ્ધ, તો ક્યારેક શાંતિ.

શું બદલાશે આદત માનવીની નવા વર્ષે

જોઈએ આપણે શું બદલશે આ નવું વર્ષ .

તે જ અંધાધુંધી, તે જ ઈચ્છાઓ , તે જ મૌન

તે જ આનંદ, તે જ દર્દ, તે જ બંધન

તે જ ઉદ્ગમ, તે જ પતન, તે જ ઉચ્ચ, તે જ નીચ

તે જ પસ્તાવો, તે જ ખેદ તેમની દરમિયાન, 

શું કરશે બદલાવ આ નવું વર્ષ આપણી જિંદગીમાં.

જોઈએ આપણે શું બદલશે આ નવું વર્ષ.

કરશે નવા સંશોધનો માનવ

પણ ગુમાવશે માનવતા 

બદલાશે પ્રેમ નફરતમાં ધર્મ પ્રત્યેનો

બદલાશે અર્થ એકત્રતાનો

પણ રહેશે કાયમ આશા અને ઉલ્લાસ
માનવની રહેશે કાયમ શોધ નવી દુનિયાની 

શું માનવ વસશે ચંદ્ર અને મંગળ પર?

શું બાંધશે ઘરો છે જેમ પૃથ્વી પર? 

આવ્યું છે નવું વર્ષ આશાઓ સાથે.

જોઈએ શું લાવે છે આનંદ આ નવું વર્ષ. 

ઈચ્છે જાફર ઓ નવું વર્ષ

વીતે તે તારી સંભાળમાં અને શાંતિથી.

 

નિરંજન મહેતાના નવા કાવ્યસંગ્રહ   ‘લાગણીઓની અભિવ્યક્તિ’ માંથી સાભાર.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. +91 22 28339258/ 91 9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com