દિગ્દર્શન અને સંગીતનું સાયુજ્ય એટલે ‘ભારત એક ખોજ’નું સંગીત  

(એક સમયે દૂરદર્શન પરથી પ્રસારિત, શ્યામ બેનેગલ દિગ્દર્શીત, જવાહરલાલ નહેરુના પુસ્તક ‘ડિસ્કવરી ઓફ ઈન્‍ડિયા’ પર આધારિત ધારાવાહિક ‘ભારત એક ખોજ’ ના સંગીતનો આસ્વાદ આ શ્રેણીમાં કરાવાયો છે. વનરાજ ભાટિયાએ તેનું સંગીત તૈયાર કર્યું હતું.)

બીરેન કોઠારી

દસમો હપ્તો ભારતની પ્રાચીન સંસ્કૃતિના સંસારના સ્વીકાર અને ત્યાગના બે વિપરિત દૂષ્ટિકોણના વિષય પર અલગ અલગ સમયે બદલતા રહેતા મતમતાંતરોની ની ચર્ચા કરે છે. ભારત્ની સંસ્કૃતિએ ગૃહસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમને આ અથવા તે એવા બે કોઈ એક જ સ્વીકાર્ય વિકલ્પની દૃષ્ટિએ નથી જોયેલ.

મૃત્યુશય્યાએ વાજશ્રવાને સ્વર્ગ પામવા માટે દાન કરવાનું કહેવામાં આવે છે. એ ઔપચારિકતા પુરી કરવા તે બધી ગાયોનું દાન કરવાનું કહે છે. તે પછી તરત જ પોતાના પુત્ર નચિકેતાને બોલાવીને વસુકી ગયેલી ગાયો દાનમાં આપવાની સુચના આપે છે. ત્યાગ અને મોહ વચ્ચેનો માનવ જીવનની આ ખેંચતાણ  બાળ નચિકેતાના સવાલોમાં વ્યક્ત થાય છે. આ અવઢવથી ત્રસ્ત તેના પિતા વજશ્રવા તેને યમને દાનમાં આપ્યાની આજ્ઞા કરે છે.

@૬.૫૮થી નચિકેતાની યમનો શોધ તરફની સફર પાર્શ્વ સંગીત સાથે આરંભાય છે. યમરાજ પાસેનાં ત્રીજાં વરદાન તરીકે નચિકેતા મૂત્યુનું રહસ્ય માગે છે. યમરાજ કહે છે કે બે જ માર્ગ છે શાશ્વત આનંદનૉ અને ક્ષણભંગુર મોજ મજાનો. જીવનના તત્વજ્ઞાનનો અર્ક સમજાવતાં યમરાજ કહે છે, નશ્વર દેહ છે, આત્મા અનંત, અજર,અમર છે. નચિકેતા અને યમરાજ વચ્ચેનો જ્ઞાન સંવાદ મંદ પાર્શ્વ સંગીત સાથે @૧૫.૫૦ એ પુરો થાય  છે.

ઉપનિષદ ક્રિયાકાંડનું સમર્થન નથી કરતા. આ વિચારનું સમયની સાથે નિરીશ્વરવાદ અને અનાત્મવાદ (ભૌતિકવાદ) જેવી વિચારધારાઓમાં વિભિન્નીકરણ થતું ગયું. ભૌતિકવાદની વિચારધારાનો એક ફાંતો આજિવિકાવાદ છે, જે બૌદ્ધ અને જૈન ધર્મની વિચારધારાથી અલગ છે.આજિવિકાવાદ એમ માને છે કે મનુષ્ય એનાં નસીબને આધીન છે. આ વિચારધારાના ઉપદેશને ‘નહીં કુછ હૈ હોતા, ઔર કુછ ભી ન હોના’ શબ્દો ધરાવતું ઉલ્લાસમય સમૂહગાન તેના તાલ અને સંગીત દ્વારા, @૨૧.૪૫થી ૨૨.૫૦ સુધી, આ સંપ્રદાયના હાર્દને બરાબર રજૂ કરે છે.

વેદ ને ઉપનિષદો સિવાય હિંદુ ધર્મમાં સંસાર અને ત્યાગની વાત બૌદ્ધ અને જૈન ધર્મમામાં અલગ દૃષ્ટિકોણથી કહેવાઈ છે.

એપિસોડમાં સિદ્ધાર્થને વૈરાગ્ય કેમ જાગે છે તેની વાત કહેવાઈ છે. સિદ્ધાર્થ નગરચર્યામાં નીકળે ત્યારે વ્યાધિ વૃદ્ધાવસ્થા મૃત્યુ જેવી જીવનની મુશ્કેલ પરિસ્થ્તિઓને જુએ છે.  આ બધું જોયા પછી સિદ્ધાર્થ પાછા ફરે તે દૂશ્ય લોંગ શોટમાં જોવા મળે છે અને પાછળ મનમાં ચાલતા વિચારોના ધસમસતા પ્રવાહ જેવું સંગીત વાગે છે

જ્યારે તેઓ સંસાર ત્યાગ કરે છે ત્યારે મહેલમાં રચાયેલાં ઓડિસી નૃત્યો  (@૩૧.૦૦  થી ૩૩.૨૩ ) પણ તેમને રોકી નથી શકતાં.

સરૈકેલા છૌ નૂત્ય દ્વારા (@૩૩.૫૭થી ૩૬.૦૪ અને @૩૭.૨૫થી ૪૦.૦૯ )  સિદ્ધાર્થની વિદાય, તપસ્યા દ રમ્યાન પડતી વિપદાઓને તાદૃશ કરાયેલ છે.

દસમો હપ્તો અહીં જોઈ શકાશે.


Disclaimer:

The song links have been embedded from the YouTube only for the listening pleasure of music lovers. This blog claims no copyright over these songs, which vests with the respective copyright holders.


ક્રમશઃ


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)