દેવિકા ધ્રુવ

सत्यमेव जयते नानृतम् सत्येन पन्था विततो देवयानः
येनाक्रमन्त्यृषयो ह्याप्तकामाः यत्र तत्सत्यस्य परमं निधानम्

मुन्डकोपनिषत्

સમાસ વિભાજન અને  શબ્દશ: ગુજરાતી અર્થ:

सत्यमेव=सत्यम्+एव= સત્ય જ, जयते= વિજય પામે છે. नानृतम्= न+अनृतम्= નહિ કે અસત્ય,

सत्येन = સત્ય થકી, पन्था= માર્ગો, विततो = વિસ્તર્યા છે. देवयानः દેવોના

येनाक्रमन्त्यृषयो= येन + आक्रमन्ति + ऋषयः – येन = જેના થકી, आक्रमन्ति = ઉન્નતિ પામે છે. ઊંચાઈએ પહોંચે છે. ऋषयः = ઋષિ મુનિઓह्याप्तकामाः = हि+आप्तकामा =  हि = (ભારવાચક),  आप्तकामा  = ઇચ્છા મુજબ મેળવવું यत्र = જે  तत्सत्यस्य= तत+सत्यस्य તે સત્યનું परमं=પરમ, સૌથી ઊંચું ,   निधानम् = નિવાસ,રહેઠાણ,ધામ

શ્લોકનું ગુજરાતી  ભાષાંતરઃ

સત્યનો જ જય થાય છે; અસત્યનો નહિ. સત્ય થકી જ દેવોના માર્ગો વિસ્તર્યા છે. તેના થકી જ ૠષિઓ ઊંચાઈએ પહોંચી શકે છે અને તેના જ થકી ઇચ્છા મુજબનું પરમ ધામ પામી શકે છે.

વિચારવિસ્તારઃ

સત્ય પર ભાર મૂકતો આ શ્લોક  મુંડક ઉપનિષદનો છે અને ખૂબ જાણીતો છે. કારણ કે, ભારતની સ્વતંત્રતા પછી,  सत्यमेव जयते ભારતના રાષ્ટ્રીય સૂત્ર તરીકે  અપનાવવામાં આવ્યું હતું. આ શબ્દો તમામ ભારતીય ચલણની એક  બાજુ પર અંકિત થયેલ છે. સત્ય એક અમોઘ શસ્ત્ર છે જેના થકી ૠષિઓ પરમ ધામને આંબી શકે છે. મહાત્મા  ગાંધીજીએ ભારત દેશને સત્ય થકી જ ગુલામીમાંથી મુકત કર્યો હતો. તેના થકી જ તેઓ ‘મહાત્મા’નું બિરુદ પામી શક્યા.

 Sanskrit shlok in English script :

satyameva jayate naanrutaṃ satyena pantha vitato devayaana
yenaakramanty
ṛushayo hiaaptakamaa yatra tatsatyasya paramaṃ nidhaanam

Word to word meaning in English:

 Satyam eva = Truth only,   Jayate= conquers, wins. Na+ anṛutam – not falsehood.  satyena – by Truth, panthaaḥ – roads, journey, vitato = was stretched out. devayaanaḥ= Path leading to Gods,

yenakramantyṛushayo= yen+akramanti+rushayo = yena = by which , akramanti = ascend ,  ṛushayao = the sages, hi+apta+kama= hee=only (emphasis),  aaptakama – winning their desire ,  yatra = where, tatsatyasya=tat+satyasya.-  tat= that,  satyasya = Truth,   paramam = Supreme, nidhanam= abode 

Translation in English:

 Truth alone triumphs, not falsehood. By truth, the divine paths are unfolded, through which the sages having fulfilled all their desires, reach the supreme abode of the (eternal) truth.

 (‘Satyameva Jayate’ is the national motto of India.)


Devika Dhruva.
ddhruva1948@yahoo.com
http://devikadhruva.wordpress.com